________________
૨૨
-
જૈન ધર્મ વિકાસ..
શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રકાર કેલ્પલતા.
લેખક-વિજયપદ્ધસરિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૨૪ થી અનુસંધાન) પ્રશ્ન-પ્રભુશ્રી તીર્થંકર દેવની દેશના સાંભળવામાં કે વિધિ જાળવે જોઈએ ?
ઉત્તર-મહાસગુણિ શ્રી ગુરૂમહારાજ જ્યારે પ્રભુની દેશના સંભળાવવાને ચાહે, ત્યારે શરૂઆતમાં પ્રમાદિ જેને સાવચેત કરવા આ પ્રમાણે હિતકારિણી શીખામણ આપે છે–હે ભવ્ય છે? જે માનવ ભવની દુર્લભતા શ્રી જૈનેજાગમાં (૧) ભજન (૨) પાસા (૩) ધાન્ય (8) જુગાર વગેરે દશ દષ્ટાંત થી જણાવી છે. તે માનવ ભવને પ્રબલ પુણ્યોદયે તમે પામ્યા છે. તેમાં પણ પુણ્યશાલિ ભવ્ય ઉત્તમ આર્યક્ષેત્રમાં જન્મ પામે છે. અને નિમલ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની સેવા તથા નિર્દોષ પ્રભુશ્રી અરિહંત દેવ અને કંચનકામિનીના ત્યાગ મહાતિ, ધમા, ધર્મ પરાયણ, ધર્મોપદેશક, શ્રી ગુરૂ મહારાજ, તથા શ્રી જિનેશ્વર દેવભાષિત શ્રી જિન ધર્મની આરાધના કરે છે. મહાભાગ્યાના ઉદયે આર્ય ક્ષેત્રાદિ સામગ્રીને તમે પામ્યા છે, તેને સફલ કરવા માટે પ્રભુશ્રી મહાવીરદેવની નિર્મલ દેશના આ રીતે જરૂર દરરોજ સાંભળવી જોઈએ. દેશના સાંભળતી વખતે બન્ને હાથ જોડીને ગુરૂ મહારાજની સામે નજર રાખવી, નિદ્રા વિકથાને પરિહાર (ત્યાગ) કરે. ભક્તિ બહુમાન ધારણ કરીને મન, વચન કાયાની એકાગ્રતા ધારણ કરવી જે ત્રણે ગની એકાગ્રતા હોય, તેજ દેશના સાંભળવામાં અપૂર્વ આનંદ આવે છે. જેવી રીતે તંબૂ વગાડતાં ત્રણે તાર સીધા વાગતા હોય. તે જ સાંભળનારને તંબૂરાને સૂર અનહદ આનંદ આપે છે તેવી રીતે દેશના સાંભળતાં પણ વેગની એકાગ્રતા હોય, તે અપૂર્વ આનંદને અનુભવ થાય છે. આ વિધિએ દેશના સાંભળતાં આસન્નસિદ્ધિક છે આનંદપૂર્વક સાર ગ્રહણ કરીને મેક્ષમાર્ગને સાધીને આત્મ કલ્યાણ કરે છે.
૫ પ્રશ્ન-શાસ્ત્ર રચના કરતાં શરૂઆતમાં મંગલ કરવામાં આવે છે, તે મંગલનું સ્વરૂપ શું? તથા તેનું રહસ્ય શું?
ઉત્તર-હિતને કરનારી જે પ્રવૃત્તિ તે મંગલ કહેવાય, અથવા સંસારને ઘટાડનારી જે પ્રવૃત્તિ તે મંગલ કહેવાય. તેના ત્રણ ભેદ આ પ્રમાણે જાણવા (૧). નમસ્કારાત્મક મંગલ (૨) આશીર્વાદાત્મક મંગલ (૩) વસ્તુ નિર્દેશાત્મક મંગલ શ્રીવિશેષાવશ્યકાદિ ગ્રંથમાં મંગલની બીના વિસ્તારથી જણાવી છે. શિષ્ટ પુરૂ
ને એ આચાર હોય છે કે કેઈ પણ માંગલિક કાર્યની શરૂઆત કરતાં પહેલાં મંગલાચરણ જરૂર કરવું જોઈએ. જ્યારે હૃદયમાં ઉત્તમ વિચાર ધારા બદ્ધ પ્રકટે, ત્યારેજ ગ્રંથ રચના કરવાની લાયકાત મળે છે. મન ચેખ્યું હોય, ત્યારે સદ્દ