________________
૩૫૪
જૈનધર્મ વિકાસ
પાતંજલી દર્શનમાં ઈશ્વર વિષે આપણે આગળ કહેલ છે અને તે દર્શનને મળતે જ વાદ મધ્યકાળમાં યુરેપમાં પણ જામ્યો હતે. અને વેગ દર્શન પ્રમાણે તેમાં પણ ઈશ્વર “પૂર્ણ સત્વ” Perfect Being અને બીજા શબ્દોમાં કહીયે તે વિશ્વપિતા કહી શકાય છે. આ પૂર્ણ સત્વવાદીઓ તે યુક્તિવાદીએ. તરીકે ઓળખાય છે. માણસ વ્યક્તિ અલ્પજ્ઞ છે, મેહાધીન છે તેથી તે બ્રહ્મારૂપ શી રીતે થઈ શકે અગર તેની ધારણા પણ શી રીતે કરી શકે. માટે એક જ પરિપૂર્ણ તત્ત્વ છે અને તેજ તત્વ એ ઈશ્વર છે.
આ પશ્ચિમના તત્વજ્ઞાનને અનુકૂળ રહી આન્સલ્સ-ડે કાર્ટ વગેરેએ પિતાના સિદ્ધાંતને પ્રચાર કર્યો છે. અને આ પૂર્ણ સત્વવાદ વિરોધી પ્રાશ્ચાત્ય વિચારક કાને તેમને વિરોધ પણ કર્યો છે. તેવી જ રીતે ભારતનાં યોગદર્શનમાં જે ઈશ્વરવાદ છે તેના સામે વાંધો ઉઠાવ્યા હતા. અને તે વાંધો ઉઠાવનાર ભેજવૃત્તિમાં જણાવે છે કે– . यद्यपि सामान्य मात्रेऽनुमानस्य पर्यवसि तत्वात् न विशेषावगतिः सेनवति, तथापि शास्त्रादय सर्वज्ञत्वादयो विशेषा अवगन्तव्याः ।
ઉપરથી નિરતિશયજ્ઞાનનાં આધારભૂત એવા ઇશ્વરનું અનુમાન કરવામાં આવે છે તે એક નિવિશેષ સામાન્ય ઉપલબ્ધિ સિવાય બીજું કશુંય નથી. ઈશ્વર એ સર્વોપરી માનનારને, તેનાં કયાં વિશિષ્ટ ગુણને પરિચય થયો છે. આ વિચારને અનુકુળ કાન્ટ પણ પૂર્ણ સત્વવાદીઓને ગર્જના સાથે કહે છે. - હવે સાંખ્ય દર્શન મેગની સાથે ઘણી બાબતમાં મળતું હોવા છતાંયે યોગ દર્શનની ઈશ્વર સંબંધી માન્યતાથી તે જુદું જ પડે છે. પાતંજલી જેવા કૈવલાદ્વૈતના ઈશ્વરને પ્રમાણ નથી ગણતા, તેવી જ રીતે અહંત દર્શન પણ અદ્વિતિય ઈશ્વરને સ્વીકાર કરતું નથી.
- હવે આપણે માત્ર મીંમાસકેને ઉત્તર આપવાનું છે અને તે પણ બહુ જ ટુંકમાં કારણ કે તેમાં કહેલ સર્વજ્ઞત્વપણું એ સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે સર્વજ્ઞને વાણી ન હોય એ તેને બચાવ છે. મફત દર્શન તેને જણાવે છે. આગમ તમારા વેદ પેઠે અમે અપૌરુષેય નથી માનતા પણ સર્વજ્ઞ કથિત છે, અને સર્વજ્ઞ ને વાણું હોય તે વાણી અને સર્વજ્ઞતા પરસ્પર વિરોધી નથી. સિદ્ધ આહ્યg સિદ્ધનું જ્ઞાન જેનામાં છે, તેવા અરિહંતાદિક પણ સર્વજ્ઞ જ છે તેથી અરિહંતને સિદ્ધ કહી શકાય છે. વલી વેદને તમે જ્યારે અપૌરુષેય માને છે છતાં વેદની વાણી અપૌરુષેયને શી રીતે ઘટી શકે એ પ્રશ્નોને ઉત્તર તમે જે આપી શકે તેજ ઉત્તર અમારે અહંત દર્શનને છે. હવે આપણે અહં દર્શનની માન્યતા પ્રમાણે ઈશ્વર તત્વને કહીશું તે વિચારવાનું છે.
(અપૂર્ણ)