SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1996 નરેન્દ્રપ્રભસૂરિના... છાયા धैर्येण समं यामा हृदयेन सममनिष्ठिता उपदेशाः । उत्साहेन समं भुजौ बाष्पेण समं गलन्ति तस्य उल्लापाः ॥ | (સનં મહો. પૃ. ૨૩૨, સં. વ. પૃ. ૪૮૩) નરેન્દ્રપ્રભ વિવરણ કરતાં જણાવે છે કે અહીં “જર્નાન્તિ' = ગળે છે એ ક્રિયારૂપ ધર્મનું (અન્ય) સર્વ પદાર્થો (એટલે કે પૈર્ય, રાત્રિ, હૃદય, ઉપદેશો વગેરે) પ્રત્યે એકધર્મત્વ છે. આથી આ દીપક પણ છે. ભોજ અને કર્તાના અવિવિક્ત (મિશ્રરૂપે) ક્રિયાસમાવેશનું ઉદાહરણ માને છે. તેમના મત પ્રમાણે અહીં યામા વગેરે ઘણા બધાનું ધૈર્ય વગેરે સાથે ગલનક્રિયામાં એકત્વ જ અવિવિક્ત રૂપે સમાવિષ્ટ જણાય છે. આ પણ વૈસાદેશ્યવતી સહોક્તિ છે. આમ પ્રસ્તુત ઉદાહરણની બાબતમાં પણ એમ જ કહેવાનું રહે કે નરેન્દ્ર પ્રત્યે સ. વંમાંથી ઉદાહરણ સ્વીકાર્યું છે એટલું જ, પરંતુ તેમનું વલણ ભોજથી જુદું છે. ગુણરૂપધર્મવાળી સહોક્તિનું ઉદાહરણ પણ નરેન્દ્રપ્રભે ભોજના ૪... માંથી રહ્યું છે : જુઓ : सह दीर्घा मम श्वासैरिमाः सम्प्रति रात्रयः । पाण्डुराश्च ममैवाङ्गैः सह ताश्चन्द्रभूषणाः ॥ - (અનં. મો. પૃ. ૨૩૩, ૪. ચંપૃ. ૪૮૪) નરેન્દ્રપ્રભસૂરિ નાનકડી નોંધ મૂકતાં કહે છે - અહીં રાત્રિઓનું, શ્વાસોનું, અને અંગોનું અનુક્રમે દીર્ઘતા અને પાંડુતારૂપી ગુણો સાથે એકધર્મત્વ છે”. આમ આ ગુણરૂપ ધર્મવાળી સહોક્તિ છે". ભોજે સહેજ વિસ્તારથી સમજાવ્યું છે કે, અહીં રાત્રિઓની દીર્ઘતા છે અને પાંડુરતા પણ છે. દીર્ઘત્વ અને પાંડુરત્વ એ બન્ને ગુણોનો અભેદથી રાત્રિઓમાં સમાવેશ થયો છે તથા શ્વાસ અને અંગ એ બન્નેનો એકસાથે સમાવેશ થયેલો જોવા મળે છે. ‘વ’નો પ્રયોગ નથી છતાં પણ સસાદેશ્યા સહોક્તિ છે. આમ નરેન્દ્રપ્રભ સ નું આ ઉદાહરણ અને અભિગમ સ્વીકારે છે. ફરક એટલો કે નરેન્દ્ર પ્રત્યે ટૂંકી નોંધ દ્વારા જ સમજાવ્યું છે, જ્યારે ભોજે ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે. નરેન્દ્રપ્રભે ઉપાલંકારની ચર્ચા દરમ્યાન ભોજે વાક્યોપમા માટે જે ઉદાહરણ આપ્યું છે તે જ આપ્યું છે. યથા : कमलमिव चारु वदनं मृणालमिव कोमलं भुजायुगलम् । अलिमालेव च नीला तवैव मदिरेक्षणे ! कबरी ॥ - (ત્ન મહો. પૃ. રરૂપ, સ. નં. પૃ. ૪૦૫) નરેન્દ્રપ્રભે વાક્યોપમા માટે જ આ ઉદાહરણ સ્વીકાર્યું છે ને ત્યાં તેમણે કોઈ વિશેષ નોંધ નથી આપી. ભોજમાં ‘નના' ને બદલે “સુનીતા' પાઠ છે. તેમના મત પ્રમાણે અહીં કમળ, મૃણાલ, ભ્રમરોની હારમાળા, વગેરે ઉપમાનો, દ્વારિ ઘોટક, તુલ્યધર્મ, અને ઉપમેયવાચક એમ ચાર પદાર્થોનો પૃથક પૃથક પ્રયોગ હોતાં બે પદાર્થોના સાદૃશ્યને કહ્યું હોવાથી આ “પૂર્ણા' નામની પદાર્થોપમામાં વાક્યર્થોપમાનો એક ભેદ છે. વાક્યોપમામાં ધર્મલુપ્તા ઉપમાનું ઉદાહરણ નરેન્દ્રપ્રભ ભોજને અનુસરીને આપે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy