SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાલકૃત ‘ભારતીસ્તવ” અમૃત પટેલ ગૂર્જર ચક્રવર્તી વરધવલના મહામાત્ય શ્રી વસ્તુપાલ સુજ્ઞ, પ્રાશ, વીર, ઉદારચરિત, અને શ્રદ્ધાવંત શ્રાવકરૂપે પ્રસિદ્ધ છે. તેમનાં ભક્તિભાવ, સાહસવૃત્તિ, ઉદારતા અને બુદ્ધિમત્તાને કારણે મધ્યકાલીન વિરલ વિભૂતિરૂપે તેમની ગણતરી થાય છે. તેઓ આમ મહાપુરુષ તો હતા જ, પણ સાથે સાથે વિદ્યાપુરુષ પણ હતા. એમણે માતૃપક્ષીય ગુરુ માલધારી (હર્ષપુરીય) ગચ્છીય નરચંદ્રસૂરિજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. વ્યાકરણ, કાવ્ય અને સાહિત્યનાં ઊંડાં અધ્યયન-મંથનના પરિપાકરૂપે એમણે નરનારાયણાનંદ નામક મહાકાવ્યનું સર્જન કરેલું. તો ભક્તિભાવના ઉદ્રકની, અભિવ્યક્તિની સાક્ષી દેતાં તેમણે કેટલાંક સ્તોત્રો પણ રચેલાં જેમાંથી અદ્યપિ ૪ ભાવવાહી સ્તોત્રો પ્રાપ્ત થયાં છે : ૧. નવ્વા મનુષનYથી આરંભાતું, શત્રુંજયાધીશને સંબોધતું મનોરથમય આદિજિન સ્તોત્ર (પદ્ય ૧૨) જે નરનારાયણાનંદ મહાકાવ્ય પ્રકાશનના પરિશિષ્ટરૂપે સંપાદકે સમાવિષ્ટ કર્યું છે. ૨. પુષ્ય શરીરશાસથી પ્રારંભ પામતું ઉજ્જયંતગિરિસ્થ ભગવતી અંબિકાને ઉદ્ધોધતું અંબિકાસ્તોત્ર (પદ્ય ૧૦), જે જૈનસ્તોત્રસમુચ્ચય ભાગ અંતર્ગત પ્રકાશિત થયું છે. ૩. નયત્રસમસંયમ થી શરૂઆત પામતું રેવતાદ્રિમંડનનેમિજિન સ્તવન (પદ્ય ૧૦) ૪. ન છૂત સુત વિચિત્ થી આરંભ થતી આરાધના (શ્લોક પદ્ય ૧૦) અને અહીં પ્રસ્તુત વ્યોમવ્યાર્વિન મહિનાથી શરૂ થતું સ્તોત્ર તે ભારતીસ્તવ (પદ્ય ૯)' તે એમનું પાંચમું સ્તુતિ-કાવ્ય છે. પ્રસ્તુત ભારતીસ્તોત્રની એક પત્રની પ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર અમદાવાદના હસ્તપ્રતસંગ્રહમાં ભેટ-સૂચિ ક્રમાંક ૪૭૮૯૭ ઉપર છે. તેનું પરિમાણ ૨૬.૨ x ૧૧.૨ સે. મી. છે. તેની લિપિ, ‘ભલે મીંડુનું ચિહ્ન તથા પોલાં અનુસ્વાર ચિહ્નો પ્રતની પ્રાયઃ ૧૫મા શતક જેટલી પ્રાચીનતા દર્શાવે છે. આ નવપ્રાપ્ત સ્તોત્ર પણ ઉપર કથિત ૪ સ્તુત્યાત્મક કૃતિઓની જેમ જ ભાવવાહી અને કાવ્યમય સંગુફનથી હૃદયમાં ભક્તિ-ઊર્મિઓને સહજ તરંગિત કરી દે છે. એક નોંધપાત્ર હકીકત એ છે કે ત્રણેય સ્તોત્રોમાં અંતિમ પદ્યમાં “વ ગૂર્જરવત્તિવિવ: શ્રીવાસ્તુપાત: કવિ:” સરખી મુદ્રાંકિત પંક્તિ આવે છે, જેથી રચયિતા વસ્તુપાલ મંત્રી જ હોવા વિશે કોઈ જ શંકા રહેતી નથી. અંબિકાસ્તોત્ર વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે, જ્યારે આદિનાથસ્તોત્ર તથા અહીં પ્રસ્તુત નવું સ્તોત્ર શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં ઢાળેલાં છે. છંદ તથા ભાવને અનુરૂપ “વ્યોમવ્યાર્વિન મદક્ષા ટૂર વિશa”- જેવી પંક્તિઓમાંથી સરસ છંદોલય પ્રગટ થાય છે. તથા “નાનૈસુરીશ્વશિર ઋોટીરોટીuખા-જેવી પંક્તિઓમાંથી અનુપ્રાસનો ઘોષ રમણીય રીતે નિષ્પન્ન બને છે. છતાં પ્રાસનો ત્રાસ ક્યાંય કર્ણગોચર થતો નથી. બલકે એવું ! ચન્દ્રકૌતિલાતિતધુનીધીતે—ધામો શ્વતં-જેવી પંક્તિઓથી પદ્યની પ્રાસાદિકતા વધી છે. અને હૃદયંગમ ભાવભંગીને તરલિત કરતા ઉપમા, ઉભેક્ષા વગેરે અલંકારો પ્રસ્તુત સ્તોત્રના ભૂષણ બન્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy