SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ત૮ જેનષમ વિકાસ ગ૭ને આશ્રી માર્ગ સૂકાય છે. તપાગચ્છ તથા બીજા ગચ્છમાં તિથિ સંબંધી તમારા લખવા પ્રમાણે ફેર નથી ને? બીજ ગોમાં ઉદય મનાય છે કે અસ્ત ? તે ખ્યાલ નહિ આવ્યો હોય? આવવા સંભવ ખરે કે નહિ? બીજા ગોમાં (ખરતર ગ૭ વગેરે) પ્રતિક્રમણ સમયમાં જે તિથિ આવે તે તિથિ આખી પ્રમાણભૂત તરીકે મનાય છે ત્યારે તપાગચ્છ ઉદયતિથિ (ગમે તેટલી ઘડી) જે હોય તે પ્રમાણભૂત આખી તિથિ મનાય છે ને? દાખલા તરીકે કારતક વદ ૧૩ રવીવાર (ચંડાશુ ચંડુમાં) ૯ ઘડી ૧૯ પળ છે. તે પશ્ચાત્ ચોદસ તિથિ (ખરતર) બીજ ગો માને છે. વદ ૧૪ સોમવાર ૪ ઘડી, ૩૭ પળ છે તે તેઓ ચૌદસને અમાવાસ્યા માને છે. જુઓ એકજ તિથિએ ચૌદશે માને, અમે અમાવાસ્યા પણ માને. જ્યારે બીજા ગ૭વાળાઓ આ ઉપરથી પ્રમાણભૂત પ્રતિક્રમણના સમયમાં જે તીથિ આવે તે જ માની પોતાના કાર્યની સાધના કરે છે ત્યારે આ તે ત્રીજે રીતે પકડી પિતાનો કકે ખરો કરવા તલપાપડ મહેનત કરી રહેલા છે એ જ અફસોસજનક છે. છે. આવી રીતે પોતાના આગ્રહને વશ થઈ તપગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું પણ ચૂકતા નથી. દુનિયામાં કદાગ્રહના વશવત્તિ આત્મા સંસારના ચકમાં પરિભ્રમણ કરે છે અને આવા અનેક કારણેથી બીજાની સંસારની વૃદ્ધિનાં કારણે બને છે તેમજ બીજાને બનાવવા પ્રયત્ન કરાવાય છે. ઉદય તિથિને માનનાર તપાગચ્છના ધોરણે ચાલતા આત્માઓને વાતે પૂર્વાચાર્યોએ કેવાં નિર્ણયાત્મક વચન ટકેલાં છે, તે આ પ્રમાણે છે. . बीआ पंचमी अट्ठमी, एक्कारसी च चउद्दसी च, तासां खओ पुवतिहिओ। अमावासा वी तेरसी ॥१॥ ભાવાર્થ–બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ એ પાંચ તીથિને ક્ષય હોય તે તેની પૂર્વ તીથિને ક્ષય કરે જોઈએ. પરંતુ જે અમાવાસ્યાને ક્ષય હોય તો તેરસને જ ક્ષય કરવો. આ ગાથાનું અવલોકન કરતાં તપાગચ્છના અવલંબનને સ્વીકારનારા આપણે અમાવાસ્યાને ક્ષય માની શકીએ ખરા કે ? ઉમાસ્વાતિ મહારાજથી જૈન ટિપ્પણું કારણ સંગે બંધ થયાં. ત્યાર - બાદ આપણા હિતચિંતક આચાર્યોએ તિથિઓની આરાધના વાસ્તે કેટલીએ સંક્ષિપ્ત ગાથાઓ કરી આપણને તિથિઓનું આરાધન કરવાને સુગમ અને સરળ માર્ગ કરી આપેલ છે છતાં પણ આ યુગના જમાનામાં તપાગચ્છના જ આચાર્યો તપાગચ્છને તિથિઓની આરાધનામાંથી ચૂત કરાવી પર્વ તિથિઓનું ખંડન કરાવવા કમ્મર કસી ખડે પગે તૈયાર થઈ રહ્યા છે. કયાં પૂર્વાચાર્યોની પ્રણાલીકા ! કયાં આજના આચાર્યોની પ્રણાલીકા! બંનેના મુકાબલાને ખ્યાલ આપણા હૃદયને આઘાત કર્યા વગર રહે તેમ નથી ! તપાગચ્છના સાચા અનુયાયીઓ સદાકાળ ઉદયાત તિથિને માને છે જ્યારે
SR No.522525
Book TitleJain Dharm Vikas Book 03 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1943
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy