SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯ જૈનધર્મ વિકાસ. અનેકાંતવાદ એ ભ્રમણા છે એ ત્યાં સાચું છે કે, જ્યાં અનેકાંતવાદને ઉપપ માત્ર સામેની વ્યક્તિને ચુપ કરવામાં થાય છે. આચરણમાં મોટું મીંડું છતાં વાદવિવાદ કરવામાં અજોડ એવી ઘણી વ્યક્તિઓ હોય છે કે જે ઘડીઘડીમાં ભલભલા ચારિત્રશીલને બેલ બંધ કરી દે. જેમને આદર્શ જેવી કે ચીજ નથી હોતી તેઓ ગમે તેવી દલીલે, ગમે તેવી અવળી રીતે પિતાને વિજય બતાવવા માટે કરતાં અચકાતા નથી. તેઓ પંડિતાઈના અભિમાનમાં પવિત્ર કૃત્યને પણ આબાદ રીતે ઉથલાવી શકે છે એની ખબર લઈ શકે છે, આવું ઘણીવાર શાસ્ત્રપારંગત છતાં જીવનનું ધ્યેય નહિ પામેલા પંડિતેના જીવનમાં બને છે. આમાં મારી સમજ પ્રમાણે પંડિતેને વ્યક્તિગત દોષ નહિ પણ કદાચ ઝીલવાની શક્તિ નહિ છતાં વિના માત્રામાં લેવાતા શાસ્ત્રજ્ઞાનથી આ પરિણામ સહજ રીતે આવતું હશે–વિના માત્રામાં શાસ્ત્ર અધ્યયન કરવાથી માનવી દલીલેમાં એકકો બની જાય છે. પણ જીવનમાં એના પગ ધરતીએ અડતા નથી. કલ્પના ગગનમાં વિહરતા કેટલાક કવિઓ પણ આ રીતે ચગી જાય છે, એવા પંડિતે અને કવિઓને એમનું જ્ઞાન જીવનનું રસાયન નહિ પણ વિલાસની વસ્તુ છે–એમનો અનેકાંતવાદ દલીલનું ભ્રમણ રમણ છે. અનેકાંતવાદને ઉપયોગ કરનાર વ્યક્તિ કેઈ પણ એક રીતથી વિકાસને પંથે આગળ વધતી હોવી જોઈએ, –પ્રગતિપથની પ્રવાસિની હેવી જોઈએ, એવી વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને સમાગમમાં આવતાં પોતાનાથી ભિન્ન રીતે વિકાસ સાધતાં જુએ છે. ત્યારે તેને મુંઝવણ થાય છે કે કયો રાહ સાચો હશે? આ ઘડીએ જે તે પોતાની રીતને સાચી રીતે નહિ સમો હોય તે પિતાની રસમેને ત્યજી સામેની વ્યક્તિની નકલ કરવા દોડશે અને પિતાના માર્ગને સાચી સમજ્યાનું અભિમાન અથવા અંધશ્રદ્ધા રાખતું હશે તે સામેની વ્યક્તિને છેટે રસ્તે ચડેલી ધારી એની સાથે વાદવિવાદમાં ઉતરી કલેશનું વાતાવરણ ઉભું કરતાં સ્વસાધના ચુકી જશે આ એકે મનોદશા જીવનપ્રગતિ માટે કલ્યાણકર નથી, જે વ્યક્તિ અન્યના સત્યને સત્ય તરીકે પીછાણી શકતી નથી તે વ્યક્તિ પિતાના સત્યને પણ સત્ય રીતે સમજી શકેલી નથી. છે તે જેને સત્ય કહે છે તે એણે પોતે સોધેલું નથી હોતું, પણ અન્ય માનવીએ પકડાવેલાને ઝનુનભરી આંધળી શ્રદ્ધાથી પિતાનું સત્ય માને છે. એવું સત્ય ભલે તે ગમે તેટલું મહાન અને મહાન આત્માએ આપેલું હોય. પણ તે સાધકને આત્મવિકાસ સધાવી શકતું નથી. કારણ કે ગમે તેવું સત્ય હેય છતાં માનવી પિતે જ્યાં સુધી પોતાની મહેનતે ચિંતન મનનથી એ સત્યને પિતાનું કરતો નથી ત્યાં સુધી તે પારકું જ રહે છે. પરંતુ જ્યારે ઉપાસક મહાન - આત્માઓ અર્પિત સત્યને નિજ પુરૂષાર્થથી પિતાનું કરે છે, ત્યારે એ સમાગમ અને ઘર્ષણમાં આવતી અન્ય ઉપાસક વ્યક્તિના સત્યને સત્ય રીતે જાણી શકે
SR No.522520
Book TitleJain Dharm Vikas Book 02 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy