SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 ‘‘સિદ્ધમેરુ” અપરનામ... ભરાઈ ગયા હોવાના સમાચાર મળેલા ..... શો નિધિ સ્વામિ....... ઇત્યાદિ : એજન, પૃ ૧૨) માલવયુદ્ધ પછી પરમા૨૨ાજ યશોવર્માને કેદ કરી પાટણ લાવ્યા બાદ સિદ્ધરાજે તેને રાજધાનીમાં ત્રિપુરુષપ્રાસાદાદિ. મહત્ત્વની વાસ્તુકૃતિઓ બતાવેલી, જેમાં સહસ્રગિસરનો પણ સમાવેશ તો : થયા : अथ श्रीसिद्धराजेन पत्तने यशोवर्मराज्ञस्त्रिपुरुषप्रभृतीन् सर्वानपि राजप्रासादान् सहस्त्रलिङ्गप्रभृतीनि च धर्मस्थानानि દર્શાવવા...પાણિ એજન, પૃ ૧. ૩૧ શ્રી રમણલાલ નગરજી મહેતાના સોળેક વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલા ઉપયુક્ત લેખ ‘‘સહસ્રલિંગ તળાવ’ (સ્વાધ્યાય, પુ૰ ૧૭. અંક ૪, વિ. સં. ૨૦૩૬)માં આથી વિપરીત કહેવામાં આવ્યું છે : યથા : “ઉપલબ્ધ પુરાવાઓ પ્રમાણે માલવાથી આવ્યા પછી સિદ્ધરાજે ઈ. સ. ૧૧૩૫-૩સ પછી અર્થાત્ તેની આશરે ૫૮ વર્ષની ઉંમરે આ કામ કરાવ્યું. સિદ્ધરાજ ૧૧૪૩માં, એટલે કે આ કામ શરૂ કરાવીને સાત, આઠ વર્ષે મરણ પામ્યો તેથી તેનું સહસ્રલિજ્ઞના જીર્ણોદ્ધારનું કામ સાત વર્ષમાં પૂરું થયું હોવું જોઈએ.” (મહેતા, પૃ॰ ૩૮૫) શ્રી મહેતાએ આમ કહેવા માટે (એમને પ્રાપ્ત થયાં હશે તેવાં) આધારભૂત નવીનતમ પ્રમાણો—અભિલેખીય વા સાહિત્યિક, વા બન્ને— ત્યાં ટાંક્યાં ન હોઈ હાલ તો તે વિષયમાં વિશેષ જાણી શકાય તેમ નથી. ૨૫. ત્યાં “રેવસૂરિવતિ'', ૨૭૫. ૨૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, (સં. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી), સંશોધન ગ્રંથમાલા - ગ્રંથો ૯, 'અનુશ્રુતિક વૃત્તાંનો', અમદાવાદ ૧૯૭૬, પૃ ૫૪૨. ૨૭. સોવિજય બાદ જયસિાદેવે સિદ્ધચક્રવર્તિ' બિરુદ ધારણ કર્યું હોવાનું પરિપક્વ ઇતિહાસવેત્તાઓનું અનુમાન છે. એ જ પ્રમાણે ‘મેરુ' જાતિના મહાન્ પ્રાસાદનું નિર્માણ આવા કોઈ જ્વલંત વિજય બાદ વિશેષ શોભેં તેવો તર્ક કરી શકાય. ૨૮. માત્ર રાણીવાવનાં પાડો અને અલિદ્ર-તટાકના રુપ અને નાળ આદિ જે જમીનના તળથી નીચે રહેલાં અને સરસ્વતીના મહાપુરની રેતીમાં દટાઈ ગયેલાં, તે થોડેક અંશે ાં છે. ૨૯. પ્રબન્ધચિંતામણિમાં‘‘સિદ્ધરાજાદિપ્રબન્ધ' અંતર્ગત નગર-મહાસ્થાનના જિન ઋષભ તેમ જ બ્રહ્માના પ્રાસાદોની વાત આવે છે. (પૃ. ૬૨-૬૩). ખંભાત પાસેના નગરકમાં ૧૧મી શતાબ્દીના પૂર્વ ભાગમાં મૂકી શકાય તેવી બ્રહ્મદેવ, સાવિત્રી અને (સરસ્વતી?) અને બે ઋષિ-પાર્ષદોની આરસની મૂર્તિઓનું પંચક છે. એટલે આ નગરક તે ‘નગર-મહાસ્થાન’ હશે તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગે. પણ પ્રબન્ધચિંતામણિ સમેત અન્ય મધ્યકાલીન જૈન સાહિત્યમાં ‘‘નગર’થી ‘‘વૃદ્ધનગર” વિવક્ષિત છે. પ્રબન્ધચિંતામણિ નગર-મહાસ્થાનના ઋષભ જિનાલયને ભરતકારિત કહે છેઃ અને વિશેષમાં ‘નગર’ શત્રુંજયની (અતિ પુરાતન કાળે) તળેટી હોવાનું કહે છે. આવી દંતકથાઓ અન્યત્ર જૈન મધ્યકાલીન સાહિત્યમાં વડનગર અને તેના આદિનાથ મંદિર સંબંધે જ મળે છે. જિનપ્રભસૂરિએ પણ કલ્પપ્રદીપ અંતર્ગત ૮૪ મહાતીર્થ સંબદ્ધ કલ્પમાં નારમહાસ્થાને શ્રીભરતેશ્વરતિઃ શ્રીયુાવેિવ:। એમ કહ્યું છે : જુઓ, વિવિધ તીર્થ૫ (સં૰ જિનવિજય) સિંધી જૈન ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧૦, શાન્તિનિકેતન ૧૯૩૪, પૃ૰ ૮૫) તપગચ્છીય મુનિસુન્દરસૂરિ (ઈસ્વીસનની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણૢ), રચિત શ્રીર્જિનસ્તોત્રરત્નકોશમાં પણ વૃદ્ધનગરાલદ્વાર શ્રીઋષભદેવસ્તોત્ર'માં વૃદ્ધપુરમાં ભરત ચક્રી પ્રતિષ્ઠિત આદિપ્રભુની લેય્યમયી મૂર્તિની સ્તુતિ કરી છે. (જુઓ શ્રીનૈનસ્તોત્રસંગ્રહ, દ્વિતીયો માળ, (સં૰ પં હર્ષચન્દ્ર), શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાળા, વારાણસી વી સં ૨૪ન્ન (ઈ. સ. ૧૯૧૨), પૃ॰ ૫૯). આથી પ્રબન્ધચિંતામણિમાં જે ‘નગર મહાસ્થાન'ની વાત છે તે વડનગર સંબંધિત જણાય છે અને ત્યાં વિશેષમાં બ્રહ્માનો પુરાતન પ્રાસાદ હતો તેવું સૂચન મળે છે. ૩૦. Cf H.D. Sankalia, Archaeology of Gujarat, Bombay 1941, Fig. 56. ૩૧. સન્ ૧૯૫૭ માં મેં જ્યારે તોરણોનું સર્વેક્ષણ કરેલું ત્યારે સ્કન્દની મૂર્તિવાળા તોરણના ખંડો નીચે ઉતારી નાખેલા જોયેલા. ૩૨. ઊંચાઈ લગભગ ૩૫ ૮ ૩૩ ) જેટલી છે. સિદ્ધપુરનાં તોરણોની પીઠ દબાયેલી છે, પણ વડનગરનાં તોરણોની પીઠ સિદ્ધપુરનાં દૃષ્ટાંતોથી દોઢેક ફીટ ઊંચેરી હોવાનો અંદાજ સન્ ૧૯૫૭માં મેં કરેલો તેવું સ્મરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy