________________
પ્રીતિ પંચોલી
Vol. III - 1997-2002
તેના ફલ સ્વરૂપ સંસારમાં અપુનરાવૃત્તિ.
બીજા શ્લોકમાં અપાયરહિત અને મુક્ત થયેલા અવ્યક્ત તત્ત્વરૂપે સ્તુતિ કરી છે. પ્રારંભના બન્ને શ્લોકોમાં કવિએ અહંના ચાર અતિશયોમાંથી પૂજાતિશય (અત) અપાયનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે.
છઠ્ઠા શ્લોકમાં કવિએ નેમિનાથને શંભુ, સ્વયંભૂરૂપે પણ નિરૂપ્યા છે. સાતથી દસ સુધીના શ્લોકોમાં કવિનો ભક્તહૃદયનો ઉત્કૃષ્ટ આર્તનાદ સંભળાતો રહે છે. છેવટે કવિએ જે પુણ્યપ્રતાપે ભગવાનનાં દર્શન થયાં તે જ પુણ્યને પ્રાપ્ત કરવાના મનોરથ સેવ્યા છે.
Jain Education International
(૩)
ગિરનારસ્થ નેમિનાથને લગતું આ અજ્ઞાત કર્તૃક સ્તવ માત્ર છ જ પદ્યમાં અને દ્યુતવિલંબિત વૃત્તમાં નિબદ્ધ છે. કવિએ કર્ણપેશલ પ્રાસાનુપ્રાસનો સમસ્ત સ્તવમાં પ્રયોગ કર્યો છે, તેમ ચરણાંત અનુસ્વારનો પણ પ્રયોગ કર્યો છે, જે મધ્યકાળની આવી ઘણી કૃતિઓમાં જોવા મળે છે. ચોથા ધ્રુવપદરૂપે રહેલા ચરણને છોડીને પ્રત્યેક પદ્યમાં ચરણાંત અનુસ્વારનો પ્રાયઃ પ્રયોગ થયો છે. રચના સરસ છે અને કંઠસ્થ થઈ શકે તેવી છે. સમયની દૃષ્ટિએ જોતાં કવિ અને એથી કૃતિ ઉત્તર-મધ્યકાલીન હોવાનો સંભવ છે.
૧૭૧
For Private
Personal Use Only
www.jainelibrary.org