SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ જિન અરિષ્ટનેમિ સંબદ્ધ ત્રણ અપ્રકાશિત સ્તવ પ્રીતિ પંચોલી (રૂ.) મુનિવર પુણ્યવિજયજીના સંગ્રહમાંથી અલગ અલગ ત્રણ કર્તાઓ રચિત ત્રણ મિનાથતવ અહી પ્રકાશનાર્થે લીધાં છે, જેના કત્તાં અનુક્રમે ,અચલગચ્છીય ઋષિવર્ધનસૂરિ, સંભવત: કલ્યાણ નામક કવિ, અને કોઈ અજ્ઞાત કવિ છે. પહેલું અને ત્રીજું સ્તોત્ર રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિને સંબોધાયેલું છે. પ્રથમ સ્તવના પ્રણેતા જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિ છે. આ સૂરિએ અતિશયપંચાશિકા અપરનામ જિનાતિશયપંચાશિકાની રચના કરેલી. તદુપરાંત તેમણે ચિતોડમાં સ. ૧૫૧૨(ઈસ૧૪૫૬)માં મુરુગુર્જર ભાષામાં નલદવદંતિરાસ પણ રચ્યો છે, જેની ગ્રંથપ્રશસ્તિ આ પ્રમાણે છે. શ્રીય અંચલગચ્છનાયક ગણધર, ગુરૂશ્રી જયકીરતિસૂરીવર જાસ નામિ નાસઈ દુરિત તાસુ સીસ ઋષિવર્લ્ડન સૂરિઈ, કીજે કવિત મને આનંદ પૂરિઈ નવરાય દવદંતી ચરિત. સંવત પનરબારોત્તર વરસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે, શ્રી સંઘ આદર અતિ ઘણઈએ એહ ચરિત જે ભણઈ ભણાવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉષ્ણવ આવઈ, નિતુનિ મંદિર તસ તણઈએ. ઋષિવર્ધનસૂરિએ સ્તુતિ-સ્તવો પણ રચેલાં છે. વંશસ્થ વૃત્તમાં ૧૦ અને છેલ્લે શાર્દૂલવિક્રીડિતમાં એમ કુલ ૧૧ પધમાં નિબદ્ધ અહીં પ્રસ્તુત એમનું રચેલું ‘નેમિનાથ-સ્તવ' પદાંત ચમકોનું એક પ્રૌઢ ભકિતકાવ્ય છે. જેના પ્રત્યેક શ્લોકનું અંતિમ યમકાંકિત ચરણ ધ્રુવપદ રૂપે રચેલું છે : યથા : नेमि स्तुवे रैवत केतके तके ॥१॥ પ્રસ્તુત ચરણથી આ સ્તવ રેવતાચલસ્થ ભગવાનું અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલું જણાય છે. સ્તોત્રમાં યમકોનો પ્રયોગ થયેલો હોઈ સંપૂર્ણ ભાવાર્થ પ્રાપ્ત કરવા માટે વૃત્તિ અથવા અવચૂરિની પ્રાપ્તિ થવી આવશ્યક છે. ૧૧મા, એટલે આખરી પધમાં, કર્તાએ સ્વગચ્છનું તો નામ નથી આપ્યું પણ પોતાનું તથા ગુરુનું નામ જણાવ્યું છે. તેઓ જયકીર્તિના શિષ્ય ઋષિવર્ધન હતા. (જયકીર્તિસૂરિ અંચલગચ્છના હતા અને મોટે ભાગે તેઓ સુપ્રસિદ્ધ મેરૂતુંગસૂરિની પરંપરામાં થઈ ગયા હતા.) પ્રસ્તુત રચના વિધિપક્ષ-અંચલગચ્છના ત્રષિવર્ધનની (અને એથી પ્રાય: ૧૫મા શતકની મધ્યભાગના અરસાની) હોવાનું સ્પષ્ટ છે, અને તે બુરહાનપુરમાં મુનિ સહસસુંદરના પઠન માટે લખાઈ હોવાની નોંધ પ્રતને અંતે લેવાઈ છે. (આ પ્રત ઈસ્વી ૧૬મા સૈકાની હોવાનો સંભવ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy