________________
શ્રીઅરનાથ જિર્ણોદ-સ્તવન. વિરાગ્ય પિષક તમે નિત બોધ આપે, સદજ્ઞાન અર્પણ કરી જિન ધમ આપ દેરી સુમાર્ગ જનનાં ભવ દુઃખ કાપો, ને યોગ્ય મુક્તિ પંથ તે સહુને બતાવે. સમ્મતિ તર્ક સરખા બહુ તર્ક થે,
ન્યાયાવતાર સમ છે બહુ મૂલ્ય ગ્રંથો; કાવ્યો ઘણાં રસિક છે પ્રતિભા ભરેલાં, સર્વાગ્રણી કવિ ગુરૂ સૂરિહેમ કહેતા. કવિ સમ્રાટ શાસ્ત્રજ્ઞ, નમું હું સિદધસેનને, પ્રભાવી ધર્મ વિષે જે, નમું. તે સિદ્ધસેનને,
૨૨
૨૩
શ્રીઅરનાથજિમુંદ–સ્તવનમ્
કર્તા–મુનિરાજ શ્રીસુશીલવિજયજી. .
(અબતે પાર ભયે હમ સાધો- એ રાગ.) અરજિન વંદિયે ભવી પ્રાણી, શુદ્ધ આત્મિક આનંદ લહીએ. (અંચલી)
સઠ ઈન્દ્રો નમે જિન ચરણે, અમૃત પાન કરે મુખમે રે, ' ' દેવાંગના નૌતમ નૃત્ય કરે રે, રાસ લેઈ ફેર ફુદડી ફરે છે. અરજિન. ૧ ભક્તિપૂર્વક તાલ વીણું વાજીંત્ર, ધ૫ મપ મૃદંગ બજાવે રે, તન તન થેઈ થઈ નાટય કરીને, નિજ લળી લળી શીષ નમાવેરે. અરજિન. ૨ Uણ ભરતે દુષ્ટ દુષમ કાળે, મુક્તિ નહીં કોઈ જીવનીરે પણ પ્રભુ ભક્તિ શિવશર્મને ખેંચે, ચમક પાષાણ જેમ લેહનેરે. અરજિન. ૩ તુજ પદ પંકજ દિવ્ય મકરંદે, મધુકર સમ હું લુબ્ધો રે, હૃદય મંદિરમાં તુજને સ્થા, મસ્ત બન્યો આતમમાં છે. અરજિન. ૪ દુઃખ દેહગ આધિ વ્યાધિ ટળ્યાં, મિથ્યા પંક ગયે ફરે રે, ' ભવ સાયરથી મુક્ત થઈને, ચાહું હું શાશ્વત સુખનેરે. અરજિન. ૫ અરજિન એટલી અરજી હમારી, લેજે ધ્યાનમાં મહેર કરી નેમિ લાવણ્યસૂરિ દક્ષ પ્રતાપે, સુશીલ શિવ રમણી વરીયેરે. અરજિન. ૬