SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ vol. II - 1996 આચાર્ય હરિભદ્રસૂરિકૃત મલ્લિનાચરિયું... ૪૧ આ પ્રકારની કથા મળે છે. તેમ જ કૃતજ્ઞતા વિષયક અન્ય સિંહ કથાનક વર્ધમાનસૂરિકૃત જુગાઈ જિણિંદ ચરિયર (૨. સં. ૧૧૬૦/ઈ. સં૧૧૦૪)માં વૈદ્યપુત્ર કથાનક રૂપે અને પંચતંત્રમાં સંક્ષિપ્ત રૂપે મળે છે. પૂર્વજન્મકૃત કર્મથી થતી પ્રાપ્તિવિષયક “નરવિક્રમ નરેશ્વર કથા” ત્રીજા પ્રસ્તાવમાં મળે છે. સર્વપ્રથમ આ કથા ગુણચંદ્રકૃત મહાવીરચરિય૩૦ (૨૦ સં. ૧૧૩૯ ઈ. સં૧૦૮૩)માં વિસ્તારથી મળે છે. આખ્યાનકમણિકોષવૃત્તિમાં પણ મળે છે. મલ્લિનાથચરિત્રમાં આખ્યાનકમણિકોષવૃત્તિનું અનુસરણ પ્રાપ્ત થાય છે. બંનેમાં કથા અંતર્ગત આવતા પ્રશ્નોત્તરી-કાવ્યગોષ્ઠિના પ્રસંગનું નિરૂપણ પ્રાપ્ત થાય છે. અલબત્ત પ્રશ્નોત્તર બંનેમાં સમાન જોવા મળતા નથી. પરવર્તી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં પણ આ કથા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ કથાનું રૂપાંતર ચંદનમલયગિરિકથાના સ્વરૂપે મળે છે. અન્ય સાહિત્ય તેમજ લોકસાહિત્યમાં પ્રાપ્ત કથાઓ ઉપર નિર્દેશેલી કથાઓ સિવાય અન્ય આઠ કથાઓનો સમાવેશ પણ મલ્લિનાથચરિત્રમાં કરાયો છે. આ કથાઓની રચના લોકપ્રચલિત કથાઘટકોના આધારે કરવામાં આવી છે, જેનું યથાતથ નિરૂપણ પૂર્વવર્તી ગ્રંથોમાં ઉપલબ્ધ થતું નથી. શીલવિષયક ““વિમલસુંદરીકથા” સંભવતઃ આ પ્રકારની શીવિષયક પ્રાપ્ય કથા પરંપરાના આધારરૂપ છે, જે સોમપ્રભાચાર્ય સૂરિકૃત કુમારપાળ પ્રતિબોધર (૨૦ સં. ૧૨૪૧ ઈ. સં. ૧૧૮૫) અંતર્ગત તેમ જ શીલોપદેશમાલાબાલાવબોધ માં ઉપલબ્ધ થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ આ કથાનો પ્રભાવ જોવા મળે છે. જયવંતસૂરિકૃત શૃંગારમંજરી (૨૦ સં. ૧૬૧૪ ઈ. સં ૧૫૫૮)માં આ કથાનું રૂપાંતર પ્રાપ્ત થાય છે. ધર્મથી મનુષ્ય બધું જ પામે છે તેના ઉદાહરણ રૂપે નિરૂપિત “સમરકેતુચરિત્ર” સ્વતંત્ર કૃતિની ક્ષમતા ધરાવે છે. પ્રચલિત કથાઘટકોના આધારે કવિએ એક નવી જ કથાની રચના કરી છે. મલ્લિનાથચરિત્રમાં આવતી અવાજોરકથાઓમાં આ સૌથી લાંબી કથા છે: (લગભગ ૧૮૦૦ ગાથા). આમાં મુખ્યત્વે સમરકેતુનાં પરાક્રમ અને પરિણયની વાત ગૂંથાઈ છે. સમરકેતુના ત્રણ રાજકુમારીઓ સાથે વિવાહ, વિયોગ, અને મિલનની વાત નિરૂપાઈ છે. વળી સમરકેતુના બે પૂર્વ ભવોનું આલેખન પણ કરાયું છે. વીરસેન-કુસુમશ્રી કથાનું નિરૂપણ પણ કેટલેક અંશે વિસ્તૃત રૂપે થયું છે. કુતૂહલ, નાટકીયતા, કરુણતા, વિયોગ, મિલન તથા આશ્ચર્યકારક તત્ત્વોથી ભરપૂર આ કથા રોચક અને લોકપ્રિય બની છે. ફલતઃ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ કથાનું આલંબન લઈ કથા રચાઈ છે : જેમકે કુસુમશ્રી વીરસેન કથા". | મલ્લિનાથચરિત્રમાં વિસ્તૃત અને લઘુ બંને પ્રકારની કથાઓ મળે છે. આ અવાંતર કથાઓનું વર્ગીકરણ બીજી રીતે પણ કરી શકાય. જેમકે, પૂર્ણકથા, ખંડકથા, અને કથાંશ. જે કથામાં નાયકનું જન્મથી માંડી અંતિમ લક્ષ્ય પ્રાપ્તિ સુધીનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને પૂર્ણકથા કહે છે. તેમાં ક્યારેક પૂર્વજન્મ વૃત્તાંતનો સમાવેશ પણ કરવામાં આવે છે. “કુલવર્ધનકકથા,” “રાજહંસકથા,” “સમરકેતુચરિત્ર,” સનકુમાર ચરિત્ર,” “વીરસેન કુસુમશ્રી કથા”, “નરવિક્રમ નરેશ્વર કથા”, “નમિરાજર્ષિ કથા” વગેરેનો સમાવેશ આ પ્રકારમાં કરી શકાય. જે કથાઓમાં નાયકના જીવનના આંશિક વૃત્તાંતનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને ખંડકથા કહી શકાય; જેમકે “અનંગસેન, પ્રદ્યોતરાય કથા”, “સુકુમારિકાકથા” અને “સુમતિસચિવકથા.” કથાનાયકના જીવનની એકાદ ઘટનાને સંક્ષિપ્ત રૂપે દૃષ્ટાંત તરીકે પ્રયોજાયેલી જોવા મળે તેવી કથાઓને કથાંશના વર્ગમાં મૂકી શકાય; જેમકે “જયશેખર કથા”, “જયશ્રી કથા', “મતિસુંદરી કથા”, “વિમલસુંદરી કથા”, “સિંહ કથા.” Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy