SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સેવાડી (રાજસ્થાન)ની બે જૈન સરસ્વતી પ્રતિમાઓ રવિ હજરનીસ સરસ્વતીના મૂર્તિવિધાન માટે માકડેયપુરાણ અંતર્ગત “દેવી માહાભ્ય” (છઠ્ઠ-સાતમું શતક), વિષણુધર્મોત્તર(સાતમો સૈકો), પાદલિપ્તસૂરિ (તૃતીય) કૃત નિર્વાણ કલિકા (પ્રાય: ઈસ્વીસન ૯૫૦-૯૭૫), સ્કંદપુરાણ, (બારમી-તેરમી શતાબ્દી), અને આચારદિનકર (ઈ. સ. ૧૪૧૨) જેવા ગ્રંથોમાંથી માહિતી મળે છે. જૈન સંપ્રદાયમાં સરસ્વતી શ્રુતદેવી કે શ્રુતદેવતા મનાય છે. જૈન ગ્રંથસ્થ વર્ણનો મુજબ દેવી સરસ્વતી ચતુર્ભુજા છે. ચારેય હસ્તોમાં અનુક્રમે પદ્મ, વીણા, પુસ્તક, અને અક્ષમાલા હોવાનું કહ્યું છે. દેવીનું વાહન દિગમ્બર માન્યતા મયૂર અને શ્વેતામ્બર પ્રમાણે હંસ છે. પ્રાપ્ત પ્રતિમાઓ અલબત્ત સંપૂર્ણપણે ગ્રંથસ્થ વર્ણનો અનુસારની નથી. અહીં પ્રસ્તુત શ્વેત આરસની સરસ્વતીની બે પ્રતિમાઓ દક્ષિણ રાજસ્થાનમાં અર્બદ પર્વતથી ઈશાન તરફ આવેલા સેવાડી (પ્રાચીન શમિપાટિ) ગામના જૈનમન્દિરની છે. (૧) પ્રથમ સરસ્વતી પ્રતિમા :- શ્રુતદેવતાની આ પૂજાતી મૂર્તિ છે. પછીથી જડેલી આંખો, અને કાળા રંગથી રંગેલી ભ્રમરો તથા ઓષ્ટને કારણે પ્રતિમાના સૌંદર્યને ક્ષતિ પહોંચી છે, તેમ છતાં મુખ પરનું મધુર સ્મિત આકર્ષક છે. મસ્તકે રત્નજડિત કરંડ મુકુટ શોભે છે. શીર્ષ પાછળ વિકસિત પદ્મપ્રભા વચ્ચે મુકતા-વર્તુળ અને પાછળ કિરણાવલી કંડાર્યા છે. અહીંની પ્રભાવલીની પલ્લુ(રાજસ્થાન)ની પ્રસિદ્ધ સરસ્વતી પ્રતિમાના પ્રભામંડળ સાથે તુલના થઈ શકે તેમ છે. દેવીએ કર્ણે ગોળ કુંડળ, કંઠે વિસ્તૃત રૈવેયક, પ્રલમ્બ હાર, અને મોતીની ખૂલતી સેર ધારણ કરેલાં છે. મોતીની સેરનો છેડો ઉન્નત સ્તનયુગ્મો વચ્ચેથી સરકતો અને નાભિ આગળ લટકતો બતાવ્યો છે. ઉર:સૂત્ર અને કટિ પર અલંકૃત મેખલામાં વચ્ચે ગ્રાસમુખ કાઢેલું છે. ઉદામના ઝાલરયુકત લાંબા છેડાઓ જાંઘ પર સુરેખ રીતે લટકતાં બતાવ્યાં છે. અન્ય આભૂષણોમાં બાહુબલ, કંકણ, ચૂડો, પાદજાલક, તોડાં, અને સુદીર્ઘ વનમાલા પરિધાન કરેલાં છે. | દેવીના ચતુર્ણસ્તો પૈકી ડાબા એક હાથમાં પુસ્તિકા અને બીજા કરમાં કોઈ અસ્પષ્ટ વસ્તુ ગ્રહેલી છે." જ્યારે જમણી તરફના એક હસ્તમાં ગોળ વાળેલ પદ્મ-દંડ, વચ્ચે મોર અને ઢેલની નમણી જોડલી અતીવ સુંદર રીતે ગોઠવી છે. બીજો હાથ વરદાક્ષ રૂપે રજૂ થાય છે. કટિવસ્ત્ર ધોતી-ચીરનો મધ્યભાગનો છેડો લલિત ગોમૂત્રિક તરંગે વહેતો કંડાર્યો છે. પ્રતિમાનું પરિકર ઉપરથી ખષ્ઠિત છે. દેવીના જમણા પગ પાસે વાહનરૂપે મોર છે, અને ડાબી તરફ અંજલીમુદ્રામાં પાર્શ્વદર્શને આરાધિકાની પ્રતિમા વરતાય છે. તેની પાછળ મુકુટ અને યથોચિત અલંકારોથી વિભૂષિત, વીણા અને બંસી વગાડતી પરિચારિકાઓ ઊભેલી છે. ફરતા પરિકરના નીચલા ભાગે ડાબા જમણા છેડાઓ પર ચામરધારિણીઓ સ્થિર થયેલી છે. તે ઉપર બન્ને બાજુએ તકતીઓમાં મૃદંગવાહિનીઓની લઘુ આકૃતિઓ છે, અંતે ઉપર માલાધારી વિદ્યાધરોની આકૃતિઓ કંડારી છે, જેમાંથી ડાબી તરફની આકૃતિ ખડિત છે. (૨) દ્વિતીય સરસ્વતી પ્રતિમા :- પ્રસ્તુત સરસ્વતીની પ્રતિમા પણ ઉપાસનામાં સ્થાપેલી મૂર્તિ છે, જે બધી રીતે પ્રથમ વર્ણિત પ્રતિમા જેવી છે. દેવીએ રત્નમંડિત કરંડ મુકુટ અને આંગળ વર્ણવી તે મૂર્તિ મુજબના અલંકારો ધારણ કરેલા છે. દેવીના ચાર હસ્તો પૈકી ડાબી તરફના એકમાં પુસ્તિકા અને બીજામાં કોઈ અસ્પષ્ટ વસ્તુ ગ્રહાયેલી છે. જમણા એક કરમાં ધારણ કરેલ ગોળ વાળેલ પદ્મ-દંડ ખચ્છિત હોવા છતાં વચ્ચેની અતીવ Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy