SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ મધુસૂદન ઢાંકી Nirgrantha ગૂર્જર નૃપની રાજધાની (અણહિલપત્તન) સંબદ્ધ રાણક વરધવળ દ્વારા થયેલ વર્ણનમાં સહસ્રલિંગ તટાકનું સિદ્ધરાજસાગર” નામક ‘‘સર” એવું અભિધાન મળે છે અને તેના ઉપલક્ષમાં સરઢ-સત્ય-શશિર Jઇ તથા હા-સાનિજ સરખા ઉપલી વાતને પુષ્ટિ દેતા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સોલંકીકાલીન લેખકોનાં આ લેખિત પ્રમાણો લક્ષ્યમાં લેતાં સાંપ્રત વિદ્વાનોએ સહસ્ત્રલિંગ-તટાકને કાંઠે શિવની હજાર દેહરીઓ હોવાની જે કલ્પના કરી છે તે અવશ્ય સ્વીકારવા યોગ્ય છે. શ્રીમદ્ મહેતાએ તળાવ સંબંધી તળચ્છન્દનું માનચિત્ર પ્રગટ કર્યું છે. તેમાં પૂર્વ બાજુની પાળ પાસેના દશાશ્વમેઘતીર્થ અને પશ્ચિમ પાળ સમીપ ક્યાંક રહેલ શક્તિપીઠ વચ્ચેનો પરિધિ પરનો બહુ મોટો ગાળો, લગભગ ૨૫૦૦-૩૦૦૦ ફીટ જેટલો, ખાલી રહે છે : અને બરોબર ત્યાં આગળ ક્યાંક સહસ્રલિંગતીર્થ હોવાનું સરસ્વતીપુરાણ કહે છે. સહસ્ત્રલિંગ-તીર્થની ૧૦૦૮ દેવકુલિકાઓ અહીં પર–જે મૂળે બાંધેલી પાકી પાળ હશે તે પર સ્થાપેલી હશે. આ અનુલક્ષે વીરમગામના, વાઘેલા રાણક વીરમદેવના તટાક (આ. ઈ. સ. ૧૨૩૯-૪૦)નું દૃષ્ટાંત સમર્થન રૂપે ટાંકી શકાય. ત્યાં તળાવના કાંઠા અંદરની પથ્થરની પાજ પર અસલમાં લગભગ ૧૨૦ દેવકલિકાઓ હતી, જેમાંની કેટલીક તો ઠીક ઠીક સંખ્યામાં આજે પણ ત્યાં ઊભેલી છે. સંભવ છે કે ત્યાં તળાવની પાળે દેવકલિકાઓ કરવાની પ્રેરણા સહસ્ત્રલિંગના દૃષ્ટાંત પરથી મળી હોય. ફરક એટલો છે કે વિરમગ્રામમાં પાળ પર ચારે દિશામાં ફરતી દેહરીઓ હતી તેવું અનુમાન થઈ શકે છે; જ્યારે પાટણના વિશાળતર તળાવની કેવળ અર્ધી પાળ તે માટે રોકાયેલી હશે એવું અનુમાન થઈ શકે. (વીરમગ્રામ આમ આ મુદ્દા પર આયોજનનો વિશેષ વિકાસ દર્શાવી જાય છે.) સરસ્વતીપુરાણકાર પ્રસ્તુત કાસારને ““સિદ્ધરાજસર” કહે છે. સોમેશ્વર કવિ', અરસી ઠક્કર તથા જયમંગલસૂરિ૪૭ “સિદ્ધભૂપતિસર”, અને જયસિંહસૂરિ “સિદ્ધરાજસાગર” નામ આપે છે. તળાવનું વિધિસરનું નામ તો આ જ જણાય છે; પણ એ યુગમાં નવીન અને અને ધ્યાન ખેંચે તેવી અંતર-પાળ પરની ૧૦૦૮ શિવકુલિકાઓની રચનાને લીધે લોકવાણીમાં તે “સહસ્રલિંગ-તડાગ” નામે સુવિશ્રુત હશે અને એથી પ્રબંધકારોએ પ્રધાનતયા તતુ અભિધાન વાપરવું પસંદ કર્યું છે : અને જનભાષામાં આજ દિવસ સુધી “સહસ્ત્રલિંગ તળાવ” નામ જ પ્રસિદ્ધિમાં છે. મહાભાગ મહેતા સહસ્ત્રલિંગ-સરને અનુલક્ષીને જયમંગલસૂરિએ આપેલી વીણાને તુમ્બ અને દંડની ઉપમા સંબંધમાં “તોરણને દંડની ઉપમા અપાયાનું કહે છે:૯; પણ સહસ્ત્રલિંગને કાંઠે “તોરણ'' હોવાનું તો કોઈ પણ મધ્યકાલીન લેખકે કહ્યું હોવાનું મારા તો ધ્યાનમાં નથી. હેમચંદ્રાચાર્યે પણ ત્યાં “કીર્તિસ્તંભ” હોવાનું જણાવ્યું છે૫૦ : વાઘેલા માંડલિક રાણક વરધવલના રાજપુરોહિત અને વસ્તુપાલ-મિત્ર કવિ સોમેશ્વર પણ કીર્તિકૌમુદી (આત ઈ. સ. ૧૧૨૫-૧૨૩૦)માં, તેમ જ કવિવર ઠક્કર અરસિંહ સ્વકૃત સુકૃતસંકીર્તનમહાકાવ્ય (આ૦ ઈ. સ. ૧૨૩૦-૩૨)માં કીર્તિસ્તંભની જ નોંધ લે છે. અને છેલ્લે નિવૃત્તિગચ્છીય અંબદેવસૂરિના સમારોરાસુ (સં. ૧૩૭૧ ઈ. સ. ૧૩૧૫)માં પણ કીર્તિસ્તંભનો જ ઉલ્લેખ છે. જયમંગલ સૂરિના મૂળ શ્લોક તથા ઉદ્ધરણના સ્થાન વિષે તલાશ કરતાં શ્રી મહેતા દ્વારા ઉલ્લિખિત “પ્રબંધચિંતામણિ પરની રાજશેખરની ટીકા' તો ક્યાંયથી પ્રાપ્ત ન થઈ શકી૫૪, પણ સ્વયં પ્રબંધચિંતામણિમાં જ તે જોવા મળ્યાં. ત્યાં ઉદ્ધરણ આ પ્રમાણે છે:" : अथ कदाचिद्राज्ञा ग्रथिलाचार्या जयमङ्गलसूरयः पुरवर्णनं पृष्टा ऊचुः । एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy