SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 卐水 આદિપ–અક્ષયતૃતીયા આદિપર્વ-અક્ષયતૃતીયા ( લેખક—મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી) ESS= “પ માં આદિ જે પ મુહૂર્તે શ્રેષ્ઠને શુભ; અખાત્રીજે જળે ખ્યાત, થાઓ સહુને મોંગલ.” પી માનવજીવનમાં કાઈ અનેરા આનંદ ઉપજાવે છે. ઉન્નતિની ઉજ્જવળ પ્રેરણાઓ પ્રેરે છે. સ્વ અને પરના કલ્યાણુ સાધવામાં સંસ્કારી મહામંત્ર સમર્પે છે. અનેક પ્રકારના પર્વે ભિન્ન ભિન્ન સમયે જગકલ્યાણની ભાવનાનું ઘડતર ઘડવા સાધનરૂપ બને છે. પના હેતુ આન ંદ અને ઉત્સાહ પ્રેરવાના હાય છે. અખાત્રીજ પર્વ યુગના આદિમાં કારણવશાત્ સમર્પણુની ભાવના શિખવનાર એ મહાપર્વ છે. જેના મહિમા શાસ્ત્રકારોએ ખૂખ ખૂબ વર્ણવ્યા છે, એ પર્વ અક્ષયભાવના સમપે છે. માનવજીવનમાં રહેલી અધુરી ભાવનાઓને એકત્રિત કરી અક્ષય ખનાવવા શક્તિમાન નીવડે છે. આચાર અને વિચારમાં અક્ષયતાના અમૃતસીંચન કરે છે. ત્રણ જ્ઞાન સંયુક્ત ભગવાન આદિ યતિવર યુગાદીશ ઋષભપ્રભુએ સંસારના ભાવાને વિનશ્વર સમજી નિરૂપની પ્રાપ્તિ અર્થે મહારાજ્યના તૃણવત ત્યાગ કરી ભરત આદિ શતપુત્રાને વહેંચી આપી છઠ્ઠની તપશ્ચર્યાપૂર્વક ચાર સહસ્ર મુમુક્ષુએ સાથે સંયમજીવન આદર્યું. હેપ પૂર્વના કે। અંતરાયને લીધે લેાકેા મુનિવરેાને આહાર આપવાની વિધિથી અજ્ઞાત હેાવાથી આહાર આપવાના સ્થાને અશ્વ, હસ્તિ, રથ, મણી, માણિકય, મૌક્તિક, અને સુંદર આભુષણા યુક્ત સ્વયંવરા કન્યારત્નને સ્વજન અને પૂજ્ય તરીકેના ઉપકારની દૃષ્ટિએ આપવા પ્રેમપૂર્વક પ્રાર્થના કરતા, પરંતુ ભગવાન પરમ ત્યાગી હતા અને જનતા સ્નેહાળ અને ભદ્રિકશાવી હતી. ભગવાન આદિ પ્રભુ મૌનભાવે સુખદુ:ખને સમાન માની અદીનભાવે પૃથ્વી તલ ઉપર વિચરતા હતા. કાઇ વખતે ગ્રામ, નગર, અરણ્ય, નદી, પર્યંત આદી સ્થળામાં આત્મ ધ્યાનમાં નિમગ્ન બની શુદ્ધ આહારની ગવેષા પૂર્વક વિહાર કરતા હતા. આહાર ન મળવાથી ચાર હજાર મુનિજના અકળાયા. પ્રભુને પૂછતાં તે મૌનભાવે હાવાથી કાંઈ પણ ઉત્તર ન આપ્યા, તેથી મુનિએ વિશેષ અકળાયા. સ્વયં પેાતાની મેળે ગિરિ, નદી આદિ સ્થળામાં નિવાસ કરી વૃક્ષના
SR No.522556
Book TitleJain Dharm Vikas Book 05 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1945
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy