________________
જનધર્મવિકાસ.
પુસ્તક ૨ જી. ભાદ્રપદ, સં. ૧૯૮. અંક ૧૧ મે.
રચયિતા -મુનિશ્રી રામવિજયજી. (ખંભાત)
પૂ. આ. વિજયનેમિસુરિશ્વર પ્રશિષ્ય.
| (સવૈયા એકતીસા) રત્નદ્ધિપે દેશ ઘણેરાં, અનુપમ નામે નગર વિશેષ, - ધનવંતા જયાં શેઠ વડેરા, નીતિનિપુણ હતા અશેષ; શેઠ સુજનમાં લક્ષ્મીધરને, કમલવતી નામે છે નાર, રૂ૫ ગુણથી ઉજવેલ વણે, શીલ ગુણ તણે ભંડાર. (૧) રત્નચંદ ને હરીચંદ નામે, ગુણચંદ્ર નામે ત્રીજા પુત્ર, ચોથા પુત્ર વૃદ્ધિચંદ ઠામે, રૂડા ચલાવે ઘરના સુત્ર, એકેક શ્રેષ્ઠિ એકેક પુત્રને, આપે એકેકી કન્યા સાર, પરણાવે બહુ મહત્સવ યત્ન, મનમાં હર્ષતણે નહિં પાર. (૨) પ્રથમ પુત્રને કંચન ગૌરી, પરણાવી બહુ મહોત્સવ સાથે, બીજા પુત્રને રૂપ ગુણ ધરતી, રૂપવતી પરણાવે હાથ; ત્રીજા પુત્રને મનમાં ગમતી, મનેહરા નામે છે નાર, ચોથા પુત્રના દિલને હરતી, સરસ્વતી કલા ભંડાર. (૩) લહમીધર શેઠ મનમાં ધરતા, ધનવંત લોકો કુબેર કહેત, દેશાંતરમાં વ્યાપાર કરતાં, ધન તણે નહિ આવે અંત; સરલ સ્વભાવી મન પસ્તાવે, કલિયુગ તણે નહિ પ્રપંચ, માયાવી પુત્રો વિરચાવે, સ્વાર્થે કરવા કામને સંચ. વૃદ્ધ થતાં પેઢીના ભારો, સોંપે પ્રત્યેક પુત્ર શીર, ધન સંપત્તિ વહેંચી આપે, વિશ્રાંતિ લેતાં તે ધીર એક કડી કાણી તે પાસે, રાખે શેઠ નહિ હજુર, સ્વાથી પુત્રો સ્વારથ સાધે, વિનય વિવેકે નાસે દૂર. (૫) પુત્ર ચારનું પુત્ર વધુથી, વશવતી જીવન જણાય, વૃદ્ધ પિતા તે કર્મ સંગે, ભેજન સારૂં નહિં પમાય; રહેવા માટે ઘરના ખુણે, આપે કેટલી નિવિવેક, માંકડ ચાંચડ જુઆ પુરા, નિંદરડી ન આવે છે. (૬)
(અપૂર્ણ).