________________
જૈનધર્મ વિકાસ.
બીજા પણ વિશિષ્ટ ગુણે રહેલા છે, એવા પ્રશસ્ત કષાયે કે જેઓ અપૂર્વ કરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ સંભવે છે, તે કષાયો જિન નામના બંધમાં મુખ્ય કારણ છે એમ સમજવું. જે વખતે તેવા કષાયો વર્તતા હોય છે તે વખતે ત્રણ દર્શનેમાંનું કેઈ પણ દર્શન પણ હોય છે, એટલે સમ્યદર્શન જિન નામના કારણ ભૂત તેવા મંદ કષાયોના પ્રાદુર્ભાવમાં સહાયક છે. અને તે પછી જિનનામના બંધ થઈ શકે છે. આ ઉપરથી સાર એ લેવાને છે કે-જિનનામના બંધમાં અનન્તર કારણ તે કષાય વિશેષ છે. અને પરંપર કારણ સમ્યગ્દર્શન છે.
પ્રશ્ન-એકલા સમ્યગ્દર્શનથી જિનનામ કેમ ન બંધાય?
ઉત્તર-એકલા સમ્યગ્દર્શનથી જિનનામ ન બંધાય કારણ કે-ક્ષાયિકાદિ સમ્યક્તવમાંથી “ઉપશમ સમકતથી જિનનામ બંધાય છે. એમ જે કહીએ તે વધે એ આવે છે કે-ઔપથમિક દર્શન તો અગીયારમા ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાં કારણ હોવાથી જિનનામને બંધ થવો જોઈયે છતાં થતો નથી. કારણ—અપૂર્વ કરણ ગુણસ્થાનકના સાત ભાગો પૈકી છઠ્ઠા ભાગથી આગળ પંચસંગ્રહાદિમાં જિનનામને બંધ ન થાય, એમ કહેલ છે. માટે જિનનામના બંધમાં એકલું ઔપશમિકદર્શન કારણ ન કહી શકાય. હવે એકલા ક્ષાયિક દર્શનથી જિનનામ બંધાશે એમ જે કહીયે તો તેમ પણ ન કહી શકાય. કારણ ક્ષાયિક દર્શન તે સિદ્ધપરમાત્માને પણ છે. તેમને જિનનામાને બંધ કરવાને અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કેઈપણ સિદ્ધાન્તમાં એમ નથી કહ્યું કે--સિદ્ધ પ્રભુ જિનનામ કર્મ બાંધે માટે એકલું ક્ષાયિક દર્શન જિનનામના બંધમાં કારણ છે એમ પણ ન કહી શકાય. હવે ક્ષાપશમિકદશનથી જિનનામ બંધાશે એમ કદાચ કહેવા માગીએ તે તેમ પણ ન કહી શકાય. કારણ આઠમે ગુણઠાણે લાપશમિક દર્શન નહિ છતાં જિનનામને બંધ થાય છે. જેના વિના જે બંધાય તે તેનું કારણ કેવી રીતે થઈ શકે? અથોતુ ન જ થઈ શકે–માટે એકલું લાયાપશમિક દર્શન પણ જિનનામના બંધમાં કારણ ન થઈ શકે. એ ઉપરથી સાબીત થયું કે ત્રણ દશામાંનું કેઈપણ દર્શન જે તે બીજા કારણની સહાય વિના એકલું હોય, તે તે જિનનામના બંધમાં કારણ ન થઈ શકે. આથી એ નિર્ણય કર્યો કે ઉપર જણાવેલા ભાવનાદિગુણોવાલા કપાય વિશેષની હયાતીમાં જે ક્ષાયોપથમિક વગેરે સમ્યકત્વ ગુણ વિદ્યમાન હોય તે તેનાથી ૮ માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જિનનામ બંધાય. અથવા જે ક્ષાયિક હેય તે તે દ્વારા પણ ૮ માના છઠ્ઠા ભાગ સુધી જ જિનનામ બંધાય, કારણ ઉપર જે જણાવ્યું, તેજ છે. અને જે ક્ષાપશમિક દર્શન હોય તે તે દ્વારા સાતમા ગુણસ્થાનક સુધીજ જિનનામકર્મ બંધાય. કારણકે અપ્રમત્તગુણસ્થાનકથી આગળ ક્ષાયોપથમિક દર્શન હોયજ નહિ. એટલે એકલા કષાય વિશેષરૂપ અનન્તર કારણથી પણ જિનનામકર્મ ન બંધાય એ અહીં ખાસ સમજવા જેવી બીના છે.
(અપૂર્ણ)