________________
પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ
ને તે ઉણપ દૂર કરી છે. એટલે કે જંબૂદીપની પછાત પ્રજાઓને પણ હવે પ્રભુપૂજનનો લ્હાવો મળે છે.” આવા સ્પષ્ટ ઉલ્લેખથી ખાત્રી થશે કે “ચૈત્યમય પૃથ્વી બનાવનાર સંપ્રતિ જ, શિલાલેખ છેતરાવનાર સમ્રાટ પ્રિયદર્શી હતે.” પૃષ્ઠવાર ટકેલી તેઓશ્રીની છ શંકાના ખુલાસા નીચે પ્રમાણે જાણવાઃ
(૧) ગીરનારનું પહેલું શાસન (પૃ. ૫૧)_(૪) પૂર્વે દેવાનપ્રિય પ્રિયદશી રાજાના રસોડામાં સેંકડે અને હજારો પ્રાણીઓને રાઈ માટે વધ થતું હતું, () પણ હવે આ ધર્મશાસન લખાવતી વેળા બે મેર અને એક હરણ, તેમાં પણ હરણ તો નિયમિત નહીં, એમ માત્ર ત્રણ પ્રાણીઓને વધુ થાય છે. (૩) આ ત્રણ પ્રાણુઓને પણ હવે પછી હણવામાં નહીં આવે, (કેટલાક અક્ષરે લક્ષ ખેંચવા જાડા–મેટા લીધા છે.)
આ શંકાનો ખુલાસો કરવા પૂર્વે એક મુદ્દો લક્ષમાં લેવાને છે કેપ્રિયદર્શી અત્રે પોતાના રાજરસોડામાં પ્રવતી રહેલી સ્થિતિ વર્ણવે છે. નહીં કે પિતાના એકલાના અંગત રસોડાની, રાજરસોડે જમવામાં તે જેમ પોતે અને પોતાની રાણીઓ, પુત્ર-પુત્રીઓ હેય, તેમ માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન કે અન્ય નિકટના સગા સંબંધીઓ પણ હાય, ઉપરાંત અનેક આપ્તજને પણ જમતા હોય જ. એટલે આવડા મોટા સમુદાય માટે ત્યાં રસાઈ થતી હોવાનું તે જણાવે છે એમ સમજવું. આ હકીકત ધ્યાનમાં રાખવાથી શિલાલેખના લખાણને મર્મ શું છે તે સ્પષ્ટ સમજાશે.'
સમ્રાટ પ્રિયદર્શી , છ અને ૪ આ ત્રણે લીટીમાં જુદા જુદા સમયે પ્રવતી રહેલી ત્રણ સ્થિતિનું સૂચન કરાવે છે. (૧) પૂર્વે–વધ થતો હતો” એટલે કે પિતે ગાદીએ બેઠો તે પૂર્વે હજારો પ્રાણીઓ રાજરસોડામાં મરાતા હતા. (૨) “લખાવતી વેળા–વધ થાય છે.” એટલે કે રાજ્યાભિષેક પછી બારમા વર્ષે આ લેખ કોતરાવે છે તે વેળા, એટલે કે રાજ્યાભિષેક થયે ત્યારથી બાર વર્ષ સુધી–ત્રણ પ્રાણીઓને વધુ થાય છે. (૩) “અને હવે પછી હણવામાં નહીં આવે.” એટલે કે બાર વર્ષ પછી એક પણ પ્રાણીને વધ કરવામાં નહીં આવે. આ પ્રમાણે ઉત્તરોત્તર કમેક્રમે પોતાના રાજરડે થતે પ્રાણવધ સંપ્રતિએ બંધ કરાવી દીધું છે. આમાં સંપ્રતિના જૈનત્વને બાધક શું હોઈ શકે, તે અમને સમજાતું નથી. પ્રાચીન સમયે ચારે વર્ણની પ્રજા જૈનધર્મ પાળતી હતી. તેમાં ક્ષત્રિય રાજાઓ પણ હતા, તેમના રસોડે સ્વજન બંધુઓ માટે થોડી જીવહિંસા કદાચ થતી હોય, એ સમજી શકાય તેવું છે. તેમાં પ્રિયદર્શીને પૂર્વજ અશોક સમ્રાટ તો બૌદ્ધધર્મજ હતું, તેને કાંઈ તેને પ્રતિબંધ તે નહોતે જ એટલે તેને નિષેધ પિતે એકદમ તે શી રીતે કરી શકે ? છતાં હજારેમાંથી કેવળ ત્રણ પ્રાણીઓના વધ કરવા જેવી જે