SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ધર્મીઓના પાલન અને પ્રત્યેક ધર્મના ઇષ્ટદેવો પ્રતિ આદર દેખાડવાનો હોય છે. પણ ગૃહસ્થ સંબદ્ધ દાખલાઓ——એક અપવાદ સિવાય——વસ્તુતયા જૈન સન્દર્ભમાં જાણમાં નથી. પૂર્ણિમાગચ્છના મુનિરત્નસૂરિના અમમસ્વામિચરિત (ઈ સ૰ ૧૧૬૯)ની પ્રાન્તપ્રશસ્તિમાં કુમારપાળના મહામૌહુર્તિક રુદ્રના પુત્ર મન્ત્રી નિર્નયભટ્ટ ભૂદનનો જૈન શ્રાદ્ધ (શ્રાવક)ની જેમ જિનેન્દ્ર શાસનની ઉન્નતિ અર્થે ધનવ્યય કરનાર વિપ્રરૂપે ઉલ્લેખ છે. યથા : - श्रीरुद्रस्य कुमारभूपतिमहामौहूर्त्तिकस्यात्मजो मंत्री निर्नय इत्युदात्तचरितो विप्रोऽपि सुश्राद्धवत् । भट्टः भूदनसंज्ञितश्च सुगुरोस्तस्यैव बोधाब्धधात् सार्द्धं येन जिनेंद्रशासनधनौन्नत्यं धनस्य व्ययात् ॥ અને આ દાખલાના આધારે તો દ્રૌપદીસ્વયંવરનાટકના રચિયતા એવં જૈન પૌષધશાલા બંધાવનાર સિદ્ધપાલને પણ પુરાણમાર્ગી ઘટાવી શકાય. ફરક (યા વાંધો) એટલો જ છે કે અમમચરિતના પ્રશસ્તિકારે જિનશાસન પરત્વે સહાનુભૂતિ હોવા છતાં ત્યાં તેમને બ્રાહ્મણ જ અને શ્રાદ્ધ નહીં, શ્રાદ્ધવત્ એટલે કે જૈન શ્રાવકવત્ હોવાનું કહ્યું છે, સ્વીકાર્યું છે. જ્યારે કવિરાજ શ્રીપાલ કે કવિ સિદ્ઘપાલ (કે વિજયપાલ) વેદમાર્ગી હોવા સંબંધમાં કોઈ જ નોંધ સમકાલિક યા ઉત્તરકાલીન જૈન લેખકોએ લીધી નથી ! આથી કવિ શ્રીપાલનો વાદીન્દ્ર દેવસૂરિ એવં હેમચન્દ્રાચાર્ય સાથેનો અનુરાગપૂર્વકનો સંબંધ, દેવસૂરિ-કુમુદચન્દ્રના સિદ્ધરાજની સભાના વાદ પ્રસંગે નાગર મન્ત્રી ગાંગિલ તેમ જ (સરસ્વતીપુરાણકાર) કેશવ અને એ જ નામધારી બે અન્ય બ્રાહ્મણ પંડિતોની જેમ કુમુદચન્દ્રનો પક્ષ લેવાને બદલે દેવસૂરિ પક્ષે રહેવાનું પસંદ કરવું, કુમારપાળની ઉજ્જયન્તગિરિ-શત્રુંજયગિરિની યાત્રામાં કવિનું શામિલ થવું, ચતુર્વિશતિજિનસ્તવની જન્મજાત જૈન કવિની જેમ જ રચના કરવી, ભાગવત દેવબોધ દ્વારા કવિની નિર્દય નિર્ભત્સના, કવિવરના બન્ધુ શોભિતની ખાંભીની સ્થાપના પાટણના કોઈ શિવમન્દિરના પ્રાંગણમાં થવાને બદલે, અને જો અર્બુદાચલ પરના દેવકુલગ્રામમાં જ કોઈ કારણસર એને થાપવાની હતી તો ત્યાંના જ પ્રસિદ્ધ અચલેશ્વરના પુરાતન મંદિરના પરિસરમાં ન થતાં વિમલવસહીમાં કેમ સ્થાપી એ બધા પ્રશ્નોનો શ્રીપાલને અને તેના પરિવારને જૈન કલ્યા સિવાય સંતોષજનક ઉત્તર મળી શકતો નથી. શોભિતને શ્રી પંડ્યા જૈન હોવાનું કહે છે તેનું કારણ તો એના અભિલેખમાં જ એને નાભેય (જિન ઋષભ)ના પદપંકજનો ભ્રમર કહ્યો છે એ હોઈ શકે; પણ એ જ લેખમાં તેને વિષ્ણુ સાથે ને પત્ની શાન્તાને લક્ષ્મી સાથે સરખાવ્યાં છે અને પુત્ર શાંતકને પ્રદ્યુમ્ન કહ્યો છે તેનું શું ? પકડ જ કરવી હોય તો એમ કહી શકાય કે આવી ઉપમાઓ તો બ્રાહ્મણધર્મીને જ ઘટી શકે, જૈનને નહીં. મને લાગે છે કે સોલંકીકાલીન જૈન સમાજને, સોલંકીયુગની સંસ્કૃતિ, સંસ્કાર અને તે કાળે સર્જાયેલ જૈન સાહિત્યની સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો શ્રીપાલ, સિદ્ધપાલ, કે વિજયપાલ જૈન નથી અને વેદમાર્ગી છે તેવો આગ્રહ કે સ્થાપના કરવા કે તારતમ્ય દોરવા પ્રેરાઈશું નહીં. એમ કહેવા માટે તો તદ્દન સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે; અને એવાં પ્રમાણો મળે તો શ્રીપાલપરિવારના કુલધર્મ વિષે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે. Jain Education International ૮૩ વિદ્વપુંગવ પંડ્યાનો લેખ વિચારણીય હોવા ઉપરાન્ત એમની આરપાર જતી નજર એવં આગવા અભિગમને સરસ રીતે પ્રકટ કરે છે. આવા ધ્યાન ખેંચે તેવા અભ્યાસપૂર્ણ, ચર્ચભૂષિત, એવું ચર્ચાકર્ષક લેખન માટે તેઓ સોલંકીયુગના ઇતિહાસના અભ્યાસીઓ તરફથી સાધુવાદને પાત્ર સહેજે જ બની જાય છે. ખોજપ્રક્રિયામાં તાલીમ અર્થે આવા લેખોની ઉપયુક્તતા અપ્રશ્નીય બની રહે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy