SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણેાપાસક કલ્પલતા આવી નિમલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધાગુણુ પ્રગટ થયા. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે ખીના કહી છે, તે નિઃશંક અને સાચી છે. પેાતાના મિથ્યાત્વ શત્રુને પરાજય થવાથી ખૂશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું હે પ્રા ! આપે ફરમાવેલા ધર્મ મને રૂચે છે, હું ચાક્કસ માનું છું કે સંસાર કેદખાનું છે અને ખરૂં સુખ સર્વ સંયમની આરાધના કરવાથીજ મલી શકે છે. પરંતુ માહનીય કર્મની તથા પ્રકારની આછાશ નહિં થએલી હાવાથી હાલ હું ચારિત્ર ધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું જેથી હું ખાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મના અંગીકાર કરવા ઈચ્છું છું.' આ ખાખતમાં પ્રભુ દેવે કહ્યું કે નદાનુદું સેવાનુન્વિય ! મા હિવંધો હાયવો હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરા, (આવા ઉત્તમ કાર્યોંમાં વિલંબ કરશેા નહિ. પછી આનદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત અંગીકાર કર્યા. ત્યારબાદ ચેાગ્ય હિતશિક્ષા આપીને પ્રભુએ કહ્યું કે હું મહાનુભાવ ! મહા પુણ્યાયે પ્રાપ્ત કરેલા આ દેશિવરતિ ધર્મની ખરાખર આરાધના કરશે.' પ્રભુની આ શિખામણુ અંગીકાર કરીને પ્રભુ શ્રીમહાવીરદેવને વન્દ્વન કરીને આનંદ શ્રાવક પેાતાના ઘેર ગયા. ઘેર જઇ ને પેાતાની પત્ની શિવાનંદાને ખૂશી થતાં થતાં બધી બીના જણાવી એટલે તેણે પણ પ્રભુની પાસે દેશિવરિત ધર્મના સ્વીકાર કર્યાં. આનંદ શ્રાવકના વ્રતાધિકારના પ્રસંગે ૧૯૯ શ્રી ઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છેઃ- શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દ્વિવિધ ત્રિવિધ નામના ભાંગાએ કરીને સ્થૂલ જીવહિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાંચે અણુવ્રતા અંગીકાર કર્યા". તેમાં તેમને ચેાથા અણુવ્રતમાં સ્વ (પાતાની) સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીઓના પરિહારને નિયમ હતા. અને પાંચમા અણુવ્રતમાં (૧) શકડ ધનની આમંતમાં ચાર કરાડ સાનામહારા નિધાનમાં, ચાર કરાડ વ્યાજે, ચાર કરોડ વ્યાપારમાં એમ ખાર કરાડ રાખી શકું. આ રીતે નિયમ કર્યાં, તથા (૨) દશ હજાર ગાયાનું એક ગાકુળ થાય, એવાં ચાર ગાકુળ રાખી શકું (૩) એક હજાર ગાડાં અને ખેતીને માટે પાંચસે હળ અને બેસવાને માટે ચાર વાહન રાખી શકુ એવે નિયમ કર્યાં. છઠ્ઠા દિશિપરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાના યથાશક્તિ નિયમ કર્યાં. ( આખીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે. ) સાતમા ભાગેપભાગ વ્રતમાં સ્થૂલ દૃષ્ટિએ ખાવીસ અભક્ષ્ય અને ખત્રીસ અનંતકાય તથા પ ંદર કર્માદાનના બની શકે તેટલે ત્યાગ કર્યું. દાતણમાં જેઠીમધનું લાકડું, મર્દનમાં (તેલ ચાળવા, ચેાળાવવામાં) શતાક અને સહસ્રપાક તેલ ઉતન (પીડી)માં ઘઉં અને ઉપલેટના પિષ્ટ (આટા). સ્નાનમાં ઉષ્ણુ જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી. પહેરવાનાં વસ્ત્રોમાં ઉપરનું અને નીચેનું એમ એ વસ્રા વગેરે. વિલેપનમાં ચંદન અગુરૂ કપૂર અને કુંકુમ. ફૂલમાં પુંડરીક કમળ અને માલતીનાં ફૂલ. અલંકારમાં નામાંકિત મુદ્રિકા(વીંટી) તથા
SR No.522533
Book TitleJain Dharm Vikas Book 03 Ank 09
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1943
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy