SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મે વિચાર. ૩૧૫ ણના આંસુ સાથે પ્રભુ તરફન, સદ્દગુરૂ તરફને, જગતના સર્વ જી તરફ, નિર્મળ પ્રેમ જે સરસતા ઉપજાવે છે, તેવી સરસતા આ દુનિયામાં અન્ય પ્રકારને પ્રેમ ભાગ્યે જ ઉપજાવી શકે. સાધ્વીઓના સરસ જીવનના અંશે આ વિધવા જીવનમાં રહેલા હોય છે. તેથી તેઓને કંટાળાભરી નિરસતા કર્યાથી ઉપજે? કવચિત્ જે કંટાળો અને નિરસતા આવતી દેખાય છે, તે આ બૂરા સંસારે તેમને, વિધવાઓને ન ઘટતી એવી કેટલીક બાબતે શીખવી રાખેલી હેય છે તેનું જ પરિણામ છે. ઘરની અમર્યાદાઓ, વિષયની વાતનો પ્રસંગ, કરે અને આવતા જતા પરજનોનો અયોગ્ય પરિચય, ચારિત્ર્યગી ઉપદેશકેને સમાગમ, ચારિત્ર્યહીન સ્ત્રીઓને સહવાસ કે સખ્ય, સાદાઈનો ત્યાગ, ઉત્તેજક ભેજનની લાલસા, અયોગ્ય પુસ્તકોનું વાંચન, જીવનને ગ્ય જરૂરાતની તંગાશ, દબાતી રાખવાની ખાતર ઉપજાવી કાઢી દેવાયેલાં આળકલાકે, બાલ્યાવસ્થાનાં કે સધવાપણાનાં ઘર કરી રહેલાં ઊંડાં અજ્ઞાન, સમાજનાં મિથ્યાભિમાને, સમાજ તરફથી કરાતે તિરસ્કાર, પ્રસંગે બેપ્રસંગે કુટુંબમાં કે સ્વજનોમાં થતું અનાદર, નીતિ ધર્મ વિહીન શિક્ષણ, ધાર્મિક ભાવનાને અભાવ, સંબંધીઓના અનાચાર, પુરૂષની વ્યભિચારી છેતરપીંડી, ધર્મનીતિને દુરૂપયેગ; વગેરે વગેરે અનેક કારણે વિધવાઓનું પતન કરાવવાનું કારણ બને છે. આ બધાને ઠેસ મારી કેક પુનીત બહેને નિજ પવિત્રતા સાચવવાને અત્યાગ્રહ અને જમ્બર લાગણીથી પ્રયત્ન કરે છે, મથે છે, અને તેનું પાલણ પણ કરે છે. સમાજ જે તેમને અધિકાધિક વ્યવસ્થા કરી આપે તે આ ધન્યવર્ગ કેવો દેવી બની રહે! એમનાં ઉજળાં જીવને આર્યદેશને ઉજામી ક્યા ક્યા લાભ ન સમપે? એમને ગ્ય જોઈતું બધુંય આપવું જોઈએ. વિષયને પોષે, હૃદયને બહેકાવે, ધર્મ ને નીતિને વિસરાવે એવું કાંઈ પણ મિથ્યા દયાથી કે મમતાથી તેમને આપવું એ ખરેખર જબરું, શિયળનું જીવલેણ કુપથ્ય છે. વિધવા વિગેરેના જીવનને ભ્રષ્ટ કરનારે ક વર્ગ સંભવિત છે એ પરિપાર્શ્વવતીઓએ લક્ષ્યમાં રાખવું જોઈએ. ઘણા ભાગે તેમના પતિનો–દયા દર્શાવનાર કે ટાંપુટયુ કરનાર કહેવાતે મિત્ર, જ્ઞાન અપાવવાના હેતુએ શેકેલો અપરિણીત, અઠરેલ માસ્તર કે ઉપદેશક, તેના પતિનો અતિ નજીકને કાંઈ કાંઈ જરૂરીયાતની ચીજ લાવી દેતા સગે, દુષ્ટ લજજાહીન કે અકુલીન પાડોશી, સધવાપણામાંને ટેળટીખળી મજાક ઉપજાવતે મહેબતી કે અનુચિત સંસર્ગશીલ, “બહેન”નું કલ્પિત શબ્દચ્ચારણ કરી પ્રસંગે અપ્રસંગે અવરજવર કરનારે, ઘરનો રસઈયે, ઘરનાં કે પેઢીનાં કામકાજ કરનાર નોકર કે ગુમાસ્તા, વગેરે વગેરે વિધવાના જીવનમાં કલંક ઉપજાવનાર નીવડે છે. સવડની ખાતર કોચમેન કે ડાઈવર પણ આમાં જોડાય છે કે કારણ બને છે. આવા લોકેના વધતા જતા સંસર્ગથી ઇંગિતાકારના અભ્યાસી બની વડીલોએ વિધવાદિને બચાવવાં જોઈએ.
SR No.522522
Book TitleJain Dharm Vikas Book 02 Ank 10
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy