SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીશ્વર વસ્તુપાલ પ્રણીત શ્રીકપર્દિયક્ષરાજસ્તોત્ર' અમૃત પટેલ સરસ્વતી ટેલિકલામરાલ, ગૂર્જરસચિવ શ્રીવસ્તુપાલની આ અપ્રસિદ્ધ લઘુકૃતિ છે. અનુપ્રાસવ્યતિરેક-(પદ્ય ૩જું, ૪થુ), અર્થાતરન્યાસ યમક (૪), અપહૂનુતિ (પદ્ય ૫), આક્ષેપ (પદ્ય ૬), દ્વિતીય ઉલ્લેખ (પદ્ય ૭), યમક (પદ્ય ૯મું) વગેરે અલંકારોથી ઉજ્જવલ પ્રસ્તુત સ્તોત્ર, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સમૃદ્ધ હસ્તપ્રતભંડારમાં (ભેટસૂચિ નંબર ૪૩૩૧૦) વિક્રમ સંવત ૧૩૫૭ઈસ્વીસન્ ૧૩૦૧માં લખાયેલ પ્રતના અંતિમ પત્રમાં મહામાત્ય વસ્તુપાલ વિરચિત પુષ્ય શરીરથી શરૂ થતું અંબિકાદેવીનું સ્તોત્ર છે. તેની સાથે જ લખાયેલું છે. પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજયગિરિની યાત્રા કર્યા પછી શ્રીવાસ્તુપાલે કપર્દિયક્ષનું મંદિર બનાવવાનું શરૂ કર્યું ત્યારે મંદિરના ભૂમિખનન સમયે એક સર્પ નીકળ્યો. લોકો એકઠા થઈ ગયા. સમાચાર સાંભળીને વસ્તુપાલ પણ ત્યાં આવ્યા અને કપર્દિયક્ષની સ્તુતિ કરી. चिंतामणि न गणयामि न कल्पयामि---- અને કપર્દિયક્ષ પ્રસન્ન થયા. પ્રસ્તુત સ્તુતિમાં વસ્તુપાલનું નામ કર્તા તરીકે ઉલ્લિખિત નથી : પરંતુ ઉપર્યુક્ત ઘટના અને અંબિકાસ્તોત્રની સાથે જ આ કપર્દિયક્ષરાજસ્તોત્ર લખાયેલ છે તથા અંબિકાસ્તોત્ર અને પ્રસ્તુત સ્તોત્રમાં રહેલ શૈલી સામ્ય અને શબ્દસામ્ય પ્રસ્તુત સ્તોત્ર વસ્તુપાલની જ રચના હોવાનું સિદ્ધ કરે છે. બન્ને સ્તોત્રમાં વસંતતિલકા છંદોબદ્ધ ૧૦-૧૦ પદ્યો છે. તથા વંના પ્રયોગનું શૈલીવૈશિસ્ય અંબિકા સ્તોત્રમાં પદ્ય ૬માં અને કપર્દિ સ્તોત્રમાં પદ્ય ૭માં દગ્ગોચર થાય છે. અં સ્તોત્ર-પદ્ય ૮ અને કઠ સ્તોત્ર પદ્ય ૬માં ગિરનાર અને શત્રુંજય એમ બે તીર્થોની યાત્રાનો ઉલ્લેખ છે. બન્ને સ્તોત્રમાં સમાસમય પ્રાસાદિક સૌહિત્ય પણ દષ્ટિગોચર થાય છે. અનુપ્રાસ અને યમક બને સ્તોત્રમાં પ્રચુરપ્રમાણમાં છે. તથા શબ્દસામ્ય ને વિચારસામ્ય પણ ધ્યાનાર્હ છે : જેમ કે અંત સ્તોત્ર પદ્ય ૪માં दारिद्रयदुर्दमतमःशमनप्रदीपाः ક, સ્તોત્ર પદ્ય ૨માં ટ્રાચિરૌદ્રતમસંતમસ... અંડ સ્તોત્ર પદ્ય ૬ नित्यं त्वमेव जिनशासनरक्षणाय ક, સ્તોત્ર પદ્ય ૪ उल्लासनाय जिनशासनकाननस्य એ સ્તોત્ર પદ્ય ૭ “yોશ્વર-ર--મરિ-વૈરિ તુર્વર-વાર–નત્ત-વૃત્તનોર્મવા પી: | ક, સ્તોત્ર પદ્ય ૯ fધુ-સંધુર-ર-૧ર-મર-વૈરિ पारीन्द्र-पावक-भवस्य भयस्य दूरे ॥ એ સ્તોત્ર પદ્ય ૮ सकलसङ्घमनोमुदेऽस्तु ક, સ્તોત્ર પદ્ય ૧૦ सकलसङ्घमहोत्सवाय ॥ ઉપરાંત ભાષાપ્રૌઢિ, લયમાધુર્ય વગેરેની સમાનતા જોતાં પ્રસ્તુત કપર્દિયક્ષરાજ સ્તોત્ર મંત્રીશ્વર વસ્તુપાલની રચના છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy