SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Vd. I.1995 વાદી-કવિ બપ્પભકૂિરિ भवति भवति ! भाषे! भव्यभाषाविशेषै मधुरमधुसमृद्धस्तस्य वाचां विलासः ॥१२॥ આ સરસ્વતીકલ્પમાં પણ તાત્ત્વિક પુટ વરતાય છે. જોકે મન્ચના લીધેલા આશ્રય પાછળ કેવળ “કવિચક્રવર્તિ' થવા પૂરતી જ વાંછના રહેલી છે. પછીના જૈન તન્યકારોની જેમ ઐહિક વાસનાઓની તૃપ્તિની તેમાં વાત કે આશય દેખાતાં નથી. પ્રભાવકચરિતમાં કહ્યું છે કે બૌદ્ધ વાદી વર્ધનકુજ્જર સાથે વાદ દરમિયાન બપ્પભટ્ટએ “ધરિત્યારે” શબ્દોથી આરંભાતા રાતોત્રની રચના કરી, ગિરાદેવીને પ્રકટ કરી, વાદજયાર્થે ઉપાય અંગે સૂચના મેળવેલી”. પ્રસ્તુત સ્તોત્ર ૧૪ પદ્યયુકત હતું તેમ ચરિતકાર કહે છે, (તેમ જ પ્રબંધકોશકાર પણ) ત્યાં નોંધે છે કે દેવીએ બપ્પભટ્ટિને આદેશ આપેલો કે ચૌદચૌદ વૃત્તો પ્રકાશિત ન કરવા, કેમકે પૂર્ણ સ્તોત્રના પઠનથી તેને પ્રત્યક્ષ થવું પડશે (જે મંત્રવાદ અનધિકારીઓના હાથમાં પડી જાય તો અનર્થ થાય.) આજે તો પ્રસ્તુત સ્તોત્ર મળતું નથી. અને સંભવ છે કે પ્રબન્ધકારોના સમયમાં તેમાં ૧૮થી ઓછાં પધ હશે, પણ મૂળે તેમાં ૧૪ પદ્યો હતાં તેવી માન્યતા તે કાળે પ્રચારમાં હોવાનો સંભવ છે. પ્રભાવકચરિતકાર તથા પ્રબંધકોશકારના કથન અનુસાર ગોપગિરિના મહાવીર બિંબના (પરાજય પશ્ચાતું મિત્ર બનેલા બૌદ્ધ વિદ્વાન વર્ધનકુજ્જર સંગાથે) કરેલ દર્શન સમયે “શાન્તો વેપ:' નામક ૧૧ પદ્યોવાળું સ્તોત્ર રચ્યું તથા ગોકુળમાં નંદ સ્થાપિત શાન્તિ દેવતાની જિન (શાન્તિનાથ) સહિત “નતિ નકક્ષા''થી પ્રારંભાતી સ્તુતિ કરી''. એમ જણાય છે કે ચરિતકારે, તથા તેને અનુસરતા પ્રબન્ધકારોએ, વસ્તુતયા પ્રમાદવશ જ આવું ઊલટસૂલટું લખી નાખ્યું છે, કેમકે શાંતો વેપમાં “શાતિ” જિન સૂચિત છે અને તેની અંદર કેટલાંક પધો કોઈ દેવી ને ઉદ્દબોધન રૂપ છે, જેમાં “શાન્તિદેવતા” વિવક્ષિત હોય તેમ લાગે છે : યથા : [મન્તાન્તા) शान्तोवेषः शमसुखफलाः श्रोतृगम्या गिरस्ते कान्तं रूपं व्यसनिषु दया साधष प्रेम शभ्रम । इत्यम्भूते हितकृतपत्तेस्त्वच्यसङ्ग विबोधे प्रेमस्थाने कमिति कृपणा द्वेषमुत्पादयन्ति ॥११॥ થ્વિ ઇન્દ્રો अतिशयवती सर्वा चेष्टा वचो हृदयङ्गमं शमसुखफलः प्राप्तौ धर्मः स्फुटः शुभसंश्रयः मनसि करुणा स्फीता रूपं परं नयनामृतं किमिति सुमते ! त्वच्चान्यः स्यात् प्रसादकरं सताम् ॥२॥ વાસ્તવમાં આ સ્તોત્ર જ શાન્તિનાથ અને શાન્તિ દેવીને ઉદ્દેશીને રચાયું છે; આથી “નતિ નકક્ષાર' સ્તોત્ર ગોપગિરિ-વીર અનુલક્ષે રચ્યું હોવું જોઈએ, દુર્ભાગ્યે તે કૃતિ ઉપલબ્ધ નથી. એના પ્રારંભનું કાન્તિમાન અને ગરિમાપૂત અર્ધચરણ જોતાં તો જણાય છે કે તે અદ્ભુત રચના હોવી જોઈએ. આ સિવાય “બપ્પભટ્ટસૂરિચરિત'(ઈ. સ. ૧૨૩૫ પહેલાં)ની અંતર્ગત મથુરા ઑપની સામે બપ્પભટ્ટએ જે સ્તવન કહેલું તેનાં ત્રણેક પૃથક પૃથક ચરણો અહીં ઉફૅકિત કરીશું. યથા: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy