SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? મધુસૂદન ઢાંકી તારંગપર્વત-અલંકરિષ્ણ દ્વિતીય તીર્થંકર અજિતનાથનું મહાચૈત્ય ચૌલુક્યપતિ ગૂર્જરેશ્વર કુમારપાળે કરાવેલું તેવી નિર્મન્થ-દર્શનના શ્વેતામ્બર સમ્પ્રદાયમાં પરંપરાથી, એવં જૂનાં લેખનોના આધારે, માન્યતા ચાલી આવી છે. નિર્ચન્વેતર વિદ્વાનો પણ તે માન્યતાને ઐતિહાસિક તથ્ય રૂપે આજ દિવસ સુધી સ્વીકારતા આવ્યા છે; પરન્તુ તાજેતરમાં સ્વાધ્યાયમાં મહાનામ ૨૦ ના મહેતા/ક. વ્રશેઠના સહલેખનયુક્ત અજિતનાથ, અભયદેવ અને તારંગા” નામક અભ્યાસપૂર્ણ લેખ પ્રકાશિત થયો છે તેમાં ઉપરકથિત પરિપાટિગત માન્યતાનું ખંડન કરી, તેને સ્થાને અભિનવ, ઉપલક દૃષ્ટિએ તર્કપુર:સર, સ્થાપનાઓનું મંડન થયું છે; અને તદન્તર્ગત કેટલાંક આશ્ચર્યકારક એવું અશ્રુતપૂર્વ વિધાનો પણ દૃષ્ટિગોચર થાય છે. વિદગ્ધ અને પ્રાંજલ પ્રૌઢીમાં નિબદ્ધ આ માતબર લેખથી વિદ્વદ્ધયના આગવા અભિગમ, પદ્ધત્યાધિગમ, અને વિશિષ્ટ પૃથક્કરણ-પ્રણાલીનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. આ ચિત્તનીય લેખનથી લેખકો ગુજરાત-વ્યાપ્ત વિદ્ધજગતના સાધુવાદને પાત્ર સહેજે બની જાય છે. આ વિખ્યાત વિદ્ધવર્યોના નવતર તારતમ્યોમાંથી સહસા ઉદ્દભવતા પ્રકાશપુંજથી અંજાઈ જતી આંખો ફરીને દેખતી થાય ત્યારે તે સમગ્ર વિષય પર સ્વસ્થ ચિત્તે અને ગંભીરતાપૂર્વક વિચારવું આપોઆપ આવશ્યક બની જાય છે. લેખકોની યુક્તિઓ અને નિષ્કર્ષોને પ્રથમ તેમના શબ્દોમાં ઉદ્ધત કરી, તે પર ક્રમવાર, એવે સમીક્ષાત્મક, વિચારણા ચલાવવા સાંપ્રત શોધ-લેખનો ઉદ્દેશ છે. લેખારંભે જે જે પૂર્વ લેખકો મંદિરને “કુમારપાળ વિનિર્મિત” હોવાનું માનતા હતા તેમાંથી ચારેકના લેખાદિની સૂચિ આપ્યા બાદ વિદ્વાનુ લેખકોએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું છે. અહીં તેમનાં સારગર્ભ કથનોને એક એક કરીને લઈ, તેમાં ઉપસ્થિત કરેલા (તેમ જ તેનાથી ઉપસ્થિત થતા) મુદ્દાઓ પર, ક્રમશઃ વિચાર્યું છે. ૧. લેખકો કહે છે : “તારંગાનો અજિતનાથ ચૈત્ય [sic] અથવા દેરાસર તેની ભવ્યતા, સચવાયેલી પરિસ્થિતિ* અને કુમારપાળે તે બાંધ્યો [sic] હોવાની પરંપરાને લીધે માત્ર જૈનોમાં જ નહીં પરંતુ વિશ્વમાં જૈનોના ધાર્મિક સ્થાપત્ય તરીકે જાણીતો [sic] અને ભારતીય સ્થાપત્યના ઇતિહાસમાં પશ્ચિમ ભારતની વિશિષ્ટ શૈલીનો સારો નમુનો ગણાય છે.” “.......પરમ માહેશ્વર તથા પરમ અહંત [sic] તરીકે સુપ્રસિદ્ધ રાજવી કુમારપાળ આશરે વિસં. ૧૨૦૦ થી ૧૨૩૦ (આશરે ઈ. સ. ૧૧૪૪થી ૧૧૭૪) સુધી શાસન કરતો હતો. આ પરમ અહત [sic] રાજાએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે અજિતનાથનો ચૈત્ય [sic] બંધાવ્યાની માન્યતા વિસં. ૧૩૩૪ (ઈ. સ. ૧૨૭૮)થી [sic] પ્રભાવકચરિતમાં નોંધેલી પ્રાપ્ત થાય છે. આ પરંપરામાં ઘણું બળ છે.” અવલોકન :- વિદ્વદૂદ્ધયની વાત સાચી છે કે પરમહંતુ કુમારપાળે પ્રસ્તુત જિનાલય બંધાવેલું તે પરંપરામાં ઘણું બળ છે.” મુનિ જિનચન્દ્રની પ્રાકૃત ભાષા અને ઉપજાતિ છન્દમાં નિબદ્ધ એક વિવિધતીર્થસ્તુતિ જાણમાં છે, ત્યાં પણ ઉપર્યુક્ત માન્યતાનું સમર્થન છે' : યથા : उत्तुंगपासायवडिंसरूवं कुमाररण्णो किरमुत्तपुण्णं । सिरिअजिअसामी पयसुप्पवित्तं तित्थं जयउ तारणदुग्गयंमि ॥ __-विविधतीर्थस्तुति २१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy