SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ મધુસૂદન ઢાંકી Nirgrantha (પરબ્રહ્મ)ની સ્તુતિ છે, જિનેન્દ્રની નહીં. કાશ્મીરી મહાકવિ બિલ્હણે પોતાના જૈન પ્રશ્રયદાતુ સામ્નમંત્રી કારિત શા—ત્સવગૃહ (સાન્ત-વસહિકા ?)માં આદિનાથની રથયાત્રાના ઉત્સવ પ્રસંગે ભજવવા કર્ણસુન્દરીનાટિકા રચેલી અને તેમાં નાંદીના શ્લોક રૂપે જિનસ્તુતિ છે. એથી કરીને બિલ્ડણ જૈન હોવાનું કોઈ જ કહેતું નથી ! તેમ છતાં વિજયપાલ મૂળે જૈન હોય, ને જૈનધર્મ છોડી માહેશ્વરી બન્યા હોય તો તે પણ અસંભવિત નથી. વાઘેલાયુગના મધ્યમાં આવા કોઈ કોઈ દાખલાઓ બન્યાનું નોંધાયું છે. (૨) શ્રીયુત પંડ્યા આગળ વધતાં લખે છે : “વિજયપાળના પિતામહ શ્રીપાલ પણ હિન્દુ હશે એમ એમણે રચેલી “વડનગરપ્રાકારપ્રશસ્તિ'ને આધારે કહી શકાય એમ છે"૨૫. ““શ્રીપાલે રચેલી વડનગરપ્રાકારપ્રશસ્તિ'ના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કરી પ્રથમ શ્લોકમાં એમની સંકલ્પશક્તિને પ્રણામ કર્યા છે. આ જ પ્રશસ્તિના અઢારમા શ્લોકમાં ગણેશનો અને શત્રુમંડળનો સંહાર કરનાર દેવીમંડળનો પણ ભાવપૂર્વક ઉલ્લેખ છે. પંદરમા શ્લોકમાં ચંડીનું રક્ત પીને પ્રસન્ન થતાં દેવી તરીકે ઉલ્લેખ છે. વીસમાં અને એકવીસમા શ્લોકમાં અનુક્રમે બ્રહ્માજીએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઊભા કરેલા યજ્ઞથંભોનો અને બ્રાહ્મણોના અવિરત વેદઘોષનો ઉલ્લેખ છે. શ્લોક ૧૪મામાં પૃથ્વીનો ઉદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન વિષ્ણુ સાથે સરખાવ્યા છે. જયારે કુમારપાલને સ્વર્ગમાંથી ઊતરેલા હરિ સાથે સરખાવ્યા છે. શ્લોક ૨૩માં વડનગરના બ્રાહ્મણો યજ્ઞો વડે દેવોનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક તથા પૌષ્ટિક કર્મ વડે ભુવન અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે એવો બ્રાહ્મણને માટે આદરભર્યો ઉલ્લેખ છે. કવિ પ્રશસ્તિમાં વારંવાર બ્રાહ્મણોના વેદઘોષનો ઉલ્લેખ કરે છે અને શ્લોક ૨૪માં આ કિલ્લાની રચના બ્રાહ્મણોના રક્ષણ માટે કરવામાં આવી હોવાની નોંધ કરે છે. આ કોટ અમર રહો,” એવી અભિલાષા પ્રગટ કરતાં કવિ અંત ભાગમાં પૃથુ અને સગર રાજાના અશ્રુષ્ણ યશનો ઉલ્લેખ કરે છે જે એનું પુરાણકથાઓનું જ્ઞાન પ્રગટ કરે છે. “આમ સમગ્ર પ્રશસ્તિનું અનુશીલન કરતાં એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે કવિને બ્રાહ્મણો માટે ઊંડો આદર છે અને બ્રાહ્મણધર્મ તથા હિન્દુપુરાણો સાથે એને ઘનિષ્ઠ નાતો છે. હિન્દુ ધર્મના દેવદેવીઓનો પણ તે એમના પૌરાણિક સંદર્ભો સાથે સાદર ઉલ્લેખ કરે છે. વારંવાર એનું ધ્યાન બ્રાહ્મણો અને એના વેદઘોષ તરફ વળે છે એટલે કવિ હિન્દુધર્મ પાળતો હોવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે. વડનગરપ્રાકારપ્રશસ્તિ' લેખ કુમારપાલે વડનગર ફરતો કિલ્લો બંધાવ્યો તેને લગતી અર્થાત નાગરિક સ્થાપત્યને લગતો વિ પ્રશસ્તિલેખ છે, ધાર્મિક સ્થાપત્યને લગતો નહિ. આથી અહીં નાગરબ્રાહ્મણોનું કે હિન્દુ દેવદેવીઓનું આટલું સંકીર્તન કરવાની કવિને કોઈ અનિવાર્ય આવશ્યકતા ન હતી. દા. ત. સોમેશ્વર પોતે બ્રાહ્મણ પુરોહિત હોવા છતાં આબુ ઉપર તેજપાલે બંધાવેલા નેમિનાથચૈત્યની પ્રશસ્તિ રચતાં મંગલાચરણમાં તથા અંતમાં નેમિનાથની સાદર સ્તુતિ કરે છે તે એ સ્થાપત્ય ધાર્મિક હોઈ ત્યાં આવશ્યક ગણાય. એવી રીતે વસ્તુપાલે રચેલા “નરનારાયણાનંદ’માં પણ મહાકાવ્યના નાયક તરીકે શ્રીકૃષ્ણની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે.” શ્રી પંડ્યાએ ઉઠાવેલ આ મુદ્દો પણ પહેલી દષ્ટિએ ધ્યાન ખેંચે તેવો જ નહીં, જચી જાય તેવો પણ લાગે છે. પણ કવિવર્ણિત વિભાવો મરુગૂર્જર નાગરિક વાસ્તુશાસ્ત્રના દુર્ગવિધાનના પરિપ્રેક્ષ્યમાં તો બરોબર બંધબેસતા થાય છે. દુર્ગનો હેતુ સંરક્ષણનો અને એથી વીર અને રૌદ્ર રસનો છે, જિનેશ્વર-યોગ્ય પ્રશમરસને ત્યાં સ્થાન નથી. એથી જ તો દુર્ગની પ્રતોલી-પુરદ્વારમાં કોઇકનાં ખત્તકો પર વિઘ્નહર્તા વિનાયક તેમ જ ભૈરવ, ચણ્ડિકા, કાત્યાયિની આદિ ઉગ્ર દેવતાઓની મૂર્તિઓ તેમજ અંદરની ભિત્તિઓ પર માતૃકાદિનાં રૂપો કંડારવામાં આવે છે. ઝીંઝુવાટક (ઝીંઝુવાડા) તેમજ દર્ભાવતી (ડભોઈ)ના ૧૨મી-૧૩મી શતાબ્દીના સોલંકી એવે વાઘેલાકાલીન પુરદ્વારના નિરીક્ષણથી આ વાત સ્પષ્ટ બનશે. કવિ જૈન ઉપાસક હોય તો પણ લૌકિક Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy