________________
ગણિપદ અને વ્રત પ્રદાન મહોત્સવ કાતિક વદિ ૩ ના મંગળ પ્રભાતે સાડાનવના સમયે શેઠ ચુનીલાલ ખુશાલચંદ તરફથી લવારની પાળના ઉપાશ્રયે ગણિ પદ અને ગ્રતા આપવા માટે ચાંદીની નાણુ મડાવી આચાર્ય શ્રી વિજયહર્ષ સૂરિજી મહારાજ હસ્તે નદિની ક્રિયા કરાવવામાં આવી હતી, ઉપાશ્રય અને સરિયામને છોડ તથા વિજયધ્વજેથી સુશોભિત રીતે શણુગાસ્વામાં આવ્યા હતાંછે. આ મહોત્સવમાં મુનિશ્રી વિદ્યાવિજયજી મ. અને મુનિશ્રી પ્રમોદવિજયજી મ. ને ગણિપદ; શેઠ ભગુભાઈ અને ત્રણ બહેનાને બાર વત, ચાર પુરૂષ અને એક પ્લેનને ચતુર્થ વ્રત અને ચૌદ કુમારિકા તથા બહેનોને જુદા જુદા તપાની આરાધના કરવાના ત્રતા આચાર્યશ્રીએ સકળ ચતુર્વિધ સંઘની હાજરી વચ્ચે આપ્યા હતાં. નદિની ક્રિયાની સમાપ્તિના અંતે આચાર્યશ્રીએ પોતાના ખુલદ અવાજથી ત્રતાના પાલન સંબંધિ અસરકારક વ્યાખ્યાન સભાજનો અને ત્રતાના આરાધક સમક્ષ આપ્યા બાદ આચાર્ય શ્રીએ પ્રથમ વા સક્ષેપ ક્રિયા કરનારાઓના શીર ઉપર નાખવાના પ્રારંભ કર્યા બાદ ચતુર્વિધ સ ધે વાસક્ષેપ મીશ્રીત તાંદુલની વૃષ્ટી કરી મૂકી હતી. અને સમાપ્તિના અ તે શેઠ ભગુભાઈ તરફ થી શ્રીફળની અને બીજા ક્રિયા કરનારા તરફથી પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી.
- વત માન-સમાચાર, લાખન્નાની પોસ્ટનો ઉmધર કાર્તિક વદિ ૩ ના મંગળ પ્રભાતના બીજ ચાઘડીના પ્રારંભ સમયે શેઠ વીરચંદ મેકમચંદના તરફથી નાણુ મડાવી હતી.
પન્યાસજી શ્રી ઉદયવિજયજી મ. ના સુભ હસ્તે શેઠ વીરચંદભાઈ આદિ શ્રાવક શ્રાવકા વૃ દેને ત્રતા ઉચરાવવાની ક્રિયા કરાવી હતી. આ મહોત્સવમાં એક શ્રાવકે બાર ત્રત, શેઠ વીરચંદભાઈ અને મંગળદાસે સજોડે અને બે હેનામળી છ જણાએ ચતુર્થ વ્રત અને બે પુરૂષ તથા પંદર વ્હેનાએ જુદા જુદા પ્રકારના તપની આરાધના કરવાના વ્રત લીધા હતાં. વતની ક્રિયાની સમાપ્તિના અ તે પન્યાસજી મહારાજે વાસક્ષેપ નાખવાનો પ્રારંભ કર્યા બાદ ચતુવિધ સંઘે વાસક્ષેપ મીશ્રીત તાંદુલનો વરસાદ વરસાવ્યા હતા, અને સમાપ્તિના અ તે પ્રભાવના રાખવામાં આવી હતી.
નરોણા. વીરના ઉપાશ્રયેથી મુનિશ્રી ચરણુવિજયજી અને મુનિશ્રી ચંપકવિજયજી આદિએ નાડા જઈ કડીના હિંમતલાલ નામના બત્રીસ વર્ષના ભર યુવાન શ્રાવકને પ્રતિબંધિ મંગળ મૂડતે ભાગવતી દીક્ષા આપી નવ દીક્ષીતનું નામ શ્રી હિમાંશુવિજય પાડવામાં આવેલ છે.