SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ લખપતિ કૃત સેતુજ ચેન્નપ્રવાડિ” સં. મધુસૂદન ઢાંકી શત્રુંજય તીર્થ સંબંધી અદ્યાવધિ પ્રાકૃત-અપભ્રંશ અને જૂની ગુજરાતીની મળી સાતેક જેટલી ચૈત્યપરિપાટિઓ પ્રકાશિત થઈ છે. તેમાં બૃહદ્ર તીર્થમાલાઓ, કે જેમાં સાથે સાથે શત્રુંજયેતરતીર્થોનો પણ સમાવેશ છે, તેને અહીં ગણવામાં આવી નથી.) સંઘ-સહયાત્રા કે એકાકી યાત્રા કરનાર શ્રાવક-કવિઓ અને મુનિ-મહાત્માઓ દ્વારા ખાસ શત્રુંજયનાં જ દેવમંદિરોને વંદના દેતી ચૈત્યપરિપાટિઓમાં સાંપ્રત સેતુજચૈતપ્રવાડિ (શત્રુંજય ચૈત્યપરિપાટિ)થી એકનો વધારો થાય છે. આ ચૈત્યપરિપાટ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંની પ્રતિ ક્રમાંક ૮૨૮૫ ઉપરથી ઉતારવામાં આવી છે. પ્રતિલિપિ (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે સંપાદનાથે તૈયાર કરી આપેલી, જેનો અહીં સાનન્દ સાભાર ઉલ્લેખ કરું છું. પરિપાટિકારે અંતભાગે પોતાનું નામ લખપતિ’ આપ્યું છે. ઉપલબ્ધ સાધનો દ્વારા હાલ તો આ કવિ વિશે માહિતી લભ્ય નથી બની. પ્રવાહિની ભાષા સોળમા શતકની હોવાનો મારા (ભૂતપૂર્વ) સહકાર્યકર મિત્ર દારમણીકલાલ શાહનો અભિપ્રાય છે, જેને અન્ય લિપિ-તજજ્ઞ મિત્રો થકી પણ સમર્થન મળ્યું છે. પરિપાટિની શરૂઆતમાં કવિ લખપતિ “સેતુજસામી’–યુગાદિપ્રભુ–નું આહ્વાન કરી, (યાત્રાર્થે) શત્રુંજયને પંથે પ્રયાણમાન થાય છે : (૧-૨). તેમાં સૌ પ્રથમ પાલિતાણામાં અને ત્યાં પરિસરમાં રહેલ ત્રણ પ્રસિદ્ધ મધ્યકાલીન જિનમંદિરો-પાર્ષજિનેશ્વર, લલિતા સરોવરને તીરે રહેલ ‘વીરપ્રભુ,' અને (તળેટીથી ઉપરના ભાગે સ્થિર) ભગવન્નેમી—નાં દર્શન કરી, પાજ ચડીને મરુદેવીની ટૂંકે પહોંચે છે. ત્યાં માતા “મરુદેવી', 'કપડજખ (કપર્દીદક્ષ), ને જિન ‘સંતિ (શાંતિનાથ)ને વાંધા (૨-૩) પછી “અણપમ સરોવર' (અનુપમા સરોવર) તરફ જાય છે. ત્યાં (મંત્રી તેજપાલ નિર્મિત) “સરગારોહણ' (મંત્રી વસ્તુપાલના સ્મરણમાં બંધાયેલ “સ્વર્ગારોહણ-પ્રાસાદ')માં “આદિ પ્રભુ પ્રમુખ ચાર બિંબનાં દર્શન કરી (સીધા જ આદીશ્વરના) "સહદુવાર'(સિંહદ્વારે) પહોંચે છે : (૪) ત્યાં આગળ મંત્રીધર વસ્તુપાલ સ્થાપિત ‘તિલખુંતોરણ'(તિલક તોરણ) નિહાળ્યાનો આનંદોદૃગાર કાઢી, આદિદેવના રંગમંડપમાં પહોંચે છે : (૫-૬). તે ટાંકણે ‘બાહડમંત્રી'(મંત્રીરાજ વાડ્મટ) દ્વારા થયેલ ઉદ્ધારનો આછો શો નિર્દેશ કરી, મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલ'ના ગુણ સ્મરી, દેવાધિદેવ આદીશ્વરસ્વામીની ‘લેપમયી' મૂર્તિનો ઉલ્લેખ કરે છે. ને સ્તવનાત્મક પ્રશંસા કરે છે: (૬-૭) તે પછી ‘ગણહર(ગણધર) પુણ્ડરીકને પ્રણમી, કોટાકોટી જિન'ની શૈલમય મૂર્તિઓને નમી, 'પાંચ પાંડવ,' “ચૈત્યવૃક્ષ રાયણ,’ અને ‘યુગાદિ’નાં ‘ચરણયુગલને કર જોડ્યા પછી “અષ્ટાપદ', લેપમથી બાવીસ જિનમૂર્તિઓ, તદતિરિકત વસ્તુપાલના કરાવેલ ‘મુનિસુવ્રત’ અને ‘સાચઉર-વર્ધમાન' (સાચોરીવીર કિંવા સત્યપુર મહાવીર)ને નમસ્કાર કરે છે : (૧૦-૧૧). | (આદિનાથનું પ્રાંગણ છોડી પાછા વળતાં થોડું નીચે આવ્યા બાદ) ખરતરવસહી'માં યાત્રિક પ્રવેશે છે. તેના આયોજનના લાઘવ-કૌશલ વિષે થોડીક પ્રશંસા કરી, થોડામાં ઘણું સમાવી દીધું છે કહી, તેટલામાં રહેલ (તેજપાલ કારિત) નંદીસર'(નંદીશ્વર પ્રાસાદ), ‘યંભણપુર-અવતાર (સ્તમ્ભનપુરાવતાર પાર્ષ) અને 'ગિરનાર' વિતાવતાર નેમિ)ના પ્રતીક-તીર્થરૂપ મંદિરમાં દર્શને જાય છે. રેવતાવતારના મંદિરમાં નેમિનાથ અને તદુપરાંત અમ્બા, શામ્બ અને પ્રદ્યુમ્નનાં અવતારતીર્થોનો ઉલ્લેખ કરે છે : (૧૨-૧૩), અને તે પછી સમાપ્તિ-યોગ્ય વચન Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy