SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથની એક વિરલ ધાતુપ્રતિમા દિનકર મહેતા પ્રાચીનતર ભારતીય ધર્મસંપ્રદાયોમાં નિર્ચન્થ-દર્શનની પણ ગણના થાય છે. ગુજરાત પ્રદેશમાં તેના પુરાતન કાળે થયેલા પ્રવેશના પુરાવા ઉપસ્થિત છે. નિર્ગસ્થ ધર્મના ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમિ પૌરાણિક (અને અમુકાશે ઐતિહાસિક) વ્યકિત મનાય છે, જ્યારે ૨૩મા જિન અહેતુ પાર્શ્વ અને ચરમ તીર્થંકર ગણાતા ૨૪મા જિન વર્ધમાન મહાવીર પૂર્ણતયા ઐતિહાસિક વ્યકિતઓ હોવાનું હવે સર્વસ્વીકૃત છે. જિન પાર્શ્વનો સમય વર્તમાને ઈસ્વીસન પૂર્વે સાતમી-છઠ્ઠી સદીનો હોવાનું જણાય છે. ઉપાસનામાં જિન પાર્શ્વ અગ્રિમ સ્થાન ભોગવે છે, અને એમની પ્રતિમાઓ ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને કર્ણાટકમાં બહુલ સંખ્યામાં મળી આવી છે. ગુજરાતમાં પણ ભગવાન પાર્શ્વનાથની મૂર્તિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળી છે. મધ્યયુગમાં તો ગુજરાતમાં પાર્શ્વનાથનાં સ્તમ્ભનપુર, અજાહરા, શંખપુર, ચારૂપ, વટપદ્ર, આદિ કેટલાંયે મહિમ્ન તીર્થો હતાં. અડીને આવેલ આબૂ પંથકમાં પણ જીરાપલ્લી-પાર્શ્વનાથ એક ગણ્યમાન તીર્થ હતું. ગુજરાતમાં મૈત્રક્યુગથી સોલંકીકાળના આરંભ સુધીની શ્વેતામ્બર સમ્પ્રદાયમાં પાર્શ્વનાથની અનેક સુંદરતમ પ્રતિમાઓ નિમાયેલી. તેમાં વડોદરા પાસેના અકોટા(પ્રાચીન અંકોટક)થી મળી આવેલ જગવિખ્યાતુ નિર્ચન્ય ધાતુપ્રતિમા સંગ્રહમાં, તેમ જ અર્બુદાચલની સન્નિધિમાં રહેલ વસન્તગઢના જિનમન્દિરમાંથી પ્રાપ્ત થયેલ પિત્તલમય પ્રતિમાઓના નિધિમાં પણ પાર્શ્વનાથની બેનમૂન ત્રિતીર્થિક પ્રતિમાઓ મળી આવી છે. અહીં પ્રસ્તુત કરેલી પાર્શ્વનાથની પ્રતિમા મોરબી શહેરના દરબારગઢવાળા જૈન દેરાસરના સંગ્રહની છે. પ્રાચીન તથા મધ્યકાળે ધાતુપ્રતિમાઓનાં નિર્માણ ત્રણ પ્રકારે થતાં હતાં: (૧) ઘડતરથી; (૨) નકકર કાળાથી; અને (૩) પોલાણયુકત ઢાળાથી. સાંપ્રત પ્રતિમા પોલાણવાળા ઢાળાની પદ્ધતિએ ઢાળેલી છે. પ્રતિમાનું આયોજન પાર્શ્વનાથના પ્રતિભા-વૈધાનિક વિભાવ અનુસારનું છે. દૈત્યરાજ કમઠના ઉપસર્ગ સમયે નાગરાજ ધરણેન્ટ પાર્શ્વનાથનું રક્ષણ કરેલું તેવી સંપ્રદાયના માન્ય વાકયમાં જે કથા પ્રાપ્ત થાય છે તેનો અહીં. અમુકાશે મૂર્તિરૂપેણ આવિર્ભાવ થયેલો છે. ઊંચી ભદ્રપીઠ માથે સ્થાપેલ કમળ પર અહંતુ પાર્શ્વ પદ્માસનમાં બિરાજમાન છે. આસન ભાગમાં પદ્મપત્ર નીચે સંભવત: અષ્ટગ્રહો શિર :સમૂહરૂપે સૂચિત થયેલા છે, જેમાંથી છ મુખ સ્પષ્ટ રીતે દર્શાવ્યા છે, જ્યારે શેષ બે ધર્મચક્ર પાછળ પ્રચ્છન્નરૂપે રહેલા હોવાનું કલ્પી શકાય. જિનશીર્ષ પર સપ્તફણાધર નાગેન્દ્ર છત્રરૂપે રહેલા છે. ધરણેન્દ્રના નાગદેહનું સૂચન આડી રેખાઓનાં અંકનથી કરી દીધું છે. કુલ્લિત ફણાટોપમાં જમણી બાજુની પ્રથમ ફેણ ભાંગી ગયેલી છે. ઊભી ધૂળ રેખા-પટ્ટીથી સાતે ફણ અગલ પાડી ઉરગેન્દ્રનું સપ્તફણામય સ્વરૂપ પ્રકાશિત કર્યું છે. પાર્થ બિમ્બના પ્રશાન્ત મુખમંડળ, દ્યુતિમાન ધ્યાનાવસ્થિત મુખભાવ, અર્ધનિમીલિત નેત્રો, ભરેલા કપોલ, ત્રિવલ્લીયુકત કંઠ, જ્ઞાનના દ્યોતક લાંબા કણ અને યોગમુદ્રા નોંધપાત્ર છે. પ્રતિમાના વિન્યાસમાં વિશાળ વક્ષ:સ્થળ, સપ્રમાણ ગાત્ર-સંઘન, ચન્દ્રબિમ્બ સમાન મુખમંડળ વગેરે ગુપ્તોત્તરકાલીન ‘ઉત્તમ પુરુષ'નું નિર્દેશન કરતી કલાનાં સામાન્ય લક્ષણો સૂચવી જાય છે. જિનેન્દ્રની જમણી બાજુએ યક્ષરાટ સર્વાનુભૂતિ અર્ધપયંકાસનમાં સ્થિર થયેલા છે; એમના દક્ષિણ બાહુમાં દ્રવ્ય-નકુલક અને વામકરમાં માતુલિંગ ધારણ કરેલાં છે. વૈશ્રવણની સમૃદ્ધિનો સંકેત કરતો મણિમય સ્વર્ણિમ મુકુટ મસ્તક પર સોહી રહ્યો છે, તો ડાબી બાજુએ અર્ધપયકે પગ વાળીને ભગવતી અમ્બિકા બેઠેલાં છે. અમ્બાદેવીના એક હસ્તમાં શિશુ શુભંકર તેડેલ છે, ને દ્વિતીય કરમાં આમૂલુમ્બિ ધારણ કરી છે. યક્ષ તથા યક્ષીના શિર પાછળ પદ્મપ્રભા અંકિત થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy