________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
नम्राखण्डल सन्मौलि श्रस्त मन्दार दामभिः । यस्यार्चितं क्रमाम्भोजं भ्राजितं तं जिनं स्तुवे ॥१॥
તથા नमस्तुभ्यं भवांभोधि निमज्जन्तु तारिणे। दुर्गापवर्ग सन्मार्ग स्वर्ग संसर्ग कारिणे ॥५॥ અને न मया माया विनिर्मुक्तः शंके दृष्टः पुरा भवान् विनाऽऽपदं पदं जातो भूयो भूयो भवार्णवे।।
આ કાવ્યાંશોની શૈલી પણ પાછળ ચર્યા તે ત્રણે સ્તોત્રોની જેમ જ અને સ્પષ્ટતા: બપ્પભઢિની છે: સુપ્રાસિત, સુઘોષ, એવં ધ્વન્યાકુલ પણ છે. (પ્રસ્તુત કાવ્યમાં અલબત્ત મથુરાના સ્તૂપનો કે અહંતુ પાર્શ્વનો ઉલ્લેખ નથી.) વસ્તુતયા શાન્તિસ્તોત્રનાં તેમજ મથુરા જિનવાળા સ્તવનનાં ઉપર ટકેલાં પડ્યો ચેતોહર શબ્દાવલીથી ગુતિ, અર્થગમ્ભીર, સુલલિત, અને પ્રસન્નકર રચનાનાં ઘોતક છે. બપ્પભટ્ટનો જીવનકાળ સુદીર્ઘ હતો તે જોતાં, તેમ જ મધ્યયુગમાં નિર્ચન્થ સમાજમાં તેમની કવિ રૂપેણ બહુ જ મોટી પ્રતિષ્ઠા હતી તે ધ્યાનમાં રાખતાં, તેમણે વિશેષ કૃતિઓ રચી હોવી ઘટે. એમની જ હોઈ શકે તેવી, પણ વણનોંધાયેલી, એક કૃતિ સાંપ્રત લેખકના ધ્યાનમાં આવી છે. ચતુષ્ક સ્વરૂપની આ સ્તુતિ જિન અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલી છે. પહેલા પદ્યમાં નેમિ જિન, બીજામાં સર્વ જિનો, ત્રીજામાં જિનવાણી, અને ચોથામાં શાસનદેવી ભગવતી અમ્બિકાની સ્તુતિ કરી છે. આ ચતુષ્ક પ્રકારની સ્તુતિઓ રચવાનો સૌ પ્રથમ પ્રયાસ બપ્પભટ્ટ દ્વારા જ, તેમની પ્રસિદ્ધ ચતુર્વિશતિકામાં થયો છે. ત્યાં ૨૪ જિનનાં ૯૬ પદ્યો આ પદ્ધતિએ જ આયોજિત થયાં છે. પછીથી, વિશેષ કરીને મધ્યયુગમાં, તો આ પ્રથાનો શ્વેતામ્બર રચયિતાઓમાં ઘણો પ્રચાર હતો તેમ તે સમયની મળી આવતી કડિબંધ રચનાઓના સાક્યથી સિદ્ધ છે.
સ્રગ્ધરા છન્દમાં રચાયેલી જિન અરિષ્ટનેમિની ઉપર કથિત સ્તુતિના આરંભનાં અને અન્તનાં પદ્યો આ પ્રમાણે છે:
राज्यं राजीमती च त्रिदशशशिमुखीगर्वसर्वकषां यः प्रेमस्थामाऽभिरामां शिवपदरसिकः शैवक श्रीवुवूर्षुः । त्यक्त्वाच्चोद्दामधामा सजलजलधरश्यामलस्निग्धकायच्छायः पायादपायादुरुदुरितवनच्छेदनेमिः सुनेमिः ।।
અને
या पूर्वं विप्रपत्नी सुविहितविहितप्रौढदानप्रभावप्रोन्मीलन्पुण्यपूरैरमरमहिमा शिश्रिये स्वर्गिवारम् । सा श्रीमन्नेमिनाथ प्रभुपदकमलोत्सङ्ग श्रृङ्गारभृङ्गी,
विश्वाऽम्बा वः श्रियेऽम्बा विपदुदधिपतद्दत्तहस्ताऽवलम्बा ।। આ સ્તુતિમાં બપ્પભટ્ટિની પ્રૌઢીનાં તમામ લક્ષણો મોજૂદ છે. એ જ મૃદુ-મંજુલ ધ્વનિ સમેતનાં પદ્યચરણોના સંચાર, તેમાં સુરચિપૂર્ણ અલંકારો લગાવવાની લાક્ષણિક રીત', બપ્પભટ્ટિની વિશિષ્ટ ઉપમા-ઉભેક્ષાઓ, એમના નિછ પસંદગીના શબ્દ-પ્રયોગો – જે અન્ય કોઈ સ્તુતિ-સ્તોત્રમાં નજરે પડતા નથી – અને તેના સારાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org