________________
૩૬૮
'
ધર્મ વિકાસ.
ભાગાકાર ગુણાકાર લેખક-બાપુલાલ કાલિદાસ સધાણી. “વીરબાલ” ૫. ગાંધીજીના મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈનું યરવડા જેલમાં તા. ૧૫-૮-૪૨ હૃદય બંધ પડવાથી થયેલું અવસાન ઓછું મર્મ વિદારક નથી. હિદની રાજકિય પરિસ્થિતિને અંગે તા. ૯ મીએ ગાંધીજી સાથે તેઓ ગિરફ તાર થયા હતા. અને અઠવાડિયામાં તે આ ગજબ ગુજરી ગયા. પુબાપુજીની પ્રતિભામાં એમણે કરેલું આત્મ વિલોપન એ આજના તર્કવાદી યુગમાં અજોડ દષ્ટાંત બની રહેશે. પચીસ વર્ષની ઉછળતી યુવાનીમાં એમણે આઝાદીના સાદને માન આપી બાપુજીના ચરણોમાં માથું ઢાળ્યું હતું. બસ પછીથી આજ સુધીની એક પચીશીમાં એ ડોસા અને એ યુવાન વચ્ચે એક નાનું સરખોય વિસંવાદ આપણે નહિ જોઈ શકીએ, પંડિત નહેરૂ અને સરદારને બાપુજીથી જુદે ગુર કલ્પી શકશે પણ મહાદેવભાઈએ તે બસ બાપુજીને સાચેજ જમણે હાથ બની જવાનું, અખબારેએ કહ્યું છે તેમ એમની લયલા બની જવાનું, બાપુજીની જલતી ચેતના દિવેલ બની જવાનું, પુત્ર, અને ગાંધી રહસ્યના સાચા વારસદાર બની જવામાં જીવન હેમી દીધું, એમનું સામર્થ્ય, તે જેને નવજીવન, હરિજન આદિ અખબારી અને સાહિત્ય ગ્રંથનો પરિચય છે તેજ પરખી શકશે, બાપુજીની પ્રતિભા, નેતાગીરી, અને માનને એમણે પિતાનાં ગણ્યાં, અલગ જાહેર ખ્યાતિની એમણે તૃષ્ણા ત્યજી હતી, પ્રભુ મહાવીરદેવને પ્રેમભક્તિમાં કૈવલ્ય અને મુક્તિ કેલનાર ગૌતમ મળે હતો, બાપુજીને આજે એજ આત્મવિલેપન કરનારે મહાદેવ મળે. પ્રભુ જેના આત્માને બાપુજીએ આશિર્વાદ આપ્યા છે એને શાંતિ આપશેજ. તિથિચર્ચાને નેવે મુકો.
આ શબ્દ વાંચીને કેટલાક ચમકી ઉઠશે, પણ અખબારમાં તિથિચર્ચા અંગે આવી રહેલા અહેવાલે ધીરજપૂર્વક વાંચ્યા પછી આવા નિર્ણય ઉપર આવ્યા સિવાય છુટકે નથી, તિથિચર્ચાના અંતેષ કર સમાધાનની આશા હને તે આકાશ કુસુમવત્ લાગી રહી છે.
એક બાજુ કમિટી દ્વારા ઉકેલની વાત નકકી થઈ છે, છતાં બીજી બાજુ આ વાદવિવાદ અને કાગળના ઘોડાઓની ખાશી લડત જામી રહી છે? પણ આ ઉપરથી બન્ને પક્ષેની મનોદશા ક૯પવાનું જરાય અશક્ય નથી, અને પક્ષો એમ માનતા હોય કે આપણા પક્ષે ઉકેલ આવશે તે સામાને ઉતારી પાડવા થશે. અને વિરૂદ્ધ પરિણામ આવે તે એના પાલનમાંથી છટકી જવાની બાકી