SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુ પ્રતિમાઓના.. ૯૫ આકોટાથી મળી આવેલા સંગ્રહમાંની એક પાર્શ્વનાથની ઈ. સ. ૬૫૦ના અરસાની ધાતુમૂર્તિ સાથે સાંપ્રત પ્રતિમાને સરખાવવા જેવી છે. બન્નેની નિર્માણ-પદ્ધતિ સમાન છે. તીર્થકર અને પબાસણ એક સાથે ઢાળવામાં આવે. જ્યારે નાગચ્છત્ર તથા જિનની સન્નિધિમાં રહેલ યક્ષ-યક્ષિી જુદાં ઢાળવામાં આવે, પછીથી ત્રણેયને સાથે જોડી દેવામાં આવે; આ સંયોજન-સંગઠન પદ્ધતિથી આવી સંયુકત જિનપ્રતિમાઓ સર્જાતી . પ્રતિમાની નિમણ-પદ્ધતિ, દેવના એવં સંલગ્ન બન્ને દેવતાઓના મુખભાવ તથા દેહયષ્ટિ એવં ભાશ્ચક્ર ઈત્યાદિના આકાર-પ્રકારાદિ લક્ષણોના આધારે પ્રસ્તુત પ્રતિમા પણ સાતમા શતકના મધ્યભાગમાં કે પછી એથી થોડી મોડી હોય તો પ્રસ્તુત સદીના અંત ભાગે આસાનીથી મૂકી શકાય તેમ છે. પ્રતિમાના પૃષ્ઠભાગે લેખ તો ઉપલબ્ધ છે, પણ તે એટલી હદે ઘસાઈ ગયો છે કે હવે તો વાંચી શકાય તેવો રહ્યો નથી. છતાં હજુ પણ સ્પષ્ટ દેખાતા થોડાક અક્ષરોના મરોડ સાતમા સૈકાના જણાતા હોઈ પ્રતિમાના શૈલીથી અનુમાનતા સમયાંકનને સમર્થન મળી રહે છે. ટિપ્પણો : ૧. પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી"ના પ્રાચીનતમ ભાગ (પ્રાય: ઈસ્વી ૧૦)માં મૌર્યરાજ સપ્રતિના ગુરુ આર્ય સુહસ્તિના શિષ્ય આર્ય ઋષિગુપ્તથી મુનિઓની ‘સોરઠિયા શાખા' ઉદ્ભવી હોવાનો ઉલ્લેખ છે. આ ઘટનાનો સમય આશરે ઈ. સ. પૂર્વના બીજા સૈકાનો ગણાય. R. U. P. Shah, Akota Bronzes, Bombay 1959, p.19, plate 31a 3. Shah, Akota., p.39, plate 29 B. લેખ સાથે સંલગ્ન તસવીર શ્રી મોરબી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, દરબારગઢ, તથા શ્રી જયેન્દ્ર વોરા, નોંધણી અધિકારી (પુરાવશેષ), રાજકોટના સૌજન્યથી પ્રસ્તુત કરી છે. લેખ શ્રી રવિ હજારનીસ તથા શ્રી જયેન્દ્ર વોરા દ્વારા થયેલી પ્રેરણાના ફળરૂપે છે. લેખક બન્ને સાથી-મિત્રોના ઋણી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy