________________
પ્રશ્નોત્તર કલ્પલતા
કલશો થાય. ઇંદ્રાદિક દેવો ઉપર જણાવેલી કલશાદિ સામગ્રીએ કરીને, રોગ [ મન-વચન-કાયા]ની સ્થિરતાથી ભાવિ અરિહંત પ્રભુની ભક્તિ કરતાં એ અપૂર્વ આનન્દ અને સુખ અનુભવે છે. કે જે આનન્દ અને સુખની આગળ દેવકની ત્રાદ્ધિ આદિથી થતા આનન્દ અને સુખને તેઓ ઘાસ કરતાં પણ વધારે તુચ્છ ગણે છે. અને તે જ વાત આપણે સવારમાં યાદ કરીયે છીયે. જુઓ વિશાલ લોચન સ્તોત્રમાં કહ્યું છે કે –
येषामभिषेक कर्म कृत्वा, मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः ॥ तृणमपि गणयति नैवनाकं प्रातः संतु शिवायते जिनेन्द्राः ॥२॥
વ્યાજબી જ છે કે ભક્તિનો સાચો આનન્દ અને સાચું સુખ ગની એકતા સિવાય ન પ્રકટે. દ્રષ્ટાંત તરીકે- તંબુરાના ત્રણે તાર જે એક સરખા વાગતા હોય તે જ સાંભળનાર પુરૂષને ખરે આનન્દ પ્રકટે છે. પણ અસ્તવ્યસ્ત વાગે તે આનન્દને બદલે ખેદ જ ઉપજે છે. આપણે પણ પ્રભુને સ્નાત્ર કરતી વખતે એજ દેએ કરેલા અભિષેકની ભાવના ભાવવાની છે.
(અપૂર્ણ) શ્રી જેનાગમ પ્રશ્નમાલા યાને પ્રનત્તર કલ્પલતા,
લેખક-આચાર્યશ્રી વિજયપધસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૩૦ થી અનુસંધાન) ૩૬–પ્રશ્ન–આર્ય રક્ષિતસૂરિ મહારાજે શ્રીભદ્રગુપ્તાચાર્ય મહારાજને અંતિમ સમયે નિઝામણ (અંતિમકાલની આરાધના) ક્યારે કરાવ્યા?
ઉત્તર–શ્રી આર્યરક્ષિતસૂરિ અને વજસ્વામિજીના જીવનને ઐતિહાસિક મળતા સાધને દ્વારા વિચાર કરતા જણાય છે કે- એ બનાવ (નિઝામણાને પ્રસંગ) વીર સંવત્ ૧૪૮ અને ૫૭૦ નાં વચલા સમયમાં એટલે વિસં. ૭૮ અને વિ. સં. ૧૦૦ ને વચલા સમયમાં બન્યું હોય એમ સંભવે છે.
૩૭–પ્રશ્ન–શ્રીસ્વામિજીના જન્માદિની ઘટનાને અંગે વીર સંવતની અપેક્ષાએ અને વિક્રમ સંવતની અપેક્ષાએ કઈ કઈ સાલ સમજવી?
ઉત્તર–(૧) વજસ્વામિને જન્મ વીર નિર્વાણ સંવત્ ૪૯૬ માં એટલે વિ. સં. ૨૬ માં થેય, તેજ સાલમાં તેમના પિતા ધનગિરિજીએ દીક્ષા લીધી. [૨) શ્રીવાસ્વામિજીએ વિ. સં. ૨૦૪ માં એટલે વિ. સં. ૩૪ માં આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. (૩) તેમની આચાર્ય પદવી વિ. સં. ૫૧૬ માં એટલે વિ. સં. ૪૬ માં વીસ વર્ષની ઉંમરે થઈ. (૪) યુગપ્રધાન પદવી. વિ. સં. ૫૪૮ માં એટલે વિ. સં. ૭૮ માં બાવન વર્ષની ઉંમરે થઈ. (૫).