SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સલોની જોષી Nirgrantha આ પ્રકારનાં કાવ્યોનો મુખ્ય હેતુ કથાના માધ્યમથી જનસમાજને ધર્મ પ્રતિ આકર્ષિત કરવાનો છે. ધર્મોપદેશ સાથે બોધપ્રદ નૈતિક કથાઓ ગૂંથવામાં આવતી હોવાથી લોકજીવનને ઉન્નત અને ચારિત્ર્યશીલ બનાવવામાં તેમ જ નૈતિક શિક્ષા પ્રદાન કરવામાં સહાયતા મળે છે. ૪૦ મલ્લિનાથચરિત્રની અવાંતરકથાઓના આધારસ્રોતને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) આગમ તથા નિર્યુક્તિ, ચૂર્ણિ, અને ટીકા સાહિત્ય; (૨) આગમેતર જૈન સાહિત્ય; અને (૩) અન્ય શિષ્ટ તેમ જ લોકકથાસાહિત્ય. આગમિક સાહિત્યમાં પ્રાપ્ત કથાઓ : ભાવના વિષયક મતિસુંદરી(ચિત્રકારદારિકા)ની કથા પ્રથમ પ્રસ્તાવમાં છે, જેનો ઉલ્લેખ આવશ્યકચૂર્ણિ† (પ્રાયઃ ઈ. સ. ૬૭૫), ઉત્તરાધ્યયન સુખબોધાટીકા' (ઈ. સ. ૧૦૯૦ પહેલાં), અને જયસિંહસૂરિષ્કૃત ધર્મોપદેશમાલા વિવરણ (૨૦ સં૰ ૯૨૫/ઈ સ૦ ૮૫૯)માં મળે છે. પરંતુ તેની અંતર્ગત આવતી કથાઓ ભિન્ન ભિન્ન પ્રકારની છે. આ જ કથા શ્રીચંદ્રકૃત કહકોસુ॰ (અપભ્રંશ) (૨૦ સં૰ લગભગ ૧૧૨૭/ઈ. સ. ૧૦૭૧) તથા હરિષેણાચાર્ય કૃત બૃહત્કથાકોષ (૨૦ સં૦ ૯૮૯/ઈ સ૦ ૯૩૩)માં બુદ્ધિમતિચિત્રકાર દારિકાના સ્વરૂપે મળે છે; પરંતુ તેના નિરૂપણમાં થોડી ભિન્નતા જોવા મળે છે. આમાં કથા અંતર્ગત લઘુ અવાંતરકથા આપવામાં આવી નથી. કામભોગ-ત્યાગ-વિષયક અનંગસેન અને પ્રદ્યોતરાયની કથા આવશ્યકચૂર્ણિ તથા ભગવાન મહાવીરના ચરિત્રની પરંપરામાં પ્રાપ્ત થાય છે. મલ્લિનાથચરિત્રમાં આવશ્યકચૂર્ણિની કથાનું અનુસરણ કરવામાં આવ્યું છે. કથાઓની સાથે સાથે અહીં સંક્ષિપ્ત ચરિત્રો પણ ઉદાહરણ સ્વરૂપે નિરૂપાયાં છે. ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવા વિષયક બોધપ્રદ ‘‘સનત્કુમારચરિત્ર'' આગમેતર' સાહિત્યમાં પ્રચુર પ્રમાણમાં નિરૂપાયું છે. ‘‘પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિચરિત્ર' ભાવનાપૂર્વક કરાયેલ ધર્મકાર્યના ઉદાહરણરૂપે આલેખાયું છે. જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, આવશ્યક ભાષ્ય૪, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ', ઉત્તરાધ્યયનચૂર્ણિ, તેમ જ આખ્યાનકમણિકોષવૃત્તિ(ઈ સ૰ ૧૧૩૩)માં મળે છે. આગમેતર સાહિત્યમાં પ્રાપ્યકથાઓ : બીજા પ્રસ્તાવમાં દેહસૌંદર્યની ક્ષણભંગુરતા દર્શાવતી રાજહંસ કથા મળે છે. તેનો આધાર આખ્યાનકમણિકોષવૃત્તિ છે. જિનધર્મપ્રતિબોધમાં આ કથા કુન્દકથાનકને નામે મળે છે. સંભવતઃ આ જ રાજહંસ કથાના મુખ્ય કથાઘટકના આધારે “સિરિસિરિવાલકહા૧૯ની રચના થઈ હોય. આ શ્રીપાલ કથાના આધારે સંસ્કૃત, પ્રાકૃત, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક રચનાઓ થઈ છે. ત્રીજા પ્રસ્તાવમાં નિરૂપાયેલ ‘‘સમરકેતુચરિત્ર' અંતર્ગત દૃષ્ટાંતરૂપે રત્નશિખ કથાનક આલેખાયું છે. આ કથાનક સર્વપ્રથમ પુહઇચંદ ચરિયં॰ (૨૦ સં. ૧૧૬૧/ઈ સં૰ ૧૧૦૫)માં મળે છે. મુનિસુંદરકૃત ઉપદેશપદ સુખસંબોધિનીવૃત્તિ ૨૧ (૨૦ સં૰ ૧૧૭૪/ઈ સં૰ ૧૧૧૮)માં પણ આ કથા મળે છે. કૃતઘ્નતાના દૃષ્ટાંત રૂપે અપાયેલ સુકુમારિકા કથા ધર્મોપદેશમાલા વિવરણમાં ‘મદનાતુરતાયાં સુકુમારિકાકથા’માં મળે છે. આખ્યાનકમણિકોષવૃત્તિમાં, બૃહત્કથાકોષ૪માં ‘પંગુલમાં આસક્ત સ્ત્રી દેવતિ તથા કહકોસુષ્પમાં નારીદોષ પર દેવતિની કથા'ના રૂપમાં મળે છે. સંવેગરંગશાલા (૨૦ સં. ૧૨૦૩ કે ૧૨૦૭/ઈ. સ. ૧૧૪૭ કે ૧૧૫૧) પંચતંત્રમાં સંક્ષિપ્તરૂપે આ કથા મળે છે. ચુલ્લપદુમજાતકમાં પણ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy