SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નરેન્દ્રપ્રભસૂરિના સન્નારમો માં સરસ્વતી વંમરનાં ઉદ્ધરણો - એક અધ્યયન પારુલ માંકડ વસ્તુ-તેજયુગ(ઈસવીસન ૧૩મી સદી પૂર્વાર્ધ)માં થયેલા નરેન્દ્રપ્રભસૂરિનો ‘મન્નારમોધિ' (અન્ન મો.) ગ્રંથ પ્રસિદ્ધ છે, જેમાં વસ્તુપાળની વિનંતિથી અને વિદ્યાગુરુ નરચન્દ્રસૂરિની આજ્ઞાથી ૮ તરંગોમાં મહદંશે સમસ્ત અલંકારશાસ્ત્રને લગતી સામગ્રીનું સમન્વયાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. નરેન્દ્રપ્રભસૂરિ ધ્વનિવાદી આલંકારિક છે, એટલે કે “કાશ્મીરી પરંપરાને અનુસરે છે. આ કારણસર તેમણે નિરૂપેલાં કાવ્યનાં લક્ષણ, પ્રકારો, શબ્દની શક્તિઓ, રસમીમાંસા, ગુણ, અને અલંકારચિંતન વગેરેમાં આનંદવર્ધન, મમ્મટ, અને હેમચન્દ્રનું અનુકરણ-અનુસરણ અને અનુચિંતન સ્પષ્ટ રૂપે છતું થાય છે. આમ છતાં નરેન્દ્રપ્રભસૂરિ દંડી, વામન, અને ભોજનું પણ અનુકરણ—અનુસરણ કરે છે. એમ તો કંતાનો પ્રભાવ પણ અછતો નથી રહેતો. છતાં નરેન્દ્રપ્રભનો પ્રધાન સુર ધ્વનિવાદ પ્રત્યે ઢળેલો હોય એમ જણાય છે. ભોજની પરંપરાને કાવ્યશાસ્ત્રમાં “માલવપરંપરા' તરીકે અલગ પાડી શકાય. ભોજમાં રસવિવેચનમાં નિજી સિદ્ધાંતચર્ચા આવે છે, બાકી કાવ્યલક્ષણ, ગુણ, અલંકારવિવેચન, રીતિ, વૃત્તિ વગેરેમાં કાવ્યશાસ્ત્રના ઇતર પ્રવાહોનું સંમિશ્રણ વિશેષ જોવા મળે છે. તેમનામાં આનંદવર્ધનની જેમ રસધ્વનિસંગમે આ પ્રવાહોનું સંમિલન નથી સાધી શકાયું. પરંતુ કોણ જાણે કેમ નરેન્દ્રપ્રભસૂરિ પર ભોજનો–ખાસ કરીને તેમના ગ્રંથ સરસ્વતીકંઠાભરણ (વ)નો–પ્રભાવ વરતાય છે. આનંદવર્ધન અને અભિનવગુપ્તપાદાચાર્યના દિગ્વિજય પછી કાવ્યશાસ્ત્રના અન્ય આચાર્યોએ તેમને જ અંજલિઓ સહિત વંદના કરી છે. ભટ્ટનાયક અને મહિમભટ્ટ જેવા સમર્થ પ્રતિસ્પર્ધીઓને મહાત કરવામાં એકમાત્ર મમ્મટ્ટ જ પૂરતા હતા. વળી કેતક, મહિમભટ્ટ, અને ભોજ પણ પ્રતીયમાન તત્ત્વને તો સ્વીકારે જ છે. તેમનો મુખ્ય વિરોધ તો વ્યંજનાશક્તિ સામેનો છે. જગન્નાથ થોડાં નવીન પ્રદાનો સાથે અંતે તો ધ્વનિસિદ્ધાંતના જ સમર્થક, પ્રસારક, અને અનુમન્તા બની રહે છે. નરેન્દ્રપ્રભસૂરિ પણ હેમચન્દ્રની જેમ આનંદવર્ધન અને અભિનવગુપ્તનો ધ્વનિસિદ્ધાંત જ સ્વીકારે છે. પરંતુ કંઈક નવી કેડી, થોડી જુદી તરી આવતી કેડીની રચના કરવાની ધૂનને લીધે અનં. મોમાં તેઓ અવારનવાર સરસ્વતી વંમરનાં ઉદ્ધરણો ઉદ્ધરે છે. આ ચેષ્ટા અલબત્ત પ્રકારો અને પેટા પ્રકારો પૂરતી જ સીમિત છે. વસ્તુતયા મૂળ પોતને નરેન્દ્ર પ્રત્યે આંચ આવવા દીધી નથી. નરેન્દ્રપ્રભે આશરે ૬૦ પદ્યો સ માંથી ઉદ્ધર્યા છે. આ બતાવે છે કે નરેન્દ્રપ્રભસૂરિ પર ભોજનો વિશિષ્ટ પ્રભાવ હતો. જો કે આપણે જોઈશું કે તેઓ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આ પદ્યોમાંથી કેટલાંકનો વિનિયોગ પણ યોગ્ય રીતે કરે છે. સમય અને શક્તિની મર્યાદાને ધ્યાનમાં લઈને આપણે ભોજ અને નરેન્દ્રપ્રભસૂરિનાં મંતવ્યોનું અધ્યયન કેવળ સાદેશ્યકમૂલક અલંકારો પૂરતું જ સીમિત કર્યું છે. એમાં ભોજની અસરની નોંધ, અને જરૂર જણાશે ત્યાં તુલનાત્મક વિવેચન પણ કરવામાં આવશે. ' અર્થાલંકારનો પ્રારંભ નરેન્દ્રપ્રત્યે અતિશયોક્તિથી કર્યો છે, તે પછી તેમણે સરહોક્તિને અતિશયોક્તિની સબ્રહ્મચારી ગણી બીજે ક્રમે મૂકી છે. સોક્તિ અલંકારમાં સાર્થના યોગમાં મુખ્ય અને ગૌણ પદાર્થોનો યોગ થાય છે. આમાં ક્રિયારૂપ ધર્મના ઉદાહરણ તરીકે નરેન્દ્રપ્રભસૂરિ ભોજે આપેલ ઉદાહરણ આપે છે, જેમ કે, कोकिलालापमधुराः सुगन्धिवनवायवः यान्ति सार्धं जनानन्दैर्वृद्धि सुरभिवासराः ॥ - (અનં. મો. ૮/૬૨૬, પૃ. ૨૩૨, ૩, વ૪/૧૨૧, પૃ૪૮૧) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy