SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કનુભાઈ વ્ર. શેઠ Nirgrantha આ પછી રાજા રુમ્મી લડવા આવ્યો. બલભદ્રે એક બાણ મારી એનાં દાઢી-મૂછ કાપી નાંખ્યાં અને એને કહ્યું, ‘વહુના (રુક્મિણીના) વચન ખાતર તને જીવતો જવા દઉં છું.' ૨૨૪ રુક્મી રાજા નાસી ન જતાં ત્યાં જ રહ્યો અને અત્રે એણે ભોજકંટક નામનું એક નવું નગર વસાવ્યું. બલભદ્રે પણ અહીં કીર્નિસ્તંભની સ્થાપના કરી. આ પછી તેઓ દ્વારિકા નગરી આવ્યા. દ્વારિકા આવી શ્રીકૃષ્ણે રુક્મિણીને કહ્યું, ‘હે પ્રિયે, દેવતાએ બનાવેલી આ દ્વારિકાનગરીમાં આ મારા મહેલમાં તું તારા મનની ઇચ્છા પ્રમાણે રહે.' આ સાંભળી રુક્મિણીએ કહ્યું, ‘મને દાસીની જેમ પકડી લાવ્યા છો એટલે મારો નિર્વાહ કેમ થશે તે હું જાણતી નથી.' આ પછી શ્રીકૃષ્ણે રુક્મિણીની સાથે ગાંધર્વવિવાહ કર્યો અને તેની સાથે સુખ-ભોગમાં રાત્રિ વિતાવી. પછીથી પ્રભાત થતાં શ્રીકૃષ્ણ રુક્મિણી સાથે જ્યાં લક્ષ્મીનું મંદિર હતું ત્યાં આવ્યા. મંદિરમાં રહેલી લક્ષ્મી મૂર્તિ ઉપાડી લઈને તે સ્થાને રુક્મિણીને બેસાડી અને સત્યભામા આવે ત્યારે લક્ષ્મીની માફક સ્થિર નેત્રો રાખી બેસી રહેવાની સૂચના કરી. પછી શ્રીકૃષ્ણ નગરીમાં આવ્યા. તે વખતે એમના નારીવૃંદે એમને પૃચ્છા કરી કે, ‘તમે જે નારીનું હરણ કરી લાવ્યા છો તે ક્યાં છે’ ? શ્રીકૃષ્ણે કહ્યું, ‘મધુવનમાં લક્ષ્મીનું મંદિર છે, ત્યાં છે.' આ પછી સત્યભામા વગેરે એને જોવા લક્ષ્મીના મંદિરે આવ્યાં. પણ તેમણે ત્યાં કોઈ કન્યાને જોઈ નહીં પણ ભૂલથી ત્યાં લક્ષ્મીની મૂર્તિને સ્થાને બેઠેલી રુક્મિણીને સત્યભામા પગે લાગી અને કહ્યું, ‘હે મા ! શ્રીકૃષ્ણ મારાથી ઉત્તમ રૂપવાળી શૉક લાવ્યા છે તે મારી સેવા કરે તેમ કરજો. મારા મનની ઇચ્છા પૂર્ણ કરશો તો હું તમારી પૂજા કરીશ.' એમ કહી તે વારંવાર પગે લાગવા માંડી, સત્યભામા પછી શ્રીકૃષ્ણ પાસે આવી કહેવા લાગી કે ‘હે ધૂર્તરાજા, તમે તે કન્યા ક્યાં મૂકી છે ?’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘ચાલ, હું તને બતાવું’ એમ કહીને તેઓ લક્ષ્મીને ઠેકાણે બેસાડેલી રુક્મિણી પાસે આવ્યા. કૃષ્ણને આવતા જોઈ રુક્મિણીએ ઊઠીને એમને પ્રણામ કર્યા. પછી શ્રીકૃષ્ણે સત્યભામાને કહ્યું, ‘તું આને પગે લાગી છે, તે તારી સર્વ ઇચ્છા પૂર્ણ કરશે.' એટલે સત્યભામાએ કહ્યું, ‘આ તમારી કપટલીલા છે.' ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, ‘બહેનને-શૉકને પગે લગાડવામાં કોઈ દોષ નથી, તે જ તારી ઇચ્છા સર્વ રીતે પૂર્ણ કરશે.' સત્યભામા કોપ કરી ત્યાંથી ચાલી ગઈ. આમ શ્રીકૃષ્ણે આઠે રાણીમાં રુક્મિણીને પટરાણી તરીકે સ્થાપી. આમ કલહપ્રિય નારદ કલહ કરાવે છે. Jain Education International અંતમાં કવિ શીલનો મહિમા વર્ણવે છે અને જણાવે છે કે શીલોપદેશમાલા (જયકીર્તિ કૃત, ઈ સની ૯મી સદીના આખરી ચરણ)માં શીલ વિશે જે ઉપનય આપ્યો છે, તે ઉપરથી અત્રે સદ્ગુરુ કૃપાએ આ ‘સંબંધ’ની રચના કરી છે. સંવત ૧૬૭૬માં ફાગણ માસમાં ‘નવહરનગર’માં આ ‘સંબંધ'ની કવિએ રચના કરી હોવાનું જણાય છે. પોતાના ગુરુની પરંપરા વર્ણવી શીલનો મહિમા જણાવી કવિ કાવ્ય પૂર્ણ કરે છે અને અંતે આશીર્વાદ વચન ઉચ્ચારે છે. કૃષ્ણ-રુક્મિણી સંબંધ ઃ એક કાવ્ય તરીકે. કાવ્યનો પ્રારંભ કવિએ ‘શારદા' પાસે ‘સરસ વચન’ની યાચનાથી કર્યો છે. પછી પાર્શ્વનાથ અને જિન મહાવીરને વંદન કરી, તથા શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનકુશલસૂરિ વગેરે ગુરુજનનું સ્મરણ કરી, નમન કરી, ‘શીલ તણા અનંત ગુણ' ગાવાનો ઉપક્રમ કરી, કવિ આરંભમાં જ પોતાનું નામ જણાવી દે છે. ‘સીલ તણા ગુણ અનંત હઇ, કોઇ ન પામઇં પાર, વાચક લબ્ધિરત્ન કહઇ, તે સુણિજ્યો સુવિચાર. ૬ પ્રથમ ઢાળના આરંભમાં નારદના શીલગુણનો નિર્દેશ કરી તથા શીલનો મહિમા વર્ણવી, તેના સમર્થનરૂપે ‘રુક્મિણી-ભામા'નું ‘સુહામણું દૃષ્ટાંત' સંભળાવવાનું-વર્ણવવાનું જણાવી કવિ કંઈક આખ્યાન For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy