SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રૂદન. ૨૩ મુંડકા નાબુદીનું આંદોલન. આબુ-યાત્રાને મુંડકાવેરો બંધ કરાવવાનું આંદોલન શિષ્ટમંડળની શિરોહીના દિવાન સાથેની મુલાકાત સુધી પહોંચ્યું છે. આ આંદોલનના અગ્રભાગી શ્રી તનસુખરાયજી જૈનને જૈનેતર અગ્રણુઓને પણ સારે સાથ સાંપડ્યો છે. શિરોહી રાજ્યનું પ્રતિનિધિમંડળ સામેનું વર્તન, વાતચીતનું મૌન, ખુલાસાને વાયદે, અને બામણવાડા તિર્થની જૈન જાગીરને દૈનિક અખબારેને જપ્તી અહેવાલ, આ બધું જોતાં સંતોષની આશા રાખવી અકથ્ય છે. ઈચ્છીએ છીએ કે એ અકથ્ય કપ્ય બને. પણ આ આંદેલનને જેને સમાજની જાગૃતિ અને પીઠબળની બહુ અગત્ય છે, આપણા પૂ. મુનિરાજે આ કાર્ય ઉપાડી લે એવી આશા અસ્થાને નથી. નવાં તિર્થો ઉભાં કરવાં જે નિષિદ્ધ નથી તે આ તિર્થ નાશી દુર કરવાના કાર્યમાં વેગ પુરવા બનતું કરી છુટવામાં કાંઈ બાધ નથી લાલાજીનેય અમે ચેતવીએ. જન ઈતિહાસનાં છેલ્લા દાયકાઓનાં પાટુ મારનારનાં પગ ગુમનારાં સમાધાને કાળે એાછા અમારી છાતી ઉપર ચડી બેસે છે. ફળ પાકવાની ઘડીએ ઘણુંયે પ્રસિદ્ધિવાંછુઓ દેડી આવી તેને ધુળમાં ગળી દેવા પ્રયત્ન કરશે. એ ઘરફેડુ અને ખુશામતીઆઓથી ચેતજો, સુતેલા સમાજનો કેટલો સાથ મળશે એય સવાલ છે. પણ આપના કંટકવેર્યા રાહે અમારી લાખ લાખ આશા અને શ્રદ્ધા છે. શ્રદ્ધાનું ભારે ભાથુ આપને ટકાવી રાખશે આપ એકજ દાખલાથી જૈન સમાજના લાખ લાખ નિરાશાપ્રેરક પ્રસંગો પર ઝબકતો પ્રકાશ ફેકી જશે. અને કેઈ આવતા જુવાળના માર્ગ દ્રષ્ટા બનશે. પ્રભુ આપને યશ અપાવી જૈન સમાજમાં શ્રદ્ધાદીપ પેટાવે. તા. ૧૪-૭–૪૨ બાપુલાલ કાલિદાસ સધાણું “વીરબલ રૂદન? મંદાક્રાન્તા રેવે બચ્ચાં ઘડી ઘડી મહીં અ હેતુ વિહેણ, સ્વાર્થ ઢેગે વડિલ-રૂદનો ભુત શા રાસડા લે, * ઈદે હૈયું જખમ કપરા સ્મિત વેરે છતાં જે, કહો સાચાં કે પ્રદર્શન ભય કે અદીઠાં રહ્યાં છે તા. ૪-૬-૩૯ બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબાલ” (કેયે કારણ વિના, વગર આંસુએ નાનાં બાળકો પળેપળે રૂવે છે. સ્વાર્થ અને ઢંગથી ભરેલાં વડિલેનાં રૂદને ભુતના રાસડા જેવાં દીસે છે. અને કઈ હૈયું વિષમ જખમેથી કપાઈને કટકા થઈ જતું હોય છતાં હાસ્ય ફરકાવી જગતમાં વિહરે છે. કેઈ કહેશે કે આમાં સાચાં રૂદન કયાં જેનું પ્રદર્શન ભરાય છે તે કે સદાકાળ અદશ્ય રહે છે તે ?
SR No.522520
Book TitleJain Dharm Vikas Book 02 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy