SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શાહ નીલાંજના એસ. Nirgrantha કરી, નિદાન કરી, મૃત્યુ પછી અગ્નિકુમાર તરીકે જન્મ્યા. તે દ્વારકા નાશ કરવા યાદવોનું છિદ્ર શોધતો રહ્યા. ૧૨ વરસ વીતી ગયાં છે તેમ માની યાદવો સુરાપાન કરવા લાગ્યા. તેથી દ્વૈપાયને આખી દ્વારકાને બાળી મૂકી, માત્ર કૃષ્ણ અને બલરામ બચ્યા. ચઉપ્પન્નમહાપુરિસચરિય (ઈ. સ. ૮૫૯)માં પણ આ પ્રસંગ ખૂબ વિગતે મળે છે. આમ અગ્નિથી દ્વારકાનો નાશ થયો એવી અનુશ્રુતિ જૈન આગમોમાં મળે છે. પૌરાણિક પરંપરા અહીં સાવ જુદી પડે છે. તેમાં દ્વારકાના અને ખાસ કરીને યાદવોના નાશની આગાહી પહેલાં ગાંધારીએ અને પછી શ્રીકૃષ્ણ પોતે કરી હતી. મૌસલપર્વમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અર્જુન યાદવ સ્ત્રીઓને લઈને નીકળ્યો. પછી દ્વારકાને સમુદ્ર ડુબાડી દીધી-૯, આ બંનેમાંથી પૌરાણિક અનુશ્રુતિ વધારે શ્રદ્ધેય લાગે છે; કારણ કે શાસ્ત્રીય પદ્ધતિએ થયેલા ખોદકામ પર આધારિત પુરાતત્ત્વીય પુરાવાઓથી સમર્થન મળે છેલ્થ કે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી એ આખ્યાયિકા સાચી છે, જ્યારે અગ્નિથી દ્વારકાનો નાશ થયાની વાતને પુરાતત્ત્વીય સમર્થન મળતું નથી. ઉપસંહાર : આમ આ વિષય અંગેની જૈન અનુશ્રુતિનો અભ્યાસ કર્યા પછી સ્પષ્ટ થાય છે કે પૌરાણિક પરંપરામાં જેમ શ્રીકૃષ્ણનું પુરુષોત્તમ તરીકે, તેમ જૈન અનુશ્રુતિમાં, તેમનું ઉત્તમ પુરુષ તરીકે વિશિષ્ટ સ્થાન છે. આને લીધે, તેમને વિશે ઘણી માહિતી જૈન આગમોમાં મળે છે, જ્યારે પૌરાણિક પરંપરાએ ઋષભદેવ કે અરિષ્ટનેમિ વિશે સદંતર મૌન સેવ્યું લાગે છે. વળી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે આ જૈન અનુશ્રુતિ કેટલીક બાબતોમાં પૌરાણિક અનુશ્રુતિથી જુદી પડે છે, તો કેટલીક બાબતોમાં નવી માહિતી પણ આપે છે. આમ શ્રીકૃષ્ણ અને દ્વારકા વિશે જૈન આગમ સાહિત્ય ઘણી ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. ટિપ્પણો : ૧. સમવાયાંગ સૂત્ર, રાજકોટ ૧૯૬૨, પૃ ૧૦૯; જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્ર, (સોલાપુર, ૧૯૫૮), ૨.૧૮૩. ૨. આવશ્યકનિર્યુક્તિ, પૂર્વભાગ મુંબઈ ૧૯૨૮, ભાગા. ૪૦, પૃ. ૨૩૭ ૩. આ નિ, પૂર્વભાગ, નિ.ગા. ૪૦૩-૪૧૧; સ સૂટ, પૃ ૧૦૯૧-૧૦૯૪. ૪. આ નિ, પૂર્વભાગ, નિ.ગા૪૦૪. ૫. સ. , પૃ. ૧૦૯૫; પ્રશ્નવ્યાકરણસૂત્ર, દ્વિતીય ભાગ, (અમદાવાદ ૧૯૩૭), પૃ. ૭૩. ૬. જ્ઞાતાધર્મકથાંગ, દ્વિતીય વિભાગ ભાવનગર ૧૯૩૦, પૃ. ૧૭૮. ૭. મહાભારત (સંશોધિત આવૃત્તિ) ૨.૧૩.૧૯. ૮. દેવાશ્રયી ઉમા, “બ્રહ્મવૈવર્તપુરાણમાં શ્રીકૃષ્ણ, બુદ્ધિપ્રકાશ જાન્યુ. ૮૨, પૃ. ૩૧-૩૭. e. Sumana P. Jadeja, A critical study of the Epical and Purāņic Traditions of the Yadavas and their geneologies (Unpublished Thesis, Guj. Uni, Ahmedabad 1965), p. 181. ૧૦. યાદવોની વંશાવળી માટે જુઓ ઉપર્યુક્ત શોધપ્રબન્ય, પૃ૧૬૧-૨૨૫; ૧૧. પ્રવ્યા , દ્વિતીય ભાગ, પૃ. ૭૩. ૧૨. અત્તકૃદશાસૂત્ર રાજકોટ ૧૯૫૮, પૃ. ૩૦-૩૩. ૧૩. પ્રવ્યા, દ્વિતીય ભાગ, પૃષ્ઠ ૨૩. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy