________________
જનધર્મ વિકાસ.
ભેદી ગંભીર ઘેરે કલામય હાથ ઝુલવતાં સાદી લોકભાષામાં જ્ઞાની નેમ અમૃત પ્રવાહ વહેતા મૂક્યા.
“ભવ્યતાનાં પુજારીઓ! ધર્મ એટલે જીવન પ્રવાહમાં પળેપળે આવી પડતાં કર્તવ્ય આચરતાં વિવેક દ્રષ્ટિની દેરવણી સ્વીકારવી, ધમહીન માનવી પુરૂષાર્થ સેવે છે પણ ત્યાં આ દ્રષ્ટિને અભાવ હોય છે. એ દ્રષ્ટિ અતિ શાસ્ત્રધ્યયન કે વિશદ્ બુદ્ધિની ગેરહાજરીમાં ના ખીલવી શકાય એવી દહેસત રાખવાની જરાય જરૂર નથી, પ્રગતિવાંછુઓ ! જરા સાહસ, સાચી તમન્નાથી પણ ભરતાં આ દ્રષ્ટિ ખીલી અનુભવના પગથિયે પગથિયે પ્રબળ બનતી જાય છે. આ વિવેક દ્રષ્ટિની ખોળ કયાંય બહાર કરવાની નથી, માનવ કલેજામાં એ સત્ય તૈયાર પડેલું છે. માત્ર એને પિષણની જ આવશ્યક્તા છે માનવી માત્રને એ અનુભવ છે કે, કોઈપણ ગ્યાયોગ્ય કર્તવ્ય આચરતાં હદયના અતિ ઉંડાણેથી હા કે ના સુર ઉઠે છે. તેજ ધ્વનિ વિવેક દ્રષ્ટિનું બી છે, અંકુર છે, તે ધ્વનિની પ્રેરણાથી તે કર્તવ્યને અમલ કરે એજ એ અંકુરને વિકસાવનાર ખાતર અને જળ છે. એ અંકુરની પ્રગતિને માનવી સભાન ન હોય તે કેટલીયે વાર એને પિતાને પર્વગ્રહ, સમાજનો સડેલો પ્રવાહ રૂંધી નાખે છે. આંખ મીંચીને ચલાવાના વ્યવહારને અને શાસ્ત્ર અધ્યયનને ગુલામી સંસ્કાર તે કેટલીક એની તેજ ધારને બદ્દી બનાવી મૌલિકતાનો વિનાશ સર્જતાં નકલનું ઝેર રગેરગમાં ઉતારી દે છે. માનવી અસરેથી મુક્ત રહી એ સુરની દસ્તી કરે તે એને જીવન બાગ મઘમઘી રહે છે.”
એ વિવેક દ્રષ્ટિને શક્ત અને સ્પષ્ટ બનાવવા આદર્શ પૂજા, સામાયિક, પ્રતિક્રમણના કાર્યક્રમે છે, આદર્શ પૂજા લક્ષને જાગૃત રાખે છે, સામાયિક શાંતિ અપી શક્તિ બક્ષે છે. પ્રતિકમણ વડે જીવન પ્રવાહનું દર્શન કરી કચરાનું સંશોધન થાય છે, અને આ બધાને અંતે પુરૂષાર્થ ઉન્નત પંથે વહી જીવનને અજવાળે છે.”
- “હે ! માનવતાનાં પ્રેમીઓ ! પણ ધર્મિષ્ટ તરીકે ઓળખાવવાનાં વલખાં મારતા જનતા–સમૂહને એ આંતરિક અવાજને અમલમાં લાવ વસમે પડે છે, એટલે એ આ પ્રતિકમણ, સામાયિક, આદર્શ પુજાને નામે અમુક સ્તોત્ર પઠનથી જડ કાર્યક્રમો બજાવી ધર્મ પાલનની મીઠી આત્મવંચના સેવે છે. એમના જીવન પ્રવાહને રૂ૫ રંગથી ના અંજાતાં ઉંડાણે તપાસવામાં આવે તે આ સ્પષ્ટ તરી આવે છે. આ આત્મવંચના જીવનને અજવાળતી વિવેક દ્રષ્ટિને ભારી વિઘાતક નીવડે છે, અંકુર અક્ષય, અમર છે એટલે એના અસ્તિત્વને હરત આવતી નથી, પણ આથી અક્કસ સમય લગી પ્રગતિનાં દ્વાર બંધ રહે છે.”
એ આત્મવંચનાના પ્રથમ કટફલ લેખે ધર્મ અને વ્યવહાર વચ્ચે દ્વિધાભાવ ઉત્પન્ન થાય છે. જનતામાં આથી લગભગ એક એવો ઉપસિદ્ધાંત પ્રસ્થાપિત થઈ જાય છે કે, ધર્મ અને વ્યવહારને કઈ સંબંધ નથી. જે પ્રતિ