SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ vol. II. 1996 શ્રીપાલ-પરિવારનો કુલધર્મ (તદતિરિક્ત શ્રીપાલની વર્તમાને અપ્રાપ્ય કાવ્ય-કૃતિઓમાંથી ચૂંટી કાઢેલાં પડ્યો જલ્પણની સૂક્તિમુક્તાવલી (ઈસ્વી ૧૨૪૭-૬૦) તેમ જ શાર્ગધર કૃત શાર્ગધરપદ્ધતિ (આ૦ ઈસ૧૩૬૩) અંતર્ગત મળે છે; પણ પ્રસ્તુત સંક્તિઓનો તો શુદ્ધ લલિત સાહિત્યના ક્ષેત્રમાં સમાવેશ થતો હોઈ સાંપ્રત ચર્ચામાં તેની ઉપયુક્તતા નથી.) (૫) શ્રીપાલપુત્ર સિદ્ધપાલે પૌષધશાળા બંધાવેલી; અને તેમાં વાસ કરીને બૃહદુગચ્છીય વિજયસિંહસૂરિ શિષ્ય સોમપ્રભાચાર્ય સં. ૧૧૪ ઈ. સ. ૧૧૮૪માં જિણધમ્મપડિબોહોજિનધર્મપ્રતિબોધ નામે કુમારપાળની જૈન ગાઉથ્યધર્મ-શિક્ષાદીક્ષા સમ્બન્ધની હકીકતને કેન્દ્રમાં રાખીને ઉપદેશાત્મક ગ્રન્થ રચેલો, સિદ્ધપાલની કોઈ અખંડ કતિ પ્રાપ્ત નથી. પણ તેની લુપ્ત કૃતિનાં, ઉજજયન્તગિરિતીર્થ સમ્બદ્ધ બેએક પદ્ય સોમપ્રભાચાર્યે ઉદ્ધત કરેલાં છે". (૬) શ્રીપાલ-બધુ શોભિતના સ્વર્ગગમન પશ્ચાતની, તેના સ્મારક રૂપની, અર્બદ પર્વત પર દેલવાડાગામની વિખ્યાત વિમલવસહીના પશ્ચાત્કાલીન બલાનક-મંડપમાં રાખવામાં આવેલ મિતિવિહીન પ્રતિષ્ઠાક, ખાંભીરૂપી, પ્રતિમા. (૭) સિદ્ધપાલપુત્ર કવિ વિજયપાલની એક માત્ર કૃતિ દ્રૌપદીસ્વયંવર (નાટક) ઉપલબ્ધ છે. આટલાં સ્રોત તો સમકાલિક છે; પણ કવિવર શ્રીપાલના જીવન વિષે કંઈક વિશેષ અને નવીન હકીકતો રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવક ચરિત (સં. ૧૩૩૩/ઈસ. ૧૨૭૭) તથા નાગેન્દ્રગચ્છી મેરતુંગાચાર્યના પ્રબન્ધચિન્તામણિ (સં. ૧૩૬૧/ઈ. સ. ૧૩૦૫) અંતર્ગત નોંધાયેલી છે. તે પછીના કાળની નોંધોમાં કોઈ ખાસ ઉપયુક્ત યા નવીન વાત નથી મળતી. હવે પ્રાયઃ ઉપરના સ્રોતોના આધારે એક એક મુદ્દા પર પંડ્યા મહોદયે જે છણાવટ કરી છે તે જોઈ તેના પર અહીં ક્રમશઃ વિચાર કરીશું. વિચારણા પ્રમાણોની જે ઉપર ક્રમવારી રજૂ કરી છે તે અનુસાર નહીં પણ શ્રીમાન પંડ્યા જે ક્રમમાં પ્રસ્તુત કરે છે તેને અનુસરીને કરીશું. (૧) “વિજયપાલના દ્રૌપદીસ્વયંવરના નાન્દી શ્લોકો અને શ્રીપાલના વડનગર પ્રાકારપ્રશસ્તિ'ના ઘણા શ્લોકો આપણને વિજયપાલ અને તેના પૂર્વજો હિન્દુધર્મી હતા એવું અનુમાન કરવા પ્રેરે છે. ‘દ્રૌપદીસ્વયંવર'ના પ્રથમ શ્લોકમાં કવિ વિજયપાલ ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું જે સુરેખ અને સસંદર્ભ વર્ણન કર્યું છે તે કવિનો આ પૌરાણિક કથાનક માટેનો ઊંડો આદર અને પરિચય પ્રગટ કરે છે”૧૯. બીજા નાન્દી શ્લોકમાં લક્ષ્મીપતિ વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. એમાં કવિનો દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ તરફનો આદર પ્રગટ થાય છે. કવિએ દ્રૌપદીસ્વયંવર' નાટકમાં ભગવાન કૃષ્ણને પણ જે રીતે કેન્દ્રસ્થાને મૂકી આપી એમના ચરિત્રને ઉઠાવ આપ્યો છે તે પણ કવિનો કૃષ્ણ તરફનો આદરાતિશય પ્રગટ કરે છે. “દ્રૌપદીસ્વયંવર”નું વાચન કરતાં કવિ જૈન હશે એમ જરા પણ લાગતું નથી. ઊલટાનું તે હિન્દુધર્મી હોવાનું વિશેષ પ્રતીત થાય છે”૨૦. આ દલીલ પ્રથમ દષ્ટિએ તો ઘણી જ પ્રતીતિજનક લાગે છે; પણ આની સામે કેટલાક મુદ્દાઓ છે. પ્રસ્તુત નાટક વેદમાર્ગી રાજા ભીમદેવ દ્વિતીયની આજ્ઞાથી પાટણના પુરાણમાર્ગી ત્રિપુરુષપ્રાસાદમાં ભજવવા માટે રચાયું હતું. આથી નાંદીના શ્લોકો તેમ જ કથાવસ્તુ પુરાણ એવું ભારતાદિ સાહિત્ય આશ્રિત હોય તે ઉચિત, સયુક્ત, અને સ્વાભાવિક છે. આવો જ એક દાખલો જૈન પક્ષે મોજૂદ છે. જેમકે ભૃગુકચ્છના શકુનિકાવિહારના ચૈત્યવાસી અધિષ્ઠાતા જયસિંહસૂરિ દ્વારા વિરચિત હમ્મીરમદમર્દન નાટક ત્યાં ભીમેશ્વર મંદિરમાં ભજવવા માટે રચાયું હતું અને તેમાં નાંદી મંગલ રૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા “જયોતિ” Jain Education International . For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy