________________
૧૦૮
જૈનધર્મ વિકાસ.
નમ્રતા સિવાય ગુરૂ પાસે આવી શકાય નહિ, સમ્પ્રવૃત્તિ આદરી શકાય નહિ, જ્ઞાન મેળવી શકાય નહિ અને કેઈપણ પ્રકારની યોગ્યતા લાવી શકાય નહિ. ગુરૂજને શું કહે છે એ, જે નમ્ર, વિનીત હોય, તે જ ધ્યાન દઈ સાંભળી શકે યા ગ્રહણ કરી શકે. આટલા માટે સર્વ શાસ્ત્રકારોએ ત્યાગના માર્ગમાં નમ્રને જ ખાસ કરી અધિકારી ઠરાવ્યું છે. વ્યવહારું કલાઓમાં નિષ્ણાત થવાને પણ નમ્રતા જોઈએ જ છે. એમાં કઈ ભલે ઉન્નત ઉરને તેજસ્વી હોય; પણ તે નમ્ર જોઈએ, ઉદ્ધત, વક્ર નહિ. ન સહન કરનાર વક્રપદિ પણ ગુણનું પાત્ર થતા નથી; તેની સર્વ ક્રિયાઓ, પછી તે ભલેને ઘણું જ સુંદર અને શાસ્ત્રોક્ત હોય છતાં, બધી નિષ્ફલ થાય છે એટલું જ નહિ કિન્તુ તેના સકલ ગુણના નાશનું કારણ બને છે. આ વિષેનાં ઘણું દૃષ્ટાંતે જ્ઞાનીઓએ અને અનુભવીઓએ જ્યાં ત્યાં ટાંકી બતાવ્યાં છે.
પ્રત્યેક માબાપ, કે જે પિતાના સંતાનનું સદા શ્રેયઃ ઈચ્છે છે તે પણ, પિતાના સંતાનને અતીવ નમ્ર થતું, થયેલું જોવા ઈચ્છે છે. તેઓ માને છે કે, સંતાનના ઉપર વરસતા અમારા સર્વ આશિર્વાદે તેની વિનીતતા ઉપર જ સફળ થવાને નિર્ભર છે. ઉદાર અને વાત્સલ્યભર્યો હદયનાં સમર્પણ અવિનીતને માટે વિષરૂપ થઈ પડે છે, જ્યાં ત્યાંથી પણ જગત પિતાના તરફ નમ્રતા ઢળતી જેવા ઈચ્છે છે, તે પછી પિતાનાં વાત્સલ્યનું મુખ્ય સ્થાન જે સંતાન, તેના તરફની નમ્રતા પિતાના તરફ ઢળતી જોવા તેને કેટલો બધો ચાહ હેય. સંતાનની વ્યવહારું નમ્રતાને નિરખતાં તેમને કેટલે બધે આનંદ અને ઉમળકે આવે ?
સુશીલ અને પતિવ્રતા આર્ય સ્ત્રી પિતાનું મસ્તક પતિના ચરણકમલમાં સદાય નમતું રાખે છે અને આખું જીવન તેને સમર્પણ કરી ખરા જિગરથી તે પિતાને કૃતકૃત્ય માને છે, પતિપર તેને અનહદ પૂજ્યભાવ હોય છે, તેનું પૂજન સર્વથા વાસ્તવિકતાથી ભરેલું હોય છે, છતાં તે પોતાના એ પ્રિયતમને તેજસ્વીતા અને શૂરતા વગેરેની સાથે હૃદયનો અતીવનમ્ર માઈવશીલ પણ જેવા, જો કે અનીચ્છાએ પણ ઈચ્છે છે. પતિની મૃદુતા પ્રત્યક્ષ અનુભવવા તે રીસાય છે, પણ તેને પગમાં પડેવા દેતી નથી, આજ્ઞા ઉઠાવવા દેતી નથી. પગમાં પડવા પુરતો, આજ્ઞા ઉઠાવવા પુરત પતિની મને દશામાં માર્દવભાવ હોય એટલું એને, આનંદમય, સુખમય, શાંતજીવન વિતાવવાને માટે બસ છે. બીજી તરફ પતિ, કે જે સ્ત્રીના માટે સર્વસ્વ સમર્પવા અને સર્વથા સહવા તૈયાર છે, તેય સ્ત્રીને સદા વિનયથી નમ્ર અને આજ્ઞાંકિત જેવા ચાહે છે. તેની જેટલી નમ્રતા અને આજ્ઞાંકિતતા, એટલે જ તે તેને આધીન, અનુફૂલ અને વશીભૂત હોય છે, બની રહે છે.
(અપૂર્ણ)