SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ.. ૩૯ સોમસુંદરસૂરિના અર્બુદગિરિકલ્પનાં (સ્વ) મુનિવર્યશ્રી કલ્યાણવિજયજી દ્વારા ઉદ્ધત પદ્યો જોતાં ડરીક શિખરિસ્તોત્ર અને પ્રસ્તુત કલ્પનાં ભાષા, ધ્વનિ, છંદોલય અને સંરચનામાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળે છે. સંદર્ભગત પદ્યો અહીં આગળ કશું કહેતાં પહેલાં તુલનાર્થે ઉદ્ધારીશ : રાજેન્દ્ર-ચંદ્ર-પ્રમુë થતપ્રતિ: श्री नाभिसम्भवजिनाधिपतिर्मदीयम् । सौवर्णमौलिरिव मौलिमलंकरोति श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१०॥ श्रीनेमिमन्दिरमिदं वसुदन्ति भानु वर्षे कषोपलमयप्रतिमाभिरामम् । श्रीवस्तुपाल सचिवस्तनुते स्म यत्र श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१५।। चैत्येऽत्र लुणिगवसत्यभिधानके त्रि पंचाशता समधिका द्रविणस्य लक्षैः। कोटीविवेच सचिवस्त्रिगुणश्चतम्रः। श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१६।। કલ્પમાં પદ્યાને આવતું છેલ્લું પદ શ્રીમાન વિનય દ્રૌત્રર/ન: શિખરીસ્તોત્રના અંતિમ ચરણ શ્રીન વિનયત જિfપુEી: ના પ્રતિઘોષ શું ભાસે છે. એક ક્ષણ તો ભ્રમ પણ થાય કે પુંડરીકશિખરીસ્તોત્ર પણ સોમસુંદરસૂરિ-કર્તક હશે: અને સૂરીશ્વરની સાધુપણામાં વિદ્યમાનતાનો કાળ વિસં. ૧૪૫ર-૧૪૯૯ / ઈસ. ૧૩૯૬-૧૪૪૩નો હોઈ પ્રસ્તુત પરિપાટિકારસ્તોત્ર પંદરમા શતકના પૂર્વાર્ધમાં અને ઈ. સ. ૧૪૪૩ પૂર્વે કયારેક રચાયું હશે. હવે જો એમ જ હોય તો તેમાં શત્રુંજય પરની ચૌદમા શતકની ખાસ રચનાઓ – ખરતરવસહી, છીપાવસહી, ટોટરાવિહાર, મોલ્હાવસહી, ઈત્યાદિ :- નો, તેમજ ચૌદમા શતકના આરંભમાં થયેલ તીર્થભંગ અને પુનરુદ્ધારનો કેમ બિલકુલ ઉલ્લેખ નથી ? આથી તારતમ્ય એટલું જ નીકળે કે વાસ્તવમાં તો આચાર્યપ્રવર સોમસુંદરસૂરિએ પૂર્વે રચાઈ ગયેલ પુંડરીકશિખરીસ્તોત્ર પોતાના અબ્દગિરિકલ્પ માટે આદર્શ રૂ૫ રાખી રચના કરી છે. આથી પંડરીકશિખરીસ્તોત્ર પંદરમા શતક પૂર્વેનું સહેજે ઠરવા ઉપરાંત, તે એક મહાન સારસ્વતને પ્રભાવિત કરવા, પ્રેરવા જેટલી ગુણવત્તા ધરાવતું હોવાનું પણ સિદ્ધ થાય છે ! ઉપલા તર્કને સમર્થન દેતી વાત આપણને પંદરમા શતકની બે અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથરચના અંતર્ગત મળતાં તેનાં અવતરણો અન્વયે મળી રહે છે. તેમાં એક તો છે સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને “યત:” કહી ઉદ્ધત કરેલું જોવા મળે છે. બીજો સન્દર્ભ છે રત્નમંદિરમણિના સં. ૧૫૧૭ | ઈ. સ. ૧૪૬૧ આસપાસ રચાયેલા ઉપદેશતરંગિણી ગ્રંથમાં": તેમાં અહીંના પદ્ય '૮' નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય ‘૧૧'નું ત્રીજું પદ (ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર પંદરમા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્ર સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુકત ચંચથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિષે ભાળ મળતી નથી. કિન્તુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પંબાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચન્દ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે". તેની શૈલી બિલકુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy