SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III-1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧૮૫ કરી હતી તથા તીર્થોની સંઘયાત્રામાં પણ જોડાયા હતા. તેઓ કવિ હતા અને તેમણે પ૫,૦૦૦ નવા શ્લોકો રચ્યા છે. વિવિધ પૂજાસંગ્રહ, વિધિ વિધાન સાથે સ્નાત્રાદિ પૂજાસંગ્રહ, નવાણું પ્રકારી પૂજા ઉપરાંત અનેક રાસ, સ્તવનો, સઝાય, ગહૂલીઓ, હરીયાલીઓ. જેવી પદ્યરચનાઓ ઉપરાંત તેઓશ્રીએ બાલાવબોધો તથા તબકો લખ્યા છે. સં. ૧૮૬રના ચૈત્ર સુદ ૪ બુધને દિને તેઓશ્રીનો પાટણમાં સ્વર્ગવાસ થયો હતો.” (જુઓ. જૈન ગૂર્જર કવિઓ ભા. ૬ પૃ. ૪૮થી ૭૨) ખંભાત ચૈત્યપરિપાટી સં. ૧૮૧૭માં ત્રંબાવતી નગરીમાં (ખંભાતમાં) રચાઈ હોવાનું કવિએ આ રચનામાં જણાવ્યું છે. પ્રસ્તુત હસ્તપ્રત સારી સ્થિતિમાં છે. પત્ર બે છે અને સંપૂર્ણ છે. અક્ષરો મોટા છે. પ્રત લખ્યા બાદ દંડ લાલ શાહીથી કરવામાં આવતો હોવાથી અહીં દંડ કરવાના રહી ગયા છે અને તેથી પ્રત્યેક ચરણને અંતે છોડેલી જગ્યા જણાઈ આવે છે. “ભલે મીંડું લાલ શાહીથી કરવામાં આવેલ છે. પૃષ્ઠ પ્રમાણ ૨૬ ૪ ૧૧.૫ સે. મી. છે. પ્રથમ પૃષ્ઠમાં બાર પંક્તિઓ બીજા પૃષ્ઠમાં એક બાજુ ૧૪ પંક્તિઓ તથા બીજી બાજુ અગિયાર પંક્તિઓ છે. એક પંક્તિમાં સરેરાશ ૩૫ અક્ષરો છે. કડીઓ ૩૫ છે. બન્ને બાજુ ૪.૫ સે. મી.નો માર્જિન રાખવામાં આવ્યો છે અને તે લાલ શાહીથી કરવામાં આવ્યો છે. આ ચૈત્યપરિપાટી અતિ વિશિષ્ટ પ્રકારની ચૈત્યપરિપાટી છે. સામાન્યતયા ચૈત્યપરિપાટીમાં જે નગરનાં ચૈત્યોની વાત કરી હોય તે નગરના વિસ્તારનું નામ આપી, મૂળનાયકના નામથી અથવા તે ઓળખાતું હોય એ રીતે દેરાસરનું નામ જણાવી, તેમાં રહેલી જિનબિંબ સંખ્યા તથા અન્ય વિગતો જણાવવામાં આવે છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટી આ શૈલીથી લખાઈ નથી. અહીં ખંભાતનાં દેરાસરોની સંખ્યા તીર્થંકર પ્રમાણે વર્ગીકૃત કરી આપવામાં આવી છે. કયાંય પણ વિસ્તારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખંભાત ઉપરાંત અહીં ખંભાત નજીક આવેલા શકરપુર અને ઉંદેલ ગામનાં ચૈત્યોની સંખ્યા જણાવવામાં આવી છે. આમ, પ્રસ્તુત ૨ચના ચૈત્યપરિપાટીની પરંપરા પ્રમાણે લખાઈ નહીં હોવાથી વિશિષ્ટ છે. જિનબિંબોની સંખ્યાની ગણતરીમાં પણ આ રચના વિશિષ્ટ છે. પ્રારંભમાં જ તેમણે દેરાસરોની કુલ સંખ્યા, ભોંયરાની કુલ સંખ્યા અને પરોણા ચૈત્યો સાથે કુલ ચૈત્યોની સંખ્યા ૭૯ નોંધી છે. ત્યારબાદ ક્રમશ: તીર્થકર પ્રમાણે તેમણે આ કલ પ્રતિમાજીઓને આરસ, ધાતુ અને રજત પ્રતિમાજીઓમાં વર્ગીકૃત કરી તે સૌની સંખ્યા દર્શાવી છે. આ ગણના તેઓએ બે પ્રકારે કરી છે. ૧. સામાન્ય રીતે; ૨. વિશેષ રીતે. પંચતીર્થી પ્રતિમામાં પાંચ બિંબ અને ચૌમુખી પ્રતિમામાં ચાર બિંબ હોઈને સામાન્ય ગણનામાં તેને એક-એક ગણાવી હોય પણ વિશેષ ગણનામાં અનુક્રમે પાંચ અને ચાર એમ અલગ ગણાવી હોય. આ પ્રકારે ચૈત્યપરિપાટીમાં ઝીણી વિગતપૂર્ણ કરેલી ગણના ખરે જ, વિરલ છે. ગણનાની નોંધ બાદ ચૈત્યયાત્રા દરમ્યાન તેમણે જોયેલી ત્રણ વિશેષતાઓ નોંધવામાં આવી છે : ૧. કાષ્ટમથી જિનપ્રતિમા; ૨. નિત્ય નવીન ભણાવાતી પૂજાઓ: ૩. પ્રતિમાજીઓ પરનાં બહુમૂલાં આભૂષણો. અંતે રચના સંવત પણ વિશિષ્ટ રીતે દર્શાવી છે. રચના સંવત સાંકેતિક ભાષામાં આપી છે. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાં એ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભાવે રહી ચોમાસ.” એટલે કે સં૧૮૧૭માં ત્રંબાવતી (ખંભાત) નગરીમાં એ ચોમાસું રહ્યા ત્યારે આ ચૈત્યપરિપાટી લખવામાં આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy