SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કનુભાઈ દ્ર. શેઠ Nirgrantha કાવ્યનો પ્રકાર : સંબંધ, ચઉપઈ, કે ફાગ ? પ્રસ્તુત કૃતિનો એમાં પ્રાપ્ત થતા ઉલ્લેખો અનુસાર કાવ્યપ્રકાર “સંબંધ” છે. જેમકે “સંવત સોલહ સય છહોતરઇ, ફાગુ માસ ઉદાર, નવતર નગરઈ એ સંબંધ, રચ્ચી ગુણે કરી સુવિચાર. ૧૦૭ અને વળી વાચક લબધિરતનગણિ ઈમ કહઈ, મુનિસુવ્રત સુપ્રસાદિ, એ સંબંધ સુપરિ કરિ વાંચતા, દૂરિ જાઈ વિખવાદ. ૧૧૦ પણ પ્રસ્તુત કૃતિ આજ પર્યત “ફાગ' તરીકે ઉલ્લેખાઈ છે. શ્રી મોહનલાલ દઇ દેશાઈએ જૈન ગુર્જર કવિઓમાં આ કતિનો ઉલ્લેખ “લબ્ધિરાજકત શીલકાગ' એમ ફાગ તરીકે કર્યો છે. વળી શ્રી અ નાહટાએ પણ પ્રાવીન વાવ્યો ફ્રી રૂપ-પરમ્પરામાં પણ એનો લબ્ધિરાજ કૃત ‘નેમિ ફાગુ' તરીકે ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત કૃતિની પ્રત અની પુમ્બિકામાં પણ એનો “ફાગ” તરીકે ઉલ્લેખ છે. જેમકે તિશ્રી શીત વિષ II સTH. પણ આ કૃતિને “ફાગ' કહેવી ઉચિત નથી. પ્રથમ તો એ કે પ્રસ્તુત કૃતિની પ્રત વ ની પુષ્યિકામાં એને “ચઉપઈ' તરીકે ઓળખાવવામાં આવી છે. જેમકે તશ્રી શીત વિષ – મળિ ૨૩૫ સTH. બીજું એ કે “ફાગુ' કાવ્યમાં સામાન્યતઃ આવતું વસંતવર્ણન કે વર્ષોવર્ણન કે ક્રીડા વર્ણનનો અત્રે સર્વથા અભાવ છે. આ બધા પરથી આ કૃતિને સંબંધ રૂપે ઘટાવવી ઉચિત છે. કૃષ્ણ-રુક્મિણી સંબંધ : કથાસાર “કૃષ્ણ-રુક્મિણી સંબંધ’ એ ૧૧૧ કડીનું એક નાનું “સંબંધ” કાવ્ય છે. વર્ય-વિષય જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવા કૃષ્ણચરિત્રમાંના કૃષ્ણ-રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવવાનો છે. એનો સાર આ પ્રમાણે છે : સોરઠ દેશમાં આવેલી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બલભદ્ર સહિત શાસન કરતા હતા. એક દિવસ ફરતા ફરતા નારદ ઋષિ ત્યાં આવી પહોંચ્યા. કૃષ્ણ અને બલભદ્ર વિનયપૂર્વક એમનો આદરસત્કાર કરી એમને સિંહાસન પર બેસાડ્યા, પગે લાગીને એમનાં ક્ષેમકુશળ પૂક્યા. નારદ થોડો સમય ત્યાં રહી પછીથી શ્રીકૃષ્ણના અંતઃપુરમાં સત્યભામા પાસે આવ્યા. આ વખતે સત્યભામા સોળ શૃંગાર સજી પોતાનું મુખ આયનામાં જોતી હતી. એટલે એને નારદના આગમનની ખબર પડી નહીં. આવી ઉપેક્ષા જોઈ નારદે વિચાર્યું, “અરે ! ઇંદ્રના અંતઃપુરમાં પણ મારી કોઈ ઉપેક્ષા-અવહેલના કરતું નથી. પરંતુ આ શ્રીકૃષ્ણની માનીતી હોવાથી યૌવનના ગર્વમાં તે મારા સામું પણ જોતી નથી કે વિનયવિવેક પણ કરતી નથી. માટે “આનો ગર્વ ઊતરે એવો કોઈ ઉપાય કરું' એમ વિચાર કરી નારદ ઋષિ આકાશગામિની વિદ્યા વડે ઊડી કુંડિનપુર આવ્યા. કુંઠિનપુરમાં રુક્ષ્મી નામનો રાજા રાજય કરતો હતો જેને રુક્મિણી નામની સ્વરૂપવતી બહેન હતી. નારદ એની પાસે ગયા. રુક્મિણીએ આસન આપી એમનો આદર-સત્કાર કર્યો. નારદ સંતોષ પામ્યા. એમણે એની પાસે શ્રીકૃષ્ણનાં રૂપ, ગુણ, અને સૌભાગ્યનું વર્ણન કર્યું. રુક્મિણી તે સાંભળીને કૃષ્ણ પ્રત્યે અનુરાગવતી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy