SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રી વિજયસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૪૫ થી અનુસંધાન ) આવા અરિહંત પ્રભુની સ્તુતિ આપણે કેવા શબ્દમાં કરવી જોઈયે તે હવે જણાવીયે છીયે, જેને છેડો દેખાતું નથી એવા સંસાર રૂપિ સમુદ્રમાં બૂડેલા અને તારનારા હે પ્રભો ? આપની સેવામાં હાજર રહેલા સેવકને શું આપ ભૂલી ગયા? જે તેમ ન હોય, તો તે લેકબાંધવ! આપનું શરણું લીધું તો મને આ૫ તારવામાં શા માટે વિલંબ કરે છે? ૧-દયાનાં ભંડાર એવા હે અરિહંત પ્રભુ! શરણે આવેલા અને દુઃખી બનેલા એવા આ દાસને આપ જે સંસારરૂપી સમુદ્રમાંથી તારવામાં વિલંબ કરે છે, તે શું વ્યાજબી ગણાય? અર્થાત્ ન જ ગણાય. ૨ હે દયાળુ પ્રભો ! આપે મને સંસારરૂપી ભયંકર અટવીમાં હરણના બચ્ચાની માફક એક રખડતો મૂકયો? આપના જેવા મહા પુરૂષ જે આવી રીતે ઉપેક્ષા કરશે, તે હું તે અટવીમાં આપના વિના ગભરાઈને મરી જઈશ, માટે આપને તેમ કરવું ઉચિત ન ગણાય. ૩ હે પ્રભો! આપ અનંત વીર્યને ધણી છે, અને દુ:ખી જેને આશ્વાસન આપનાર છે. માટે આપ કૃપા કરીને મને સંસારરૂપી અટવીમાંથી બહાર કાઢી નિર્ભય બનાવો. ૪ હે નાથ! જેમ સૂર્યવિકાસી કમલે સૂર્યના પ્રકાશ વિના વિકસ્વર ન થાય, તેમ હે પ્રભો! આપના સિવાય મને કઈ પણ મુક્તિપદ આપી શકે તેમ નથી. ૫ હે પ્રભો ! હું ફક્ત મુક્તિનેજ માગું છું, છતાં આપ મને તે આપતા નથી, તે તે બાબત હું આપને પૂછું છું કે શું તે મારા બાંધેલા કમોને દેષ છે? અથવા મારો આત્મા જ ખરાબ છે? અથવા આ પંચમકાલને દેષ છે? અથવા શું હું ભવ્ય નથી ? અથવા શું આપના પ્રત્યેની મારી ભક્તિમાં કચાશ છે? ઉપર જણાવેલા કારણેમાંનું શું કારણ છે? કે જેથી આપ મને મુક્તિપદ નથી આપતા. તે આપના સિવાય બીજે કણ જાણી શકે? ૬ હે પ્રભો! હું નિખાલસ દીલથી સ્પષ્ટ શબ્દોમાં આપને જણાવું છું કે આ જગતમાં આપના સિવાય મારે બીજા કેઈનું શરણું નથી. ૭ હે પ્રભે ! આપ મારા ખરા પિતા સમાન છે, ખરી માતાના સમાન, ખરા ભાઈ સમાન, અને સાચા ગુરૂ સમાન જ હોય, તે પણ આપજ છો. ૮ હે નાથ ! જેમ જલ વિનાની ભૂમિ ઉપર માછલું તરફડે, તેમ આપે મને તરછોડે, તેથી મારી પણ તેવી જ સ્થિતિ થઈ છે. ૯ હે નાથ! હું અડગ મનથી આપની ભક્તિ કરું છે. તે આપને જાણ હાર તો હોઈ શકે જ નહિ કારણ કે આપ સર્વજ્ઞ છે. ૧૦ જેમ સૂર્યના કિરણેને લઈને કમલો વિકસ્વર થાય, તેમ આપને જેથી મારું મન પણ વિકસ્વર થાય છે. અને મનની વિકસ્વરતા અદ્ધ વગેરે સ્વરૂપવાલા કર્મોના જોરને પણ હઠાવે છે. મારી ભક્તિનાં આટલાં સ્પષ્ટ ચિહ્નો મજુરી છતાં
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy