________________
જનધર્મ વિકાસ..
એટલે પર્યુષણ જ ગણાય એમ નથી. પર્વ દિવસે આખા વર્ષમાં અનેક આવે છે જ્યારે પર્યુષણ તે માત્ર એકજ વખત આવે છે. એટલે તે વસ્તુદર્શન નિરાળું જ બને છે. વળી સંપ્રતિએ આ દિવસેને “સમાજ' તરીકે સંબોધ્યા છે. અને સમાજને અર્થ ઉત્સવ, મેળાવડા એ થાય છે. એટલે સમજવું રહે છે કે કેવળ મનરંજનાથે સ્વપ્ન રૂપનાં હસ્તિ, વિમાન, અગ્નિસ્કંધ ઈત્યાદિ આવા પ્રસંગે દેખાડવામાં આવતાં હશે. ઉપરાંત સ્વને બતાવવાની ક્રિયા સાથે પુસ્તકારૂઢના પ્રસંગને કોઈ સંબંધ નથી. કેમકે અનેક ગ્રંથોમાં જણાવ્યાનુસાર પુસ્તકારૂઢ પૂર્વે પણ સ્વને બતાવાતાં હતાં. ' રૂબરૂમાં અમે તેઓશ્રીને મળ્યા ત્યારે તેમના કહેવાનો આશય એ હતે કે પૂર્વે તે કાષ્ટનાં જ સ્વને બતાવાતાં અને તે પણ માત્ર પાસે વર્ષ થયાં જ એટલે કે સોનાચાંદીની બનાવટ તે આધુનિકજ છે. તેમની તે સલાહ પ્રમાણે પુસ્તકના અંતે દર્શાવાતી શુદ્ધિની ટીપમાં અમે ઘટતે ફેરફાર કરવાનું માન્ય રાખ્યું છે.
(૫) પૃ. ૧૧૦ માં ગિરનારના ચૌદમા શાસનની છપાયેલ હકીકત ઉપર પિતાને અભિપ્રાય જણાવતાં તેઓશ્રી લખે છે કે, “આ શાસનમાં ગિરનાર ઉપર કેટલાં દેરાસર બંધાવ્યાં છે, તેને પણ ઉલ્લેખ કરેલ નથી જે પ્રિયદર્શીને સંપ્રતિ તરીકે ઠરાવવામાં આવે તે સાથે દેરાસરને પણ શિલાલેખોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હત. પણ શિલાલેખ અશોકના જ હોવાથી તેને ઉલ્લેખ નથી, તે ડે. અવશ્ય ધ્યાનમાં લેશે.”
તત્સંબંધી અમારે ખુલાસો એ છે કે જ્યાં સંપ્રતિએ આખા જંબૂદ્વિીપને ચિત્યમય બનાવી દીધાનું જણાવી દીધું છે ત્યાં ગિરનારનું સ્વતંત્ર નામ આપવાની શું જરૂરીયાત રહે છે ખરી? અમારું માનવું થાય છે કે તેને સમાવેશ તે તેમાં થઈ ગયે જ કહેવાય. એટલે દેરાસરને કે ગિરનારને ઉલ્લેખ જ શિલાલેખમાં કરાયું નથી તે મુદ્દો ધરાશાયી થઈ જાય છે. ઉલટું આવા ગૂઢાર્થ ઉલ્લેખને ધ્યાનમાં ન રાખી તે અશોકના જ લેખે છે એમ જાહેર કરવા પૂર્વે પૃ. ૨૦૧ થી ૨૦૪ સુધીમાં, સર્વ લેખના તાત્પર્યની જે તારવાણી છે તે તથા પૃ. ૨૦૫ થી ૨૧૧ સુધી ધર્મ લિપિ કોતરાવવા અંગે સ્થળ પસંદગીની જે ચર્ચા કરી છે, તે તેમજ પૃ. ૨૬૦ થી ૨૬૩ સુધી બૌદ્ધ યાત્રિકોની (ફાહિયાન અને હું એને શાંગની) ને સાથેની જે અસંગતિ બતાવી આપી છે તે સર્વે વાંચી જવાની વાચકોને વિનતિ છે. આ સર્વમાંથી એજ રહસ્ય સમજી શકાશે કે પ્રિયદર્શી તે જૈન સમ્રાટ સંપ્રતિનું ઉપનામ છે નહીં કે બોદ્ધધમી સમ્રાટ અશોકનું અને પરિણામે સઘળા લેખે જન ધર્મને નિદેશે છે. નહીં કે બૌદ્ધ ધર્મને. આ બંને વસ્તુ આપ આપ સ્પષ્ટ જણાઈ આવશે.