SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્રની તાત્વિક ભાવના થાય. ભક્તિના ત્રણ પ્રકારા પૈકી રાજસી અને તામસી ભકિત કરનારા ઘણા જીવે મળી આવે છે પણ સાત્ત્વિકી ભકિતના કરનારા ગણતરીનાજ પુણ્યશાલિ ભવ્ય આત્માએ હેાય છે. ડાહ્યા પુરૂષષ રાજસી નામની મધ્યમ ભકિતને, અને તામસી નામની જધન્ય ભકિતને છેડીને સાત્ત્વિક ભકિતને આદરે છે.. અરિહંત પ્રભુની ભકિત કરતી વખતે ત્રણ અવસ્થાએ ભાવવી જોઈયે. ૧ પિંડસ્થાવસ્થા. ૨ પદસ્થાવસ્થા. ૩ રૂપાતીત અવસ્થા તેમાં પિંડસ્થાવસ્થાનું બીજુ નામ છદ્મસ્થ અવસ્થા છે. તેના ત્રણ ભેદે આ પ્રમાણે ૧ જન્મ અવસ્થા ૨ રાજ્યાવસ્થા ૩ શ્રામણ્ય-અવસ્થા, પ્રભુને સ્નાત્ર કરતી વખ તે જન્મ અવ સ્થા ભાવવી અને મુકુટ વિગેરે ઘરેણાં પહેરાવતી વખતે રાજ્ય અવસ્થાને ભાવવી, વાળ વિનાનુ મસ્તક જોઈને શ્રામણ્ય (સાધુપણાની) અવસ્થા ભાવવી, તથા આઠ મહાપ્રાતિહાર્યોની શાભાવાલા સ્નાતક (બ્રાતિકાં રૂપી મેલને દૂર કરનાર. તેના એ ભેદ સયેાગી કેવલી અને અયાગી કેવલી) અને ઉજ્જાગર દશાના અનુભવ કરનાર (ચેતનાની ચાર દશા (અવસ્થા) ૧ નિદ્રા, ૨ સ્વપ્ન, ૩ જાગર, ૪ ઉજ્જાગર તેમાં પહેલી અવસ્થા શરૂઆતના ત્રણ ગુણુઠાણું હોય. બીજી સ્વપ્નદશાચેાથા ગુણુઠાણાથી પ્રમત્ત ગુણુઠાણા સુધી સંભવે અને સાતમાથી ૧૨ મા ગુણુઠાણા સુધી જાગરદશા અને તે પછી ૧૩-૧૪ મૈ ગુણુઠાણું ઉજ્જાગર દશા હાય.) એવા ૯૩ · પ્રભુને જોઈને પદસ્થ (કેવલિપણાની) અવસ્થા ભાવવી. છેવટે નિરજન-નિરાકાર પ્રભુની રૂપાતીત અવસ્થા ભાવવી. જ્યાં સુધી ચેાગાવચક વગેરે ભાવ પ્રકટ ન થાય, ત્યાં સુધી આપણે જરૂર સમજવું જોઇએ કે-સાચા ફૂલને મેળવવાને માટે આપણે અધિકારી થયા નથી. યેાગાવ ચક ભાવનું સ્વરૂપ જણાવવા માટે હવે ત્રણ પ્રકારના અવંચક જીવેાનું સ્વરૂપ દર્શાવાય છે. ૧ યાગાવચક, ૨ ક્રિયાવ ચક, ૩ ફલાવચક. તેમાં જેઆને જોવા માત્રથી પણ એમ લાગે કે આ (પુરૂષા) પવિત્ર છે. એવા તે મહાપુણ્યશાલિ ઉત્તમ અરિ તાદિ પુરૂષોને ગુણવંત માનીને જે જીવ તેમનાં દન કરે, તે યેગાવ ચક કહેવાય. ૨-ક્રિયાવચક તે ઉત્તમ અરિહું ત વિગેરેને નમસ્કારાદિ કરવાના દૃઢ નિયમ સાચવનાર જીવ તે ક્રિયાવાંચક કહેવાય આવે! જીવ નીચ કુલમાં ઉપજતા નથી. ૩–લાવચક જે જીવ ઉપર જણાવેલા અરિહંતાદિ ઉત્તમ પુરૂષાની ભક્તિ કરી, તેમના ઉપદેશ સાંભળી, આત્મિક ધર્મનું સ્વરૂપ સમજી નિશ્ચયે કરી ઉત્તરાત્તર (આગળ આગળ) ચઢતાં (વધારે વધારે) ઉત્તમલને મેળવે તે ફલાવ'ચક કહેવાય. હવે અરિહંત પદની ભાવના આ પ્રમાણે ભાવવી—હું આજે જે પદની આરાધના કરવા તત્પર થયે છું તે પદમાં રહેલા ઉજ્વલ વણુ વાળા અરિહંત પ્રભુ જ્ઞાનાદિ ઐશ્વર્ય વાલા છે, ત્રણે લેાકવાસી જીવાના મહા કલ્યાણકારી નાથ છે. મહા પ્રભાવવાળા, અને રાગદ્વેષ માહને નાશ કરનારા
SR No.522556
Book TitleJain Dharm Vikas Book 05 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1945
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy