SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુક્મિણી સંબંધ* કનુભાઈ વ્ર, શેઠ પ્રાસ્તાવિક પૃથક્કનને પ્રારંભકાલથી કથા-વાર્તા પ્રતિ વિશેષ આકર્ષણ રહ્યું છે. આ કારણસર ધર્મપ્રચારકોએ કથાના માધ્યમ દ્વારા ધાર્મિક માન્યતાઓનભાવનાઓ સ્વકીય સંપ્રદાયમાં સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભમાં જૈન આચાર્યો તથા મુનિઓએ વિશાલ કથા-સાહિત્યનું નિર્માણ કર્યું છે. આ કથા-સાહિત્યમાં સામાન્યતઃ જૈન પરંપરાને અભિપ્રેત એવી તપ, શીલ, સંયમ, ત્યાગ વગેરે ભાવનાઓનો મહિમા વર્ણવતી કથાઓ મળી આવે છે. અહીં એવી એક કૃતિ પ્રસ્તુત કરવામાં આવી છે, જેમાં જૈન પરંપરાના કૃષ્ણચરિત્રનો, કૃષ્ણ રુક્મિણીનું હરણ કરી એની સાથે વિવાહ કરી, પટરાણી રૂપે સ્થાપી તે પ્રસંગને નિરૂપવામાં આવ્યો છે. જૈન કાવ્યસાહિત્યમાં આવી ચરિત્રાત્મક કથાકૃતિને રાસ, ચરિત્ર, ચોપાઈ, કથા, પ્રબંધ, સંબંધ ઇત્યાદિ રૂપે ઓળખાવવામાં આવે છે. જે રચના જેના સંબંધમાં રચવામાં આવી હોય એને કેટલીક વાર “પ્રબંધ' કે “સંબંધ” કહેવામાં આવે છે. અહીં એવો એક વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુક્મિણી સંબંધ પ્રથમ વાર પ્રકટ કરવામાં આવી રહ્યો છે. પ્રતવર્ણન અને સંપાદનપદ્ધતિ આ કૃતિનું સંપાદન ઉપલબ્ધ બે હસ્તપ્રતો પરથી કરવામાં આવ્યું છે, જેનું વર્ણન નીચે પ્રમાણે છે. પ્રત -આ પ્રત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના મુનિશ્રી પુણ્યવિજયજી હસ્તપ્રત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. એનો ક્રમાંક પ૨૯૨ છે. પ્રતમાં કુલ ૧૩ પત્રો છે. એમાં પ્રસ્તુત કૃતિ પત્ર ૧ થી ૩ પર ઉતારવામાં આવી છે. પ્રત્યેક પત્રનું કદ ૨૬.૨ x ૧૧.૦ સે. મી. છે. પ્રત્યેક પત્ર પર આશરે ૧૯ પંક્તિઓ છે. કાવ્યમાં કુલ ૧૧૧ કડીઓ છે. પાતળા કાગળની આ પ્રતિ દેવનાગરી લિપિમાં શાહીથી લખાયેલી છે; પણ શ્લોકના ક્રમાંક લાલ કરેલા છે. પત્ર ક્રમાંક જમણી બાજુ દર્શાવ્યા છે. પ્રતની લેખનમિતિ નોંધાયેલ નથી. પણ લેખન-પદ્ધતિ વગેરે પરથી તે અનુમાને ૧૮મા શતકની હોય એમ લાગે છે. કાવ્યાંતે નીચે પ્રમાણે પુષ્પિકા પ્રાપ્ત થાય છે. રૂતિ શીત વિષ +1 સમાપ્ત, પં. ટર્ષ તિથી ત. આ પ્રતને મુખ્ય ગણવામાં આવી છે. પ્રત વ-ક્રમાંક ૨૭૯૫ની આ પ્રત જૈન જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રય, અમદાવાદના હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. એના કુલ ૬ પત્ર છે. પ્રસ્તુત કૃતિ પત્ર ૪ થી ૬માં ઉતારેલી છે. પત્રનું કદ ૨૫.૫ x ૧૧.૦ સે. મી. છે. પ્રત્યેક પત્ર પર આશરે ૨૦ પંક્તિઓ છે. કુલ ૧૧૧ કડીઓ છે. સમગ્ર પ્રત દેવનાગરી લિપિમાં કાળી શાહીમાં લખાયેલી છે. પણ શ્લોક-ક્રમાંક લાલ કરેલા છે. પત્રની બન્ને બાજુ ૨ સેમીનો હાંસિયો છે. પત્ર ક્રમાંક જમણી બાજુ હાંસિયામાં દર્શાવ્યા છે. પ્રતનું લેખન-વર્ષ પ્રાપ્ત થતું નથી પણ લેખન-પદ્ધતિ વગેરે પરથી તે અનુમાને ૧૮મા શતકનું હોય તેમ લાગે છે. પ્રતને અંતે નીચે પ્રમાણે પુમ્બિકા મળે છે : इतिश्री शील विषये कृष्ण रुकमिणि चउपई समाप्त, पंडित महिमाकुमारगणि. * ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરા મુકામેના ૩૦મા અધિવેશનમાં રજૂ કરેલ શોધનિબંધ. Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy