________________
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. પણ ગુણ ન મનાય. આ બાબત વિશેષ ચર્ચા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલી તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કરેલી છે, એ પ્રમાણે સૌધર્મેન્દ્ર સેવકદેવની પાસે સર્વ દેને જન્મ કલ્યાણકને મહોત્સવ કરવાને આવવા સારૂ જાહેર કરાવી સપરિવાર ઠાઠમાઠથી પ્રભુના દરબારમાં આવીને પ્રભુને અને માતાને નમસ્કાર કરે છે. ત્યાર બાદ માતાની આગળ પ્રભુને મેરગિરિ ઉપર લઈ જવા માટે આજ્ઞા માગે છે. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, તે સ્થળે પ્રભુનું કૃત્રિમ રૂપ સ્થાપન કરે છે. તેનું કારણ એ કે-કદાચ માતા જાગે તો તેમને (કૃત્રિમ રૂપને જોઈને) એમ લાગે કે પુત્ર મારી પાસે જ છે અને પરિવાર પણ તેમ જ જાણે. ઈન્દ્ર જે તેમ ન કરે ને પ્રભુને મેરૂ ઉપર લઈ જાય, તે માતા વિગેરે પુત્રને નહિ દેખવાથી ગભરાટમાં પડે. - હવે સૌધર્મેન્દ્ર પાંચ રૂપવાળા થઈને એક રૂપે ભાવિ અરિહંત પ્રભુને ગ્રહણ કરે, એક રૂપે છત્ર ધરે, બે રૂપે કરી બંને બાજુ ચામર વીંઝે અને એક રૂપ વડે હાથમાં વજ ધારણ કરી સેવકની માફક (યથાસ્થાને) ચાલે છે. એમ અનેક દેવાદિથી પરિવરેલા ઈન્દ્ર મેરૂ પર્વતના પાંડુક વનમાં આવે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્રની માફક ઈશાનેન્દ્ર વિગેરે ૬૩ ઇદ્રો પણ સીધા ત્યાં (મેરૂ પર્વતની ઉપર) આવે છે. પણ સૌધર્મેન્દ્રની માફક પ્રભુના દરબારમાં ત્યાં આવે, એમ ન સમજવું–માટે જ તે ૬૩ ઈન્દ્રો સીધા પાંડુક વનમાં આવે, એમ કહ્યું છે. ૬૪ ઈદ્રોની ગણત્રી આ પ્રમાણે–૨૦ ભુવનપતિના ૨૦ ઈન્દ્રો જાણવા. કારણ દરેક નિકાયમાં એક દક્ષિણ એણિને ઈન્દ્ર અને એક ઉત્તર શ્રેણિન ઈન્દ્ર એમ બે બે ઇન્દ્ર હોય છે. તેવી જ રીતે વ્યંતર નિકાયના ૩૨ ઈન્દ્રો, તિષીના બે ઈન્દ્રો અને વૈમાનિકના ૧૦ ઈન્દ્રો. એમ સર્વ મળી ૨૦-૩૨–૨–૧૦=૯૪ થાય. યદ્યપિ સૌધર્મ વગેરે ૧૨ દેવલોક હોવાથી ૧૨ ઈન્દ્રો કહેવો જોઈયે પણ તેમ ન કહેતાં ૧૦ ઈન્દ્રો કહેવાનું કારણ એ કે–નવમ અને દશમે દેવક આ બેને અધિપતિ એક ઈન્દ્ર છે. તેવી રીતે અગીયારમે અને બારમે દેવલોક આ બેનો અધિપતિ ઈન્દ્ર એક છે. માટે શરૂઆતના ૮ દેવલોકના ૮ ઇન્દ્રો અને છેલ્લા ૪ દેવકના ૨ ઈન્દ્રો મળી ૧૦ ઈન્દ્રો વૈમાનિકના કહ્યા. આગળ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઈન્દ્રાદિની વ્યવસ્થા ન હોય. જ્યાં એક સ્વામી અને બીજો તેને સેવક, એવી વ્યવસ્થા હોય ત્યાં ઈન્દ્રાદિ ભેદે હોય. અને સૈવેયકાદિના દેવે તે બધાયે અહમિન્દ્ર છે, તથા કપાતીત પણ કહેવાય છે, કારણ તેઓને અરિહંતના કલ્યાણકને મહેસવ કરવા જવા આવવાને આચાર નથી. આભિગિક દેવ જ્યારે માગધ વગેરે તીર્થોના પાણી અને આઠ પ્રકારના કલશે વગેરે અભિષેકની સામગ્રી તૈયાર કરે ત્યારે ૬૪ ઈન્દ્રોમાં સૌથી પહેલાં અય્યતેન્દ્ર અરિહંત પ્રભુને સ્નાત્રાભિષેક કરે છે, તે