SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha તત્ત્વાથિિધગમ-વૃત્તિકાર ગન્ધહસ્તિ સિદ્ધસેન (પ્રાય: ઈસ્વી ઇ-૭૭૦ / ૭૮૫?) જ આવે છે. એમના પછી તો નવમી-દશમી સદીમાં સિદ્ધર્ષિ-સિદ્ધસેન, અને ૧૧મી સદીમાં થયેલા “સાધારણાંક' તખલ્લુસ ધરાવનાર સિદ્ધસેન સૂરિ જ છે. આમ બપ્પભક્ટ્રિ-ગુરુ સિદ્ધસેનની – પાટલા-મોઢેરાવાળા ચૈત્યવાસી સિદ્ધસેનની – ગન્ધહસ્તિ-સિદ્ધસેન સાથે જ સંગતિ બેસે છે. ૧૭. આ મિતિ-નિર્ણય મારો છે. સંપાદક મુનિ જમ્બવિજયજી એમને ઈસ્વી ૬૨૫ પહેલાં થયાનું માને છે, કારણ કે એ ટીકાકારે સાતમાં શતકમાં થયેલા પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (પ્રાય: ઈસ્વી પ૮૦-૬૫૦ યા તેથી થોડાં વર્ષો પૂર્વે) આદિ વિદ્વાનોનાં મંતવ્યોનો ઉલ્લેખ કર્યો નથી : પરન્તુ ઈસ્વી ૭૦ પહેલાંની કોઈ પણ શ્વેતામ્બર ટીકાઓમાં દાક્ષિણાત્ય વિદ્વાનો – દિગમ્બર દાર્શનિક વિદ્વાન અને વાદી-કવિ સમન્તભદ્ર (પ્રાય: ઈસ્વી ૫૫૦-૬૦) તથા પૂજ્યપાદ દેવનન્દી (પ્રાય: ઈસ્વી ૬૩૫-૬૭), મીમાંસક કુમારિક ભટ્ટ (પ્રાય: ઈસ્વી ૫૫-૬૨૫), અને ઉપરકથિત ધર્મકીર્તિનાં મંતવ્યોનો ઉલ્લેખ નથી. આથી કાળ-નિર્ણયમાં એ મુદ્દો ઉપયુકત નથી. બીજી બાજુ જોઈએ તો પ્રસ્તુત સિંહજૂર ક્ષમાશ્રમણ ગન્ધહસ્તિ સિદ્ધસેનના પ્રગુરુ છે. સિદ્ધસેન મહાન દિગમ્બર વિદ્વાન્ ભટ્ટ અકલંકદેવની કૃતિ – તન્વાર્થવાર્તિક (પ્રાય: ઈસ્વી ૭૭૦-૭૫૦) – થી પરિચિત હતા તેમ તેમની તત્ત્વાર્થાધિગમ-વૃત્તિ (પ્રાય: ઈસ્વી ૭૬૫-૭૭૫)થી જણાય છે. આથી સિંહગૂરની દ્વાદશાહનચક્રટીકાનો સમય વહેલો કરીને ઈસ્વી ૬૮૦-૬6ના ગાળામાં સંભવી શકે અને સરાસરી મિતિ થોડી વહેલી માનીએ તો ઈ. સ૬૭૫ના અંક પર બેસી શકે. સિંહરના પ્રશિષ્યની દીર્ધ અને પરિપકવ ટીકાનો સમય આથી ઈ. સ. ૭૬૦-૭૦૦ના ગાળામાં ઠીક બેસે છે. ૧૮. નામ કલ્પિત પણ હોઈ શકે છે. ૧૯. બપ્પભદિનો જન્મ પ્રભાવકચરિત અનુસાર ઈસ્વી ૭૪૪નો છે. તેમણે ૭૫૧માં દીક્ષા લીધેલી. આમરાજનો પિતા યશોવર્મા ઈસ્વીસન ૭૫૨-૫૩ અરસામાં મૃત્યુ પામ્યો લાગે છે, તે પછી તરત જ ‘આમ’ ગાદી પર આવે છે. આમરાજ – જે તે બપ્પભટ્ટિની વયનો યા તેમનાથી એકાદ બે વર્ષ જ મોટો હોય તો – કાલગણનામાં કેટલાક વિસંવાદો ઊભા થાય છે. વિશેષમાં ‘આમ' અને બપ્પભટ્ટના સિદ્ધસેનસૂરિની વસતિમાં વીતેલા વર્ષોના જે પ્રસંગો વર્ણવ્યા છે તે પણ સત્ય ઘટનાને બદલે મધ્યકાલીન કિંવદંતીઓથી વિશેષ ન હોય. ૨૦. જુઓ go ૨૦ પૃ૦ ૯૧. ત્યાં બપ્પભટ્ટને તેડાવવાના ઉપલક્ષમાં એક પ્રાકૃત ગાથા ઉદ્ધત કરી છે. ૨૧. આ મગધ-સ્થિત ‘રાજગૃહ'ને બદલે રાજસ્થાનમાં અલ્વર ક્ષેત્રમાં આવેલ “રાજોરગઢ” હોવાનો પણ સંભવ છે. ૨૨. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પણ કંઈક આવું જ લખ્યાનું સ્મરણ છે, પણ કયાં, તેની સ્મૃતિ રહી ન હોઈ અહીં તેનો ઉલ્લેખ જરૂરી હોવા છતાં થઈ શકયો નથી. 23. See Mishra, Yasovarma., P.42. ૨૪. આ વાતની શક્યતા ઘણી મોટી છે. ૨૫. કવિ વાકપતિરાજ યશોવર્માના સમયમાં, રાજાનાં અંતિમ વર્ષોમાં, સભાકવિ હોઈ બપ્પભટ્ટિસૂરિ કરતાં વયમાં ઘણા મોટા હતા! ૨૬. બપ્પભટ્ટને લગતાં ચરિતો-કથાનકોની એમના કાળની ઉત્તર ભારતની રાજકીય પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં વિગતવાર તુલના કર્યા બાદ જ કંઈક નિર્ણય થઈ શકે. ભદ્રેશ્વરની કહાવલિ(પ્રાય: ઈસ્વી ૧%)નો ઉત્તર ભાગ વર્તમાને ઉપલબ્ધ નથી. સંભવત: તેમાં બપ્પભટ્ટિસૂરિ, શીલાચાર્ય, સિદ્ધર્ષિ, આદિનાં – હરિભદ્રસૂરિ પછીનાં – શ્વેતામ્બર જૈન મહાપુરુષોનાં વૃત્તાન્તો હોય. આ ભાગ મળી આવે અને તેમાં જે બપ્પભટ્ટસૂરિનું વૃત્તાન દીધું હોય તો ગૂંચવાડામાંથી કંઈક રસ્તો શોધી શકવાની શકયતા રહે. ર૭. કેમકે, પાછળ કહી ગયા તેમ તેમની સભાખ તત્વાર્થાધિગમ-સૂત્રની બૃહદવૃત્તિમાં દક્ષિણાત્ય દિગમ્બર દાર્શનિક પંડિત અકલંકદેવના તત્વાર્થવાર્તિકનો પરિચય વરતાય છે. પ્રસ્તુત ગ્રન્થનો રચનાકાળ ઈસ્વી ૭૨૫-૭૫૦ના અરસામાં મૂકી શકાય તેમ છે. સિદ્ધસેન ગણીએ એ ગ્રન્થો ઈસ્વી ૭૬૦ના અરસામાં જોયા હોવાનો સંભવ છે. ૨૮. અહીં લેખના અંતિમ ભાગમાં થયેલી ચર્ચામાં તત્સમ્બન્ધ મૂળ પાઠ ઉદ્રત કર્યો છે, જે ત્યાં જોઈ લેવો. ર૯. મૃદીતવાતિવવતા તથોર્નયતીતસિંહવાહિની शिवाय यस्मिन्निह सन्निधीयते क्व तत्र विघ्नाः प्रभवन्ति शासने - વંશપુરા, ૬૬, ૪૪ (રિવંશપુરા, જ્ઞાનપીઠ મૂર્તિદેવી ગ્રન્થમાલા, સંસ્કૃત ગ્રન્થ ૨૭, નવી દિલ્હી ૧૯૭૮, પૃ૦ ૮૯, ૬૬, ૪૪.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy