________________
જનધામ વિકાસ
શિલાલેખમાં પણ તેમજ નિર્દિષ્ટ કરેલ છે. એટલે પૂ. પં. ગણિજી મહારાજે ઉઠાવેલ શંકા નિરાધાર બને છે. ( આ પ્રમાણે તેમની આઠે (૨ મેઘમ અને ૬ પૃવાર ઉઠાવેલી) શંકાઓનું સમાધાન સમજવું. અત્રે એમ જણાવતાં હર્ષ ઉપજે છે કે અમારી મુસાફરીમાં કેટલાક ગીતાર્થ મુનિ મહારાજનાં દર્શન અને વંદન કરવાને અમને લાભ મળ્યું હતું, તેમાંના કેટલાકની સાથે ચર્ચા થતાં અમારા ઉપરોક્ત મતને તેમના તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું હતું, જેથી વિશેષને વિશેષ પણે ખાત્રી થતી જાય છે કે–પ્રિયદશી તેજ સમ્રાટ સંપ્રતિ છે. અને પરિણામે તેણે કેતરાવેલ શિલાલેખો તથા ધર્મલિપિઓ તે જૈન ધર્મના જ દ્યોતક રૂપ છે. પં. કલ્યાણુવિજયજી મહારાજનું ઉપરોકત ખુલાસાપરનું ટિપ્પણુ.
કટર. ત્રિભુવનદાસ લહેરચંદે જે ખુલાસો હારા “જૈનધર્મ વિકાસના લેખ પછી આપે છે તે ખુલાસાથી મારા હૃદયમાં સંતોષ થયે નથી, પરંતુ ડેકટરે તે ખુલાસે જૈનધર્મ વિકાસમાં પ્રગટ કરવા માટે કર્યો તેથી તે ખુલાસે
જૈનધર્મ વિકાસમાં પ્રગટ કરવામાં આવ્યું છે. પણ તેની સાથે મારી જુદી ટિપ્પણું નીચે મુજબ છે.
૧. રથયાત્રા વિષે જે ખુલાસે ડોકટર પ્રગટ કરે છે તે ખુલાસે પુરાવા વગરને છે. આર્યમહાગીરીજી રથયાત્રાના પ્રસંગે હોત તે આર્યસુહસ્તિસૂરીજીનું નામ પ્રસિદ્ધ થાત નહી, વાતે સ્પષ્ટ દેખાડે છે કે આર્યમહાગીરીજી રથયાત્રામાં હતા નહી. તેથી સંપ્રતિના ગુરૂ તરીકે આર્ય સુહસ્તિસૂરીજીજ હતા.
વળી વધારામાં પાને ૧૮૭ માં ડેકટર લખે છે કે “જે વ્યક્તિ સંઘને છિન્નભિન્ન કરશે તેને સફેદ કપડાં પહેરાવવામાં આવશે” આ જ લખાણ બતાવે છે કે શ્રી આર્યસુહસ્તિસૂરીજી મહારાજના જે આવા શબ્દો હોય તે તે વખતે મુનિઓને કેવાં કપડાં લેવાં જોઈએ? પરાપૂર્વથી અનુગાચાર્ય પન્યાસજી સત્યવિજયજી મહારાજ પહેલાં જે જે મુનિઓ હતા તેને સફેદ કપડાં જ હતાં પણ બૌદ્ધોને કપડાંને ભેદ હોવા જોઈએ ! વાસ્તે આવા શબ્દ ઉપરથી તે લખાણું બૌદ્ધધર્મનું જ હોય તે નિઃસંદેહ છે. તે આવા લખાણે વેતામ્બર જૈનધર્મને હાંસી પાત્ર બનાવે છે અને તે સમયે આર્યમહાગીરિજી જનક૯૫ની આચરણ કરતા હતા તે સ્પષ્ટ દીવા જેવું છે. અને આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજ રાજ્યશાસન ચલાવતા હતા તે નિર્વિવાદ તરી આવે છે.
જેઓએ કલ્પસૂત્ર વાંચ્યું છે તેઓ સ્પષ્ટ જોઈ શકે છે કે ભગવાન મહાવીર પ્રભુના શાસનમાં જનકલ્પ, સ્થવરકલ્પી વેતામ્બર અને દીગમ્બર