SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ માંડલનાં જિનાલયોની ધાતુપ્રતિમાઓના લેખો લક્ષ્મણભાઈ ભોજક માંડલ. મધ્યકાલીન મૅડલીગ્રામમાં સોલંકીયુગમાં કેટલાંક જિનાલયો બંધાયેલાં જે સૌનો મુસ્લિમ આક્રમણો દરમિયાન સંપૂર્ણ વિનાશ થઈ ચૂકયો છે. વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતાં ત્રણ દહેરાસરો આધુનિક યુગમાં બંધાયેલાં છે, તેમાંનાં શાંતિનાથ-દહેરાસર અને મોટા દહેરાસરની ધાતુમૂર્તિઓ ઉપરના લેખો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. તેમાં કોઈ કોઈ મૂર્તિ ઉપર ૧૩મી સદીના લેખ છે પરંતુ તે પૂરા વંચાતા ન હોઈ છોડી દીધા છે. બાકીના છે તેમાં મોટા ભાગના ઈસ્વીસનની ૧૫મી શતાબ્દી અને કોઈ કોઈ સોળમી શતાબ્દીના તુલ્યકાલીન છે, જે બધા અહીં પ્રકાશિત કરવામાં આવે છે. પહેલાં શાંતિનાથના દહેરાસરના લેખો જોઈશું. r ( ૧ ) પાટણના શ્રીમાલજ્ઞાતિના શ્રાવકાદિએ સં ૧૫૦૭ / ઈ સ૰ ૧૪૫૧માં ભરાવેલ પાર્શ્વનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમાની વૃદ્ધતપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી હોઈ તે મહત્ત્વની છે. सं० १५०७ वर्षे वैशाष वदि पत्तनवास्तव्य श्रीश्रीमालज्ञा० व्य० वाघा० भा० टबकू गाधा-जावडपुत्राभ्यां भली-झलीपुत्रीभ्यां युतेन बाई भली नाम्न्या स्वभर्तुर्मं० समधर श्रेयसे श्रीपार्श्वबिंबं कारितं प्र० श्री वृद्धतपापक्षे श्री रत्नसिंहसूरिभिः ||श्रीः ( ૨ ) તીર્થંકર ધર્મનાથની ચતુર્વિંશતિપટ્ટયુકત આ ધાતુપ્રતિમા પણ પાટણના શ્રાવક-શ્રાવિકાદિએ ભરાવેલી છે. લેખ સં૦ ૧૫૦૯ / ઈ સ ૧૪૫૩નો છે. પ્રતિષ્ઠાપક આચાર્ય પિપ્પલગચ્છના ઉદયદેવસૂરિ છે. संवत १५०९ वर्षे ज्येष्ठ बदि ९ ऊकेश श्रीश्रीमालज्ञातीय श्रे० घेता भा० घेतलदे भ्रातृव्य आसापांचा भा० डाही द्वि० भा० वाल्ही सुत जूठा-शाणा- जिणदासै सर्वपूर्वजश्रेयोर्थं श्रीधर्मनाथप्रमुखचतुर्विंशतिपट्टः कारितः प्रतिष्ठितः पिप्पलगच्छे भट्टा० श्री उदयदेवसूरिभि: शुभं भवतु ॥ શ્રી:ડા પત્તનવાસ્તવ્ય || (દ ) આ પંચતીર્થી ધાતુપ્રતિમા પણ પાટણના જ શ્રાવક-શ્રાવિકાઓએ ભરાવેલ છે. ભરાવનાર શ્રીશ્રીમાલજ્ઞાતિના ગાંધીકુટુંબના છે. પ્રતિમા જીવિતસ્વામી શીતલનાથની છે અને તે પૂર્ણિમાપક્ષના ભીમપલ્લીય જયચન્દ્રસૂરિના ઉપદેશથી સં ૧૫૨૩ / ઈ સ૦ ૧૪૬૭માં ભરાવવામાં આવી છે. संवत् १५२३ वर्षे वैशाष बदि १ सोमे श्रीश्रीमालज्ञा० गांधी जावड भा० गुरी सुत धना द्वि० भा० हर्षादेनाम्न्या सु० शंकर-श्रीदत्त सहितया स्वपुण्यार्थं जीवितस्वामि- श्रीशीतलनाथबिंबं का० पूर्णिमापक्षे भीमपल्लीय श्रीपार्श्वचन्द्रसूरिपट्ट श्री जयचंद्रसूरिणामुपदेशेन प्रतिष्ठितं श्रीपत्तनवास्तव्य ॥ (૪) પ્રાગ્ધાટ જ્ઞાતિના કુટુંબે સંભવનાથની ચતુર્વિંશતિપટ્ટ યુકત આ ધાતુપ્રતિમા સં૰ ૧૫૪૧ / ઇ સ૦ ૧૪૮૫માં Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy